LIC IPOના મોટા સમાચાર, જાણો ક્યારે થશે લિસ્ટિંગ
LIC IPO Update: આગામી નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં એલઆઈસીનું લિસ્ટિંગ થશે. માર્ચ-જૂન, 2022માં એલઆઈસીમાં સરકારની હિસ્સેદોરી વેચવાનું કામ થઈ જશે.
નવી દિલ્હીઃ LICના IPOની રોકાણકારોની સાથે દરેક લોકોને રાહ છે. ભારતના નણા સડિવ ટીવી સોમનાથે જણાવ્યું કે, આગામી નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં એલઆઈસીનું લિસ્ટિંગ થશે. તેમણે કહ્યું માર્ચ-જૂન, 2022માં એલઆઈસીમાં સરકારની હિસ્સેદોરી વેચવાનું કામ થઈ જશે.
ક્યાં સુધીની છે ટાઈમલાઈન
મદ્રાસ સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં સંબોધન દરમિયાન તેમણે જણાવ્યું કે, એલઆઈસીમાં ડિસઈન્વેસ્ટમેન્ટ થવાનું છે. આ માટે આગામી વર્ષે માર્ચથી જૂન સુધીની ટાઈમલાઈન નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે, મારું માનવું છે કે એર ઈન્ડિયામાં હિસ્સેદારી વેચવાનું કામ જલ્દી પૂરું થઈ જશે. આ પ્રક્રિયા તેના અંતિમ તબક્કામાં છે. એર ઈન્ડિયામાં સરકાર ચાલુ વર્ષે હિસ્સો વેચી દેશે.
દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો આઈપીઓ હોઈ શકે છે
LIC દેશની સૌથી મોટી સરકારી જીવન વીમા કંપની છે. આ દુનિયાની સૌથી મોટી વીમા કંપનીઓમાંથી એક છે. LIC ભારતના 1.3 અરબ લોકોમાંથી લગભગ આના ચોથા ભાગના લોકો સાથે જોડાયેલી છે. કંપની પાસે કુલ 31.10 લાખ કરોડ રૂપિયાના અસેટ અંડર મેનેજમેન્ટ છે. એલઆઈસીના આઈપીઓની સંભવિત સાઇઝ 12.2 અબજ ડોલર જણાવવામાં આવી રહી છે. દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો આઈપીઓ હોઈ શકે છે. સરકાર એલઆઈસીના 5 તી 10 ટકા હિસ્સો વેચીને 900 અબજ રૂપિયા એકત્ર કરવાની કોશિશમાં છે.