શોધખોળ કરો
Advertisement
ન્યૂયોર્કમાં સારવાર કરાવી રહેલા રીષિ કપૂરને મળવા પહોંચ્યા મુકેશ-નીતા અંબાણી, જુઓ તસવીરો
રીષિ કપૂરે તેના ટ્વિટર હેન્ડલ પરથી મુકેશ અંબાણી, નીતા અંબાણી સાથેની તસવીર શેર કરી છે. તેણે લખ્યું તમારા પ્રેમ માટે આભાર.
ન્યૂયોર્કઃ રીષિ કપૂર ઘણા લાંબા સમયથી ન્યૂયોર્કમાં તેની બીમારીની સારવાર કરાવી રહ્યા છે. બોલીવુડના અનેક કલાકારો તેમને મળવા અને ખબર અંતર પૂછવા ગયા છે. આમિર ખાન, દીપિકા પાદૂકોણ, વિક્કી કૌશલ સહિત અનેક સ્ટાર સમય કાઢીને તેમને મળવા ન્યૂયોર્ક જાય છે. તાજેતરમાં જ ભારતના ટોચના ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી અને નીતા અબાણી પહોંચ્યા હતા.
નીતૂએ સોશિયલ મીડિયા પર રીષિ કપૂર સાથે સંકળાયેલ તમામ નાનું-મોટું અપડેટ આપતી રહે છે. સારવાર દરમિયા ખુદને વ્યસ્ત રાખવા માટે રીષિ કપૂર પણ એક્ટિવ રહે છે. રીષિ કપૂરે તેના ટ્વિટર હેન્ડલ પરથી મુકેશ અંબાણી, નીતા અંબાણી સાથેની તસવીર શેર કરી છે. તેણે લખ્યું તમારા પ્રેમ માટે આભાર.
રીષિએ બે તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેમાં પ્રથમ તસવીરમાં રીષિ કપૂર, નીતૂ કપૂર કપૂર, મુકેશ અંબાણી અને નીતા અંબાણી નજરે પડી રહ્યા છે. જ્યારે બીજી તસવીરમાં મુકેશ અંબાણી સાથે રીષિ કપૂર નજરે પડે છે.Thank you for all the love you showered. pic.twitter.com/PAIpW4cgez
— Rishi Kapoor (@chintskap) May 19, 2019
રીષિ કપૂરની આ લેટેસ્ટ તસવીર જોઇને અંદાજો લગાવી શકાય છે કે તેઓ પહેલાથી વધારે ઝડપથી રિકવર થઈ રહ્યા છે.Thank you for seeing us Mukesh and Neeta. We also love you. pic.twitter.com/bYzi5Bt9N5
— Rishi Kapoor (@chintskap) May 19, 2019
Thank you for visiting us dear @bomanirani and being a Santa Claus with all those presents. Wish you all the success for your first directorial venture. pic.twitter.com/36tQzwEDMQ
— Rishi Kapoor (@chintskap) May 15, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
અમદાવાદ
બિઝનેસ
Advertisement