ITR Filing Process: આ ચાર પોઇન્ટ્સ ધ્યાનમાં રાખશો તો જાતે જ ભરી શકશો ITR, કોઇની મદદની નહી રહે જરૂર
ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવાની છેલ્લી તારીખ નજીક છે.
ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવાની છેલ્લી તારીખ નજીક છે. આવકવેરા વિભાગ લોકોને ડેડલાઇન પહેલા ITR ફાઇલ કરવા માટે સતત કહી રહ્યું છે. ITR ફાઈલ કરવાની અંતિમ તારીખ 31 જુલાઈ 2023 છે. જો સરકાર સમયમર્યાદામાં વધારો નહીં કરે તો તમારે દંડ ભરવો પડી શકે છે. તેથી શક્ય તેટલી વહેલી તકે તમારું આવકવેરા રિટર્ન ફાઇલ કરો.
આવકવેરા વિભાગે ITR ફાઇલ કરવાની પ્રક્રિયાને સરળ બનાવી છે. જો તમારી પાસે તેનાથી સંબંધિત તમામ દસ્તાવેજો ઉપલબ્ધ છે, તો ITR ફાઇલ કરવામાં તમને થોડી મિનિટો લાગશે. કુલ 4 પોઈન્ટનું ધ્યાન રાખીને તમે સરળતાથી તમારું ITR ફાઈલ કરી શકો છો.
ટેક્સ રિજિમ પસંદ કરવું પડશે
ITR ફાઇલ કરતી વખતે ધ્યાનમાં રાખો કે આ વખતે નવી ટેક્સ વ્યવસ્થા ડિફોલ્ટમાં રાખવામાં આવી છે. જો તમે જૂની ટેક્સ વ્યવસ્થા હેઠળ ITR ફાઇલ કરવા માંગો છો, તો તમારે તેને જાતે કન્વર્ટ કરવું પડશે. નવી કર વ્યવસ્થામાં કર મુક્તિ મેળવવા માટે ખૂબ જ મર્યાદિત વિકલ્પો છે. જો કે, 7 લાખ રૂપિયા સુધીની આવક અસરકારક રીતે કરમુક્ત કરવામાં આવી છે. જૂની કર વ્યવસ્થામાં કર મુક્તિ મર્યાદામાં વધારો કરવામાં આવ્યો નથી.
ફોર્મ 16 અથવા 16A મેળવો
નોકરીયાત લોકો જેમને પગાર મળે છે. આવા લોકોએ પહેલા તેમની સંસ્થામાંથી ફોર્મ 16 અથવા 16A મેળવવું જોઈએ. આમાં તમારા પગાર સંબંધિત તમામ માહિતી મળશે. જેમ કે બેસિક સેલેરી, HRA અને અન્ય ભથ્થાં. આમાંના ઘણા પર ટેક્સ છૂટ પણ ઉપલબ્ધ છે.
26AS માં TDSની ડિટેઇલ્સ
જો તમે આવકવેરા રિટર્ન ફાઈલ કરવા જઈ રહ્યા છો, તો તમારા દસ્તાવેજો ચોક્કસ તપાસો. આવો જ એક દસ્તાવેજ ફોર્મ 26AS છે. તેમાં એક કંસોલિટેડ ટેક્સ સ્ટેટમેન્ટ હોય છે. આમાં, કરદાતાઓની આવકમાંથી કાપવામાં આવેલા ટેક્સ વિશે સંપૂર્ણ માહિતી છે. તમને આમાં ટેક્સ ડિડક્શન એટ સોર્સ (TDS), ટેક્સ કલેક્શન એટ સોર્સ (TCS), રેગ્યુલર ટેક્સ, રિફંડ જેવી માહિતી મળશે. જો કે કેટલીકવાર ફોર્મ 26AS માં આપવામાં આવેલી માહિતી પણ ખોટી હોય છે. તો તેને તરત જ તેમાં સુધારો કરો
કેપિટલ ગેન સ્ટેટમેન્ટ
જો તમે સ્ટોક્સ અને મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કર્યું હોય તો તમારે બ્રોકર અને મ્યુચ્યુઅલ ફંડ્સ પાસેથી કેપિટલ ગેઈનનું સ્ટેટમેન્ટ મેળવવું જોઈએ. જો તમે કોઈ પ્રોપર્ટી વેચી છે અને ટેક્સ બચાવવા માટે ક્યાંક રોકાણ કર્યું છે તો તમારે આ માહિતી આપવી પડશે.
AIS માં આવક અને TDS
એકવાર તમે તમારા 26AS માં TDS, TCS તપાસ બાદ એન્યુએલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ જરૂર લઇ લો. તેમાં તમામ બચત ખાતાઓની વિગતો હોય છે. આ કારણોસર તમને ખબર પડશે કે બચત ખાતામાં જમા રકમ અનુસાર ITR ફાઇલ કરવાની જરૂર છે કે કેમ.