(Source: ECI/ABP News/ABP Majha)
Meesho Grocery Business: મીશોએ ભારતમાં બંધ કર્યો ગ્રોસરી બિઝનેસ, 300 કર્મચારીઓને પકડાવ્યું પાણીચું
Meesho: સોશિયલ કોમર્સ પ્લેટફોર્મ મીશોએ ભારતના 90 ટકાથી વધુ શહેરોમાં સુપર સ્ટોર્સ તરીકે ચાલતા તેનો કરિયાણાનો વ્યવસાય બંધ કરી દીધો છે.
Meesho Grocery Business: ઓનલાઈન સોશિયલ કોમર્સ પ્લેટફોર્મ મીશોએ ભારતમાં તેનો ગ્રોસરી બિઝનેસ બંધ કરી દીધો છે. જેના કારણે 300 જેટલા કર્મચારીઓને પણ નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. હાલમાં મીશોના કર્ણાટક સહિત તેલંગાણા, આંધ્રપ્રદેશ, ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યોમાં સુપર સ્ટોર્સ છે.
90 ટકા સુપર સ્ટોર બંધ
સોશિયલ કોમર્સ પ્લેટફોર્મ મીશોએ ભારતના 90 ટકાથી વધુ શહેરોમાં સુપર સ્ટોર્સ તરીકે ચાલતા તેનો કરિયાણાનો વ્યવસાય બંધ કરી દીધો છે. હાલમાં આ સ્ટોર્સ માત્ર નાગપુર અને મૈસૂરમાં ચાલી રહ્યા છે. આ કારણે કંપનીએ અલગ-અલગ શહેરોમાં લગભગ 300 કર્મચારીઓની છટણી કરી છે. જો કે, મીશો કંપનીએ હજુ સુધી આ ઘટનાક્રમ અંગે કોઈ ટિપ્પણી કરી નથી. મીશોએ યાટર-2 શહેરોમાં પણ ગ્રાહકોને રોજિંદી જરૂરિયાતો પૂરી પાડવા માટે સુપર સ્ટોરમાં રિબ્રાન્ડ કર્યું હતું. કંપનીએ અગાઉ ફાર્મિસો સાથે સંકળાયેલા 150 કર્મચારીઓને છૂટા કર્યા હતા. તે સમયે કહેવામાં આવ્યું હતું કે કંપની કરિયાણાનો વ્યવસાય વધારવા માંગે છે.
કોરોના સમયગાળામાં પણ છટણી
સોશિયલ કોમર્સ પ્લેટફોર્મે કોરોના રોગચાળાની પ્રથમ લહેરમાં 200 થી વધુ કર્મચારીઓની છટણી કરી હતી. એક અહેવાલ મુજબ મોટાભાગના શહેરોમાં કામગીરી બંધ થવા પાછળ મૂડીનો અભાવ હોવાનું કહેવાય છે. મીશોએ કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ, ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં સુપર સ્ટોર્સ શરૂ કર્યા હતા. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે મીશોએ બે મહિનાનો પગાર ચૂકવીને લોકોને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. મીશોના સ્થાપક અને સીઈઓ વિદિત અત્રે તેમની કંપની મીશો સુપરસ્ટોરને તેની કોર એપ સાથે સંકલિત કરવાનું વિચારી રહ્યા હોવાનું માનવામાં આવે છે.
કંપનીના યુઝર્સ વધ્યા
મીશોએ કરિયાણાની ઓનલાઈન ખરીદીને સસ્તું બનાવવા માટે કર્ણાટકમાં એક પાયલોટ શરૂ કર્યો. કંપનીનું લક્ષ્ય 2022ના અંત સુધીમાં 12 રાજ્યોમાં સુપરસ્ટોર્સ ઉપલબ્ધ કરાવવાનું હતું. પરંતુ હવે આ યોજના પડી ભાંગી રહી છે. મીશોએ તાજેતરમાં ટ્રાન્ઝેક્શન કરવા માટે 100 મિલિયન વપરાશકર્તાઓ સુધી પહોંચ્યું છે. કંપનીનો દાવો છે કે પ્લેટફોર્મ પર ટ્રાન્ઝેક્શન કરનાર યુઝર બેઝ માર્ચ 2021 થી 5.5 ગણો વધ્યો છે.
આ પણ વાંચોઃ
આજથી એશિયા કપનો પ્રારંભ, છ દેશ વચ્ચે ચેમ્પિયન બનવા જંગ, જાણો દરેક દેશની ટીમ
જસ્ટિસ યુયુ લલિતે મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા, રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયો કાર્યક્રમ