શોધખોળ કરો
Advertisement
દેશની ટોચની આ 10 કંપનીઓ પર છે સૌથી વધારે દેવું, નામ જાણીને ચોંકી જશો
દેશની કેટલીક એવી પણ કંપનીઓ છે જેઓ બિઝનેસમાં પ્રોફિટની સાથે દેવામાં પણ આગળ છે.
નવી દિલ્હીઃ સંકટમાં ફસાયેલી યસ બેંકની વર્તમાન સ્થિતિ માટે કોર્પોરેટ ગૃહોને આપેલી લોન જવાબદાર માનવામાં આવી રહી છે. આ કંપનીઓએ બેંકના કરોડો રૂપિયા ડૂબાડ્યા છે. જોકે દેશની કેટલીક એવી પણ કંપનીઓ છે જેઓ બિઝનેસમાં પ્રોફિટની સાથે દેવામાં પણ આગળ છે.
PFC: સરકારી ક્ષેત્રની આ કંપની પર 2019માં 5,25,1359 કરોડ રૂપિયાનું દેવું હતું. જોકે ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝેસના સર્વે પ્રમાણે નફો કરવામાં તે 8માં નંબરની સરકારી કંપની છે.
RIL: દેશના સૌથી ધનિક કોર્પોરેટ ગૃહ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પર 2.87 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. મુકેશ અંબાણીએ કંપનીની 42મી AGMમાં કહ્યું હતું કે તેઓ ગ્રુપને દેવા મુક્ત બનાવવાની યોજન પર કામ કરી રહ્યા છે. જોકે હજુ સુધી આ દિશામાં આગળ વધતી જણાતી નથી.
HDFC: બેંકિંગ, ઈન્શ્યોરન્સ, રિયલ્ટી સહિત અનેક સેક્ટર્સમાં પ્રવેશ કરનારી એચડીએફસી પર 2,79,683 કરોડ રૂપિયાનું દેવુ છે. કંપની દેશમાં દેવા મામલે ત્રીજા નંબર પર છે. 2015માં કંપની પર 2.17 લાખ કરોડ રૂપિયાનું દેવું હતું. હવે તેમાં 28 ટકાનો જંગી વધારો થઈ ચુક્યો છે.
REC: 2 લાખ 44 હજાર કરોડ રૂપિયાના ઋણ સાથે સરકારી વીજળી કંપની રૂરલ ઈલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન (REC) ચોથા ક્રમે છે. આ કંપનીમાં 52 ટકા હિસ્સો પાવર ફાયનાન્સ કોર્પોરેશનનો છે. જે ઋણ મામલે પ્રથમ નંબર પર છે. છેલ્લા ચાર વર્ષમાં કંપનીના દેવામાં અધધ 61 ટકાનો વધારો થયો છે.
LIC હાઉસિંગ ફાયનાન્સઃ લાઇફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશનની સહાયક એલઆઈશી હાઉસિંગ ફાયનાન્સ પર 1.68 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. આ કંપની ઋણ મામલે દેશમાં 5માં નંબર પર છે. દેશની સૌથી મોટી વીમા કંપની એલઆઈસીનો તેમાં 40 ટકા જેટલો હિસ્સો છે. છેલ્લા 4 વર્ષમાં દેવામાં 75 ટકાનો વધારો થયો છે.
NPTC: દેશની દિગ્ગજ વીજળી ઉત્પાદક કંપની એનટીપીસી પર 1 લાખ 61 હજાર કરોડ રૂપિયાનું દેવું છે. નાણાકીય વર્ષ 2019માં કંપનીએ 11,961 કરોડ રૂપિયાનો નફો કર્યો હતો.
PWC: સરકારી ક્ષેત્રની એક કંપની પાવર ગ્રિડ કોર્પોરેશન (PWC) 1.46 લાખ કરોડ રૂપિયાના દેવા સાથે સાતમા ક્રમે છે. 1989માં સ્થપાયેલી કંપનીમાં સરકારનો હિસ્સો 54 ટકા જેટલો છે. આ કંપની પણ નફો કરે છે અને 2019માં 12,596 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો કર્યો હતો.
Vodafone: વોડાફોન-આઈડિયા પર 1.26 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. હાલ દેવા મામલે કંપની આઠમા નંબર પર છે. તાજેતરમાં એજીઆરની રમક ચુકવવાના માટે ચર્ચામાં રહેલી કંપનીએ થોડા સમય પહેલા ભારતમાંથી કારોબાર સમેટવાની વાત કરી હતી. 2019માં કંપનીને 14,800 રૂપિયાની ચોખ્ખી ખોટ થઈ હતી.
L&T: લાર્સન એન્ડ ટુબ્રોના નામે જાણીતી અને એન્જનિયરિંગ, કન્સ્ટ્રક્શનથી લઈ આઈટી સેકટર સુધી કામ કરતી એલએન્ડટી પર 1 લાખ 25 હજાર કરોડ રૂપિયાનું દેવું છે. 1938માં બનેલી આ કંપનીને 2019માં 10,237 કરોડ રૂપિયાનો નફો થયો હતો.
Airtel: Jioના આગમન બાદ સંકટમાં ચાલી રહેલી ભારતી એરટેલ પર 1,25,428 કરોડ રૂપિયાનું દેવું છે. તાજેતરમાં સરકારે એજીઆરની બાકી રકમ ચુકવવાને લઈ ચર્ચામાં હતી. કંપનીએ 13,000 કરોડ રૂપિયાની એજીઆરની રકમ ચુકવી દીધી છે. કંપનીને 2019માં 1,332 કરોડ રૂપિયાનો નફો થયો હતો.
ગુજરાતનું જાહેર દેવું પહોંચ્યું અધધ કરોડને પાર, આંકડો જાણીને રહી જશો દંગ
ગુજરાતે છેલ્લા બે વર્ષમાં કેટલા રાજ્યોની વીજળી વેચી ? જાણો વિગત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
Advertisement