શોધખોળ કરો
Advertisement
આ પ્લાન્સમાં મળે છે રોજનો 2GB ડેટા, જાણો કિંમત અને વેલિડિટી
Jioના 399 રૂપિયાના પ્લાનમાં રોજનો 2જીબી ડેટા મળે છે. આ પ્લાનની વેલિડિટી 84 દિવસની છે.
નવી દિલ્હીઃ જો તમે વર્ક ફ્રોમ હોમ કરતા હોવ અને રોજના 2 જીબી ડેટાની જરૂર પડે તો અમે અહીંયા Jio, Airtel, Vodafoneના કેટલાક ખાસ પ્લાન્સ અંગે જણાવી રહ્યા છીએ. આ પ્લાન્સની વેલિડિટી 84 દિવસની છે.
Jioનો 399 રૂપિયાનો પ્લાન
Jioના 399 રૂપિયાના પ્લાનમાં રોજનો 2જીબી ડેટા મળે છે. આ પ્લાનની વેલિડિટી 84 દિવસની છે. રોજના 2જીબી ડેટાના હિસાબે પ્લાન્સના પૂરા પેકમાં 168 જીબી ડેટા મળે છે. આ ઉપરાંત જિયો ટૂ જિયો અનલિમિટેડ અને જિયોથી બીજા નેટવર્ક પર કોલ કરવા માટે 1000 મિનિટ મળે છે. ઉપરાંત રોજના 100 એસએમએસ પણ ફ્રી મળે છે. આ પ્લાનની સાથે જિયો એપ્સનું સબસ્ક્રિપ્સન ફ્રી મળે છે.
Airtel 698 રૂપિયાનો પ્લાન
એરટેલના 698 રૂપિયાના પ્રીપેડ પ્લાનમાં ગ્રાહકોને રોજનો 2જીબી ડેટે મળે છે. આ પ્લાનની વેલિડિટી 84 દિવસ છે. પ્લાન્સના હિસાબે તમને 168 જીબી ડેટા મળે છે. આ ઉપરાંત કોઈપણ નેટવર્ક પર કોલ કરવા માટે લોકલ, એસટીડી અને રોમિંગ કોલ્સની સુવિધા ફ્રી છે. આ સિવાય રોજના 100 એસએમએસ ફ્રી મળે છે.
Vodafoneનો 699 રૂપિયાનો પ્લાન
Vodafoneના 699 રૂપિયાના આ પ્રીપેડ પ્લાનમાં રોજનો 2જીબી ડેટા મળી રહ્યો છે. આ પ્લાનની વેલિડિટી 84 દિવસની છે. પ્લાન્સમાં કુલ 168 જીબી ડેટા મળે છે. આ ઉપરાંત કોઈપણ નેટવર્ક પર ફ્રી કોલિંગની સુવિધા છે, સાથે 100 એસએમએસ ફ્રી મળે છે. આ પ્લાનની સાથે 499 રૂપિયાની કિંમતનું વોડાફોન પ્લે અને 999 રૂપિયાની કિંમતનું ZEE5 સબ્સ્ક્રીપ્સન પણ ફ્રીમાં મળે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement