શોધખોળ કરો
Advertisement
LPG Cylinder: મોંઘવારીનો સૌથી મોટો માર, ફરી રાંધણગેસનો બાટલો મોંઘો થયો, જાણો કેટલો ભાવ વધારો કર્યો
ડિસેમ્બર 2020થી લઈને અત્યાર સુધીમાં સિલિન્ડરની કિંમતમાં 250 રૂપિયાનો વધારો થયો છે.
નવી દિલ્હી: પેટ્રોલની કિંમત 100 રૂપિયા સુધી પહોંચ્યા બાદ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ભાવ વધારો થઈ રહ્યો છે. 1 માર્ચના રોજ ફરી એક વખત એલપીજીની કિંમતમાં 25 રૂપિયાનો વધારો થયો છે. ત્યારબાદ હવે 14.2 કિલો સબસિડી વગરના સિલિન્ડરની કિંમત 794 રૂપિયાથી વધીને 819 રૂપિયા થઈ ગઈ છે. માત્ર 25 દિવસની અંદર 125 રૂપિયાનો વધારો થયો છે. આ સિવાય ડિસેમ્બરથી લઈને અત્યાર સુધીમાં સિલિન્ડરની કિંમતમાં 250 રૂપિયાનો વધારો થયો છે.
એક ડિસેમ્બર પહેલા એલપીજી સિલિન્ડરની કિંમત 594 રૂપિયા હતી પરંતુ 1 ડિસેમ્બરે 50 રૂપિયાનો વધારો થયો હતો. ત્યારબાદ અત્યાર સુધીમાં 225 રૂપિયાનો વધારો થયો છે. 16 ફેબ્રુઆરીએ એલપીજીની કિંમત 50 રૂપિયા વધારવામાં આવી હતી અને સિલિન્ડર 694 રૂપિયા થઈ હતી. 4 ફેબ્રુઆરીએ કરવામાં આવેલા ભાવ વધારા બાદ કિંમત 719 રૂપિયા થઈ હતી. 15 ફેબ્રુઆરીએ 769 રૂપિયા થઈ અને 25 ફેબ્રુઆરીએ 25 રૂપિયા કિંમત વધતા 769 રૂપિયાથી વધીને 794 રૂપિયા કિંમત થઈ હતી. જે બાદ 1 માર્ચે ફરી 25 રૂપિયાનો વધારો થતાં કિંમત 819 રૂપિયા પહોંચી છે.
ક્યારે કેટલી વધી સિલિન્ડરની કિંમત
1 માર્ચ, 25 રૂપિયા, ભાવ 819
25 ફેબ્રુઆરી 50 રૂપિયા, ભાવ 794
15 ફેબ્રુઆરી 50 રૂપિયા, ભાવ 769
04 ફેબ્રુઆરી 25 રૂપિયા, ભાવ 719
16 ડિસેમ્બર 50 રૂપિયા, ભાવ 694
01 ડિસેમ્બર 50 રૂપિયા, ભાવ 644
Amitabh Bachchan Surgery: અમિતાભ બચ્ચને કઈ સર્જરી કરાવી? રિપોર્ટમાં શું કરવામાં આવ્યો છે દાવો ?
રાશિફળ 1 માર્ચ: કર્ક, સિંહ રાશિના જાતક ન કરે આ કામ, જાણો કેવો રહેશે તમારો દિવસ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
અમદાવાદ
દેશ
અમદાવાદ
Advertisement
gujarati.abplive.com
Opinion