શોધખોળ કરો
Advertisement
આટલા મોટા બિઝનેસમેન છતાં પણ મુકેશ-નીતા અંબાણીએ જાતે બહાર જઈને મહેમાનોનું સ્વાગત કર્યું
મુંબઈઃ મુંબઈમાં આવેલા જીયો વર્લ્ડ સેન્ટર ખાતે 9 માર્ચે આકાશ અંબાણીના લગ્ન શ્લોકા મહેતા સાથે થયા હતાં. આ લગ્નમાં અનેક જાણીતી હસ્તીઓ સામેલ થઈ હતી. એટલું જ નહીં અંબાણી પરિવારે દરેક મહેમાનોનું જાતે જ ધ્યાન રાખ્યું હતું. લગ્નમાં વિદેશી મહેમાનોને આવકારવા માટે મુકેશ-નીતા અંબાણી વેન્યૂની બહાર સુધી આવ્યા હતાં અને તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું.
યુએનના પૂર્વ સેક્રેટરી બાન કી મૂન પત્ની સાથે આકાશ અંબાણીના લગ્નમાં સામેલ થયા હતાં. જ્યારે તેઓ લગ્ન સ્થળે આવ્યા ત્યારે મુકેશ-નીતા અંબાણી બહાર આવ્યા હતાં અને તેમણે બંનેએ હાથ જોડીને ઝૂકીને પ્રણામ કર્યાં હતાં. ત્યારબાદ ગળે મળીને ફોટો પડાવ્યો હતો અને આદર સાથે અંદર લઈ ગયા હતાં. આ ઉપરાંત વિદેશી મહેમાનું મુકેશ-નીતા અંબાણીએ ભવ્ય સ્વાગત કર્યું હતું.
લગ્નમાં પૂર્વ પીએમ દેવગૌડા, પૂર્વ કેન્દ્રિય મંત્રી સુશીલ શિંદે, કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાની, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, બિઝનેસમેન આનંદ મહિન્દ્રા, લક્ષ્મી મિત્તલ, રતન ટાટા સહિતની હસ્તીઓ સામેલ થઈ હતી.
બોલિવૂડમાંથી કરન જોહર, આમિર ખાન-કિરણ રાવ, વિદ્યા બાલન, ટાઈગર શ્રોફ-દિશા પટની, જેકી શ્રોફ, મનિષ મલ્હોત્રા, રણબિર કપૂર, અયાન મુખર્જી, આલિયા ભટ્ટ, જાહન્વી કપૂર અને પ્રિયંકા ચોપરા હાજર રહી હતી.
આ ઉપરાંત દીપિકા-રણવિર, સિદ્ધાર્થ મલ્હોત્રા, બચ્ચન પરિવાર, સલમાન ખાન, શાહરૂખ-ગૌરી, રાજકુમાર હિરાની, અનુ મલિક, વિધુ વિનોદ ચોપરા, શંકર મહાદેવન, મિકા સિંહ, સચિન તેંડુલકર, હાર્દિક-કુનાલ પંડ્યા, ઝહિર ખાન, પાર્થિવ પટેલ, યુવરાજ સિંહ સહિતના સેલેબ્સ જોવા મળ્યાં હતાં.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દુનિયા
સુરત
Advertisement