(Source: ECI/ABP News/ABP Majha)
Aadhaar Link Mobile Number: આધાર સાથે તમારો મોબાઈલ નંબર લિંક છે કે નહી, આ રીતે મેળવો જાણકારી, ચેક કરો
આધાર કાર્ડ ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું આઈડી પ્રૂફ છે. તેનો ઉપયોગ દરેક જગ્યાએ થાય છે. તેથી જ આધારમાં દાખલ કરેલી તમામ વિગતોને અપડેટ રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.
Aadhaar Linked Mobile Number: આધાર કાર્ડ ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું આઈડી પ્રૂફ છે. તેનો ઉપયોગ દરેક જગ્યાએ થાય છે. તેથી જ આધારમાં દાખલ કરેલી તમામ વિગતોને અપડેટ રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સાથે એ જાણવું જરૂરી છે કે તમારો કયો મોબાઈલ નંબર આધાર સાથે લિંક છે. નોંધનીય છે કે આધારની ઘણી સેવાઓનો ઉપયોગ કરવા માટે તમારે આધાર સાથે લિંક કરેલ મોબાઇલ નંબરની જરૂર છે.
#UpdateMobileInAadhaar
Want to know is your current mobile number is linked with Aadhaar or not? Use myAadhaar Portal & mAadhaar App.
If your preferred mobile number is not linked to your Aadhaar, you can update it at Rs 50 by visiting the nearest Aadhaar Enrolment Center. pic.twitter.com/VwW5iLF2l1— Aadhaar (@UIDAI) July 21, 2023
આધાર સાથે લિંક કરેલ મોબાઈલ નંબર વિશે માહિતી મેળવો
આધાર જારી કરતી સંસ્થા UIDAIએ જણાવ્યું છે કે આધાર સાથે જોડાયેલા મોબાઈલ નંબરને ટ્રેસ કરવો ખૂબ જ સરળ છે. આ માટે આધાર કાર્ડ ધારકોએ myAadhaar Portal અને mAadhaar એપનો ઉપયોગ કરવો પડશે. આની મદદથી તમે આધારથી લિંક નંબર સરળતાથી જાણી શકશો. નોંધનીય છે કે જો કોઈ નંબર આધાર સાથે લિંક નથી અથવા તમારે નવો નંબર અપડેટ કરવો છે, તો તમે માત્ર 50 રૂપિયાની ફી ભરીને આ કામ કરી શકો છો. આ માટે તમારે નજીકના આધાર કેન્દ્ર પર જવું પડશે.
લિંક મોબાઇલ નંબર વિશે આ રીતે માહિતી મેળવો-
1. આ માટે તમે UIDAI ની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લો.
2. અહીં વેરીફાઈ ઈમેલ/ મોબાઈલ નંબર પર ક્લિક કરો.
3. આ પછી તમને બીજા પેજ પર લઈ જવામાં આવશે, જ્યાં તમારે મોબાઈલ નંબર વેરિફાઈ પર ક્લિક કરવાનું રહેશે.
4. આ પછી તમારે 12 અંકનો આધાર નંબર નાખવો પડશે.
5. આગળ તમારે કેપ્ચા એન્ટર કરવાનો રહેશે અને જો તમારો નંબર એન્ટર કરવામાં આવ્યો છે તો તે દેખાશે અને જો નહીં હોય તો નંબર દેખાશે નહીં. આવી સ્થિતિમાં, તમે અહીંથી સરળતાથી માહિતી મેળવી શકો છો.
આધાર સાથે લિંક કરેલ મોબાઈલ નંબર કેવી રીતે અપડેટ કરવો
નોંધનીય બાબત એ છે કે આધાર સાથે લિંક કરેલ મોબાઈલ નંબર અપડેટ કરવા માટે તમારે આધાર કેન્દ્રની મુલાકાત લેવાની જરૂર છે. તેને અપડેટ કરવા માટે તમારે કોઈપણ પ્રકારના દસ્તાવેજોની જરૂર નથી. આધાર કેન્દ્રની મુલાકાત લઈને માત્ર બાયોમેટ્રિક માહિતી દાખલ કરવાની રહેશે. આ પછી, તમે 50 રૂપિયાની ફી ચૂકવીને સરળતાથી માહિતી અપડેટ કરી શકો છો.