નવી દિલ્હીઃ ઓકિનાવા સ્કૂટર્સે ભારતમાં ધીમી ગતિથી દોડતા ઈલેક્ટ્રિક સ્કૂટર ઓકિનાવા લાઇટ લોન્ચ કરી દીધું છે, આ ઈ સ્કૂટરની કિંમત 59,990 રૂપિયા રાખવામાં આવી છે. આ નવું ઈલેકટ્રિક સ્કૂટર યુવાઓ અને મહિલાઓ માટે બનાવવામાં આવ્યું છે. સ્કૂટર યૂઝર ફ્રેન્ડલી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. વ્હાઇટ અને બ્લૂ એમ બે કલરમાં આ સ્કૂરટર લોન્ચ કરવામાં આવ્યું છે.
2/3
નવી ઓકિનાવા લાઇટ ઇલેક્ટ્રિક સ્કૂટર હેઝાર્ડ ફંકશન, પાછળ બેસનાર માટે ઇનબિલ્સ ફટરેસ્ટ અને LED સ્પીડોમીટર જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. આ સ્કૂરટર LED હેડલાઇટ, LED વિંકર્સ, સ્ટાઇલિશ LED ટેલલેંપ, ઓટોમેટિક ઇલેકટ્રોનિક હેંડલ, સેલ્ફ સ્ટાર્ટ પુશ બટન અને સ્ટીલ ફ્રેમ બોડી આપવામાં આવી છે. આ ઇલેક્ટ્રિક સ્કૂરટમાં 17 ઈંચના કંપાર્ટમેંટ બોક્સ પણ આપવામાં આવ્યું છે.
3/3
ઓકિનાવા લાઇટની મોટર અને બેટરી પર કંપની 3 વર્ષની વોરંટી આપે છે. ઓકિનાવા લાઇટમાં 250 Watt, BLDC ઇલેકટ્રિક વોટરપ્રૂફ મોટર લાગેલી છે, જે 40 V, 1.25 kWh લીથિયમ-આયન બેટરીથી સજ્જ છે. આ ઇલેક્ટ્રિક સ્કૂટરની ટોપ સ્પીડ 25 કિમી/કલાક છે અને બેટરી ફૂલ ચાર્જ થયા બાદ 50-60 કિમી દોડાવી શકાય છે. બેટરી ફૂલ ચાર્ડ થવામાં 4 થી 5 કલાકનો સમય લાગે છે. કંપનીએ ઇલેકટ્રિક સ્કૂટરમાં એલ્યુમિનિયમ અલૉય વ્હીલ્સ અને ઇ-એબીએસ પણ આપ્યા છે. જે રિજનરેટિવ બ્રેકિંગ સાથે આવે છે.