જો તમે LIC ના પોલિસીધારક છો તો 28 ફેબ્રુઆરી સુધીમાં આ કામ કરી લો નહી તો થશે પસ્તાવો
રોકાણકારો દેશના સૌથી મોટા IPOની રાહ જોઇ રહ્યા છે
નવી દિલ્હીઃ રોકાણકારો દેશના સૌથી મોટા IPOની રાહ જોઇ રહ્યા છે. LIC એ તેના IPO માટે સેબીમાં અરજી કરી છે. LICએ આ IPOમાં તેના પોલિસીધારકો માટે અનામત કેટેગરી રાખી છે. આ રીતે પોલિસીધારકો રિઝર્વ કેટેગરીમાં LIC IPO માટે અરજી કરી શકે છે. જોકે, IPOમાં પોલિસીધારકોનો ક્વોટા મેળવવા માટે પોલિસીધારકોએ આ મહિને એક મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ કરવું પડશે.
LIC દ્ધારા સેબીને કરવામાં આવેલી IPO અરજી અનુસાર આઇપીઓમાં પોલિસીધારકનો ક્વોટા મેળવવા માટે તમારા પાન કાર્ડની વિગતો 28 ફેબ્રુઆરી 2022 સુધીમાં LICના ડેટાબેઝમાં અપડેટ કરવાની રહેશે. આ પછી જ LICના પોલિસીધારકો ક્વોટા હેઠળ IPOમાં અરજી કરી શકશે.
એલઆઇસીમાં તમારો PAN નંબર અપડેટ કરવાની આ પ્રક્રિયા છે
સ્ટેપ-1- સૌ પ્રથમ પોલિસીધારકો LICની સત્તાવાર વેબસાઇટ https://licindia.in/ પર જાવ.
સ્ટેપ-2. બાદમાં ઓનલાઈન પાન રજીસ્ટ્રેશનનો વિકલ્પ પસંદ કરો.
સ્ટેપ- 3. બાદમાં ઓનલાઈન PAN રજીસ્ટ્રેશન પેજ પર ક્લિક કરો.
સ્ટેપ- 4. આ પેજ પર તમારે Proceed પર ક્લિક કરવાનું રહેશે.
સ્ટેપ-5. અહીં તમારું ઈમેલ આઈડી, પાન નંબર, મોબાઈલ નંબર અને એલઆઈસી પોલિસી નંબરની વિગતો ભરવાની રહેશે.
સ્ટેપ- 6. હવે captcha code દાખલ કરો.
સ્ટેપ- 7. આ તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર OTP માટે વિનંતી કરવી પડશે.
સ્ટેપ- 8. બાદમાં OTP દાખલ કરો અને સબમિટ પર ક્લિક કરો.
સ્ટેપ- 9. હવે તમારું ફોર્મ સબમિટ થશે.