Enemy Property : તો શું તમે આ પ્રકારની સંપત્તિના છો માલિક તો સાવધાન? મોદી સરકાર ભરશે આકરા પગલા
શત્રુઓની મિલકતોને ઓળખ્યા બાદ હવે સરકાર દ્વારા તેમને કબજામાંથી મુક્ત કરાવવા અભિયાન ચલાવવામાં આવશે.
Government Decision on Enemy Property: છેલ્લા કેટલાક સમયથી પ્રોપર્ટીમાં કરવામાં આવેલું રોકાણ સૌથી સુરક્ષિત માનવામાં આવે છે. માટે જ પ્રોપર્ટીના ભાવમાં ઝડપથી વધારો થયો છે અને રોકાણ પણ વધ્યું છે. પરંતુ જો તમે ભૂલથી દુશ્મનની મિલકતો લઈ લીધી હોય અને તેના માલિક બની ગયા છો સાવધાન. જો દુશ્મનની કોઈ મિલકત પર કબજો કર્યો હોય તો પણ સાવધાન રહેવાની જરૂર છે. મોદી સરકાર દેશની શત્રુ સંપત્તિઓ વિરૂદ્ધ કડક પગલાં લેવા જઈ રહી છે.
કબજા મુક્તિ બાદ થશે હરાજી
શત્રુઓની મિલકતોને ઓળખ્યા બાદ હવે સરકાર દ્વારા તેમને કબજામાંથી મુક્ત કરાવવા અભિયાન ચલાવવામાં આવશે. જો કોઈ જમીન પર બાંધકામ કરવામાં આવ્યું હશે તો તેને પણ સરકાર દ્વારા અતિક્રમણ મુક્ત કરવામાં આવશે. આ માટે સરકાર ઘર, દુકાન કે પ્લોટની હરાજી કરશે. સરકાર એ વિકલ્પ પર પણ વિચાર કરી રહી છે કે, જો કોઈ વ્યક્તિ અથવા તેનો પરિવાર દુશ્મન સંપત્તિ પર કબજો હોય તો તેને હરાજીમાં ખરીદવાનો પહેલો અધિકાર તે વ્યક્તિને જ આપવામાં આવશે.
દેશમાં કુલ 12 હજાર 615 શત્રુ સંપત્તિ
હરાજીમાં મિલકત ખરીદ્યા બાદ શત્રુ સંપત્તિને કાયદેસર રીતે ખરીદી પોતાની પાસે રાખી શકશો. શત્રુ સંપત્તિને અતિક્રમણ મુક્ત કરવાની પ્રક્રિયા સૌથી પહેલા ઉત્તર પ્રદેશના નોઈડા અને ગ્રેટર નોઈડાથી હાથ ધરવામાં આવશે. દેશના દુશ્મનોની મોટાભાગની મિલકતો ઉત્તર પ્રદેશમાં છે. દેશભરમાં કુલ 12 હજાર 615 દુશ્મન પ્રોપર્ટીની ઓળખ કરવામાં આવી છે. પરંતુ સૌથી વધુ 6255 દુશ્મન પ્રોપર્ટી યુપીમાં છે. તેમાંથી 3797 દુશ્મન સંપત્તિની ઓળખ કરી લેવામાં આવી છે. યુપી બાદ સૌથી વધુ શત્રુ સંપત્તિ પશ્ચિમ બંગાળમાં છે.
દુશ્મન મિલકત શું છે
દેશના ભાગલા સમયે કે પછી 1962, 65 અને 1971ના યુદ્ધમાં એવા લોકો જે દેશ છોડીને પાકિસ્તાનમાં સ્થાયી થયા હતા. બીજા દેશમાં જવાને કારણે તેમની મિલકત, મકાન, દુકાન કે જમીન ભારતમાં રહી ગઈ. તેને શત્રુ સંત્તિ કહેવામાં આવે છે. સરકાર દ્વારા દરેક રાજ્યમાં હજારો શત્રુ સંપત્તિની ઓળખ કરવામાં આવી છે. 1962ના સંરક્ષણ અધિનિયમ હેઠળ સરકારને શત્રુની મિલકતો જપ્ત કરવાનો અધિકાર છે.