આવતીકાલથી બદલાઈ જશે આ નિયમો, જાણો તમારા ખિસ્સા પર કેટલી થશે અસર
ગેસના ભાવથી પરેશાન લોકો માટે ઓક્ટોબરમાં પણ રાહત મળવાની કોઈ શક્યતા નથી.
ઓક્ટોબર મહિનો તમારી રોજિંદી પ્રવૃત્તિઓમાં ઘણા ફેરફાર લાવનાર છે. તે દરેક વ્યક્તિને અસર કરશે. ઓક્ટોબર મહિનાથી એલપીજીના દર, પેન્શન નિયમો, ડેબિટ અને ક્રેડિટ કાર્ડની ચુકવણી સહિત 6 મહત્વના ફેરફારો થવા જઈ રહ્યા છે. આજે અમે તમને ઓક્ટોબરમાં આવનારા 6 ફેરફારો વિશે જણાવીશું.
એલપીજીના ભાવ વધી શકે છે
ગેસના ભાવથી પરેશાન લોકો માટે ઓક્ટોબરમાં પણ રાહત મળવાની કોઈ શક્યતા નથી. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર વધારો થયો છે. તેને જોતા LPG ગેસના ભાવમાં આ મહિને 100 રૂપિયાનો વધારો થવાની સંભાવના છે. આંતરરાષ્ટ્રીય બજારમાં અત્યારે ક્રૂડ ઓઇલની કિંમત 80 ડોલરની નજીક છે. ક્રૂડ ઓઇલના વધતા ભાવને જોતા ઓક્ટોબર મહિનામાં પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવમાં વધારો થવાની ખાતરી છે.
જૂનો ચેક નકામો થશે
જો તમારું ખાતું ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ, યુનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયા અથવા અલ્હાબાદ બેંકમાં પણ છે, તો હવે આ બેન્કોની જૂની ચેકબુક કામ કરશે નહીં. વાસ્તવમાં આ બેંકો અન્ય બેંકો સાથે મર્જ થવા જઈ રહી છે. મર્જર બાદ હવે ખાતાધારકોનો એકાઉન્ટ નંબર, ચેક બુક, IFSC અને MICR કોડ બદલાશે. તેથી, ખાતાધારકોએ નવી ચેકબુક લેવી પડશે.
પેન્શનના નિયમો બદલાશે
1 ઓક્ટોબરથી પેન્શનરો માટે ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ સંબંધિત નિયમોમાં ફેરફાર થશે. 80 વર્ષથી વધુ ઉંમરના કોઈપણ વ્યક્તિ માટે, નિયમો જણાવે છે કે પેન્શન મેળવવાનું ચાલુ રાખવા માટે તેમણે ભારતના કોઈપણ મુખ્ય પોસ્ટ ઓફિસમાં તેમના જીવન પ્રમાણ કેન્દ્રમાં ડિજિટલ જીવન પ્રમાણપત્ર રજૂ કરવું પડશે.
ઓટો ડેબિટ પેમેન્ટમાં ફેરફાર થશે
1 ઓક્ટોબરથી ઓટો ડેબિટ પેમેન્ટના નિયમોમાં પણ ફેરફાર થવાની છે. હવે કોઈ પણ બેંક ગ્રાહકને જાણ કર્યા વગર પૈસા કાપી અથવા ડેબિટ કરી શકે નહીં. પૈસા ડેપિટ કરતાં પહેલા બેન્કે આ માટે ગ્રાહકની મંજૂરી અથવા જાણ કરવી પડશે.
મ્યુચ્યુઅલ ફંડ રોકાણ બદલાશે
1 ઓક્ટોબરથી મ્યુચ્યુઅલ ફંડનું રોકાણ પણ બદલાશે. આ ફેરફાર અન્ડર મેનેજમેન્ટ, મ્યુચ્યુઅલ ફંડ હાઉસમાં કામ કરતા જુનિયર કર્મચારીઓને લાગુ પડશે. SMSC કંપનીઓના જુનિયર કર્મચારીઓએ મ્યુચ્યુઅલ ફંડના એકમોમાં તેમના પગારના 10% રોકાણ કરવું પડશે.
FSSAIનો રજીસ્ટ્રેશન નંબર ફૂડ બિલ પર લખવાનો રહેશે
1 ઓક્ટોબરથી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ તમામ ખાદ્ય ચીજો સાથે સંકળાયેલા દુકાનદારોને સૂચના આપી છે. હવે ખાદ્ય પદાર્થો સાથે કામ કરતા તમામ દુકાનદારો માટે FSSAI નો નોંધણી નંબર લખવો ફરજિયાત કરવામાં આવ્યો છે. આ સિવાય દુકાનથી રેસ્ટોરન્ટ સુધી, ડિસ્પ્લેમાં જણાવવું પડશે કે તેઓ કઈ ખાદ્ય ચીજોનો ઉપયોગ કરી રહ્યા છે.