શોધખોળ કરો

Layoffs 2023: વધુ એક કંપની કરશે છટણી, હવે આ કંપનીએ 20 ટકા વર્કફોર્સ ઘટાડવાનો લીધો નિર્ણય

અગાઉ, કંપનીએ તેના પ્રથમ ત્રિમાસિક પરિણામો પણ જાહેર કર્યા હતા જે અપેક્ષા કરતા ઘણા સારા છે.

Shopify Layoffs: જાયન્ટ કંપનીઓમાં છટણી અટકવાનું નામ નથી લઈ રહી. હવે કેનેડાની અગ્રણી ઈ-કોમર્સ પ્લેટફોર્મ કંપની Shopifyએ ફરી એકવાર કર્મચારીઓને મોટા પાયે છૂટા કરવાનો નિર્ણય લીધો છે. કંપની તેના કુલ કર્મચારીઓમાં 20 ટકા કર્મચારીઓની છટણી કરવા જઇ રહી છે. રોયટર્સના અહેવાલ મુજબ, કંપનીએ ગુરુવારે જાહેરાત કરી કે તે તેના 20 ટકા કર્મચારીઓને બહારનો રસ્તો બતાવવા જઈ રહી છે.

ત્રિમાસિક પરિણામો અપેક્ષા કરતા સારા

અગાઉ, કંપનીએ તેના પ્રથમ ત્રિમાસિક પરિણામો પણ જાહેર કર્યા હતા જે અપેક્ષા કરતા ઘણા સારા છે. આ પછી કંપનીના શેરમાં 8 ટકા સુધીનો વધારો નોંધાયો છે. 31 માર્ચે પૂરા થયેલા ક્વાર્ટરમાં કંપનીની કુલ આવક 1.51 બિલિયન ડોલર હતી. ઘણા નિષ્ણાતોએ અપેક્ષા રાખી હતી કે તે  1.43 બિલિયન ડોલરથી વધુ નહીં હોય. આવી સ્થિતિમાં કંપનીનું પ્રદર્શન ઘણું સારું રહ્યું છે.

Shopify એ પહેલાં મોટી છટણી કરી હતી.

જૂલાઈ 2022 માં પણ દિગ્ગજ ઈ-કોમર્સ કંપનીએ પણ મોટાપાયે છટણી કરી હતી. Shopify એ 1000 કર્મચારીઓને એટલે કે તેના કુલ કર્મચારીઓના 10 ટકાને બહારનો રસ્તો બતાવ્યો હતો. આ નિર્ણય બાદ કંપનીના ફાઉન્ડર અને સીઈઓ ટોબી લુત્કેએ કહ્યું હતું કે કંપની માટે આ નિર્ણય લેવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. કોરોના લોકડાઉન દરમિયાન લોકોની ખરીદી કરવાની રીત ઘણી બદલાઈ ગઈ હતી અને તેઓ ઓનલાઈન શોપિંગ પર વધુ નિર્ભર હતા. હવે તેમાં મોટા ફેરફારો થયા છે અને લોકો તેમની જૂની શોપિંગ પદ્ધતિઓ પર પાછા ફર્યા છે.

કોગ્નિઝેન્ટ એ પણ છટણીની જાહેરાત કરી હતી

અમેરિકાની મોટી કંપની કોગ્નિઝેન્ટ એ પણ 3,000 કર્મચારીઓની છટણીની જાહેરાત કરી છે. કંપનીએ આ નિર્ણય તેની આવકમાં વાર્ષિક ધોરણે 0.3 ટકાના ઘટાડા બાદ લીધો છે. જોકે કંપનીનો નફો દર વર્ષે વધ્યો છે અને લગભગ 3 ટકાનો વધારો નોંધાયો છે. આવી સ્થિતિમાં, તેના ખર્ચનું સંચાલન કરવા માટે કંપનીએ મોટા પાયે છૂટા કરવાનો નિર્ણય કર્યો છે.

Whatsapp પર મળશે 10 લાખ સુધીની લોન, આ કંપનીએ શરૂ કરી સુવિધા

Loan on Whatsapp:  Whatsapp પર લોનની સુવિધા શરૂ થઈ ગઈ છે. એક કંપનીએ કહ્યું છે કે તે WhatsApp દ્વારા ગ્રાહકોને 10 લાખ રૂપિયા સુધીની લોન આપશે. આ એક બિઝનેસ લોન હશે, જે તરત જ મંજૂર કરવામાં આવશે. આ માટે વધારે ચિંતા કરવાની જરૂર રહેશે નહીં.

24x7 લઈ શકાશે લાભ

IIFL ફાઇનાન્સે WhatsApp પર તેના ગ્રાહકોને રૂ. 10 લાખ સુધીની બિઝનેસ લોન માટે તાત્કાલિક મંજૂરી આપવાનું નક્કી કર્યું છે. WhatsApp પર IIFL ફાઇનાન્સની બિઝનેસ લોન એ MSME લોન ઉદ્યોગમાં તેના પ્રકારની પ્રથમ પહેલ છે, જ્યાં લોનની અરજીથી મની ટ્રાન્સફર સુધીની 100% લોન ડિજિટલ રીતે કરવામાં આવે છે. ભારતમાં 450 મિલિયનથી વધુ WhatsApp વપરાશકર્તાઓ IIFL ફાયનાન્સ તરફથી આ 24x7 એન્ડ-ટુ-એન્ડ ડિજિટલ લોન સુવિધાનો લાભ લઈ શકે છે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad News: કવિ બાપુભાઈ ગઢવીના જીવન અને કવન પર અમદાવાદમાં પરિસંવાદ યોજાયોRajkot Crime : રાજકોટમાં પોલીસના હત્યારાએ ગેંગ બનાવી સાક્ષીના ભાઈ પર કર્યો હુમલો, સામે આવ્યા સીસીટીવીBharuch Dushkarma Case : ભરુચ દુષ્કર્મ કેસમાં સરકારી વકીલ કોઈ પણ ફી વગર પીડિત બાળકીનો કેસ લડશેShankersinh Vaghela : શંકરસિંહ બાપુએ નવી પાર્ટીની સ્થાપનામાં જ કર્યું દારૂનું સમર્થન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Women U19 Asia Cup 2024: ભારતીય ટીમે જીત્યો એશિયા કપનો ખિતાબ, બાંગ્લાદેશને ફાઇનલમાં હરાવ્યું
Women U19 Asia Cup 2024: ભારતીય ટીમે જીત્યો એશિયા કપનો ખિતાબ, બાંગ્લાદેશને ફાઇનલમાં હરાવ્યું
Embed widget