(Source: ECI/ABP News/ABP Majha)
Meta Employees Salary: Facebookની પેરન્ટ કંપની Meta પુરુષોની સરખામણીમાં મહિલાઓને આપે છે ઓછો પગાર!
આયર્લેન્ડમાં મેટાની મહિલા કર્મચારીઓને 2022માં પુરૂષો કરતાં 15.7 ટકા ઓછો પગાર આપવામાં આવ્યો છે. અને અહીં બોનસમાં તફાવત ઘણો મોટો હતો.
Meta Employees: ફેસબુકની પેરન્ટ કંપની મેટા વિશે એક રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મેટા પુરૂષ કર્મચારીઓ કરતાં મહિલા કર્મચારીઓને ઓછો પગાર આપે છે. એટલું જ નહીં, META પુરુષોની સરખામણીમાં મહિલાઓને ઓછું બોનસ પણ આપે છે.
યુકે અને આયર્લેન્ડમાં પગારની અસમાનતા પર કંપનીના રિપોર્ટના આધારે આ માહિતી આપવામાં આવી છે. બિઝનેસ ઈનસાઈડરે પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે મેટા આયર્લેન્ડનો જેન્ડર પે રિપોર્ટ ડિસેમ્બર 2022માં બહાર પાડવામાં આવ્યો હતો. આયર્લેન્ડમાં મેટા ઓફિસમાં લગભગ 3,000 મહિલાઓ અને યુકે ઓફિસમાં 5,000 મહિલાઓ કામ કરે છે, જે કુલ મહિલા કર્મચારીઓના 10 ટકા છે.
મહિલાઓને કેટલો ઓછો પગાર આપવામાં આવતો હતો
આયર્લેન્ડમાં મેટાની મહિલા કર્મચારીઓને 2022માં પુરૂષો કરતાં 15.7 ટકા ઓછો પગાર આપવામાં આવ્યો છે. અને અહીં બોનસમાં તફાવત ઘણો મોટો હતો. મહિલાઓ માટે સરેરાશ બોનસ પુરૂષો કરતાં 43.3 ટકા ઓછું હતું. યુકે એટલે કે બ્રિટનની વાત કરીએ તો આયર્લેન્ડની સરખામણીએ પગારનું અંતર ઓછું છે.
યુકેમાં મહિલાઓનો કેટલો ઓછો પગાર
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે યુકેમાં મેટા ફિમેલ વર્કર્સનું સરેરાશ બોનસ પુરૂષ વર્કર્સ કરતા 2.1 ટકા ઓછું ચૂકવવામાં આવે છે. અહીં મહિલાઓને આપવામાં આવતું બોનસ પુરુષોની સરખામણીએ સરેરાશ 34.8 ટકા ઓછું હતું. જો કે, 2018 દરમિયાન, મહિલા કામદારોને પુરૂષો કરતાં સરેરાશ 0.9 ટકા ઓછો પગાર આપવામાં આવ્યો હતો અને બોનસ પગાર તે સમયે 40 ટકા ઓછો હતો.
પુરૂષ કર્મચારીઓ કેટલી કમાણી કરે છે
બિઝનેસ ઈનસાઈડરના રિપોર્ટ અનુસાર, મેટા કર્મચારીઓનો બેઝિક પગાર દર વર્ષે $150,000 અથવા 12,279,523 રૂપિયાથી શરૂ થાય છે. વાર્ષિક ધોરણે, આયર્લેન્ડમાં મેટાના પુરૂષ કર્મચારીઓ $23,000 થી વધુ કમાણી કરી રહ્યા છે. જ્યારે યુકેમાં પુરૂષ કર્મચારીઓ મહિલા કર્મચારીઓ કરતાં લગભગ $3,000 વધુ કમાય છે.
નોંધનીય છે કે, Facebookની પેરેન્ટ કંપની Meta Platforms Inc. હજારો કર્મચારીઓની છટણી કરવાની તૈયારી કરી રહી છે. આ નવા રાઉન્ડનું સોર્ટિંગ આ સપ્તાહમાં જ થઈ શકે છે. બ્લૂમબર્ગના રિપોર્ટમાં સોમવારે કહેવામાં આવ્યું છે કે વિશ્વની સૌથી મોટી સોશિયલ નેટવર્કિંગ કંપની વધુ કર્મચારીઓની છટણી કરી રહી છે.
નવેમ્બરમાં, આ કંપનીએ 13 ટકા કર્મચારીઓને કાઢી મૂક્યા હતા. વૈશ્વિક સ્તરે મંદીના ભય અને કંપનીની આવકમાં ઘટાડાને ધ્યાનમાં રાખીને કંપનીએ કર્મચારીઓની છટણી કરી હતી. મેટાએ 11 હજાર કર્મચારીઓને કાઢીને સૌથી મોટી છટણી કરી હતી.