શોધખોળ કરો

One Nation One Rate: આખા દેશમાં એક જ હશે ગોલ્ડના રેટ, જલદી થવા જઇ રહ્યો છે મોટો ફેરફાર

One Nation One Rate: દેશના વિવિધ શહેરોમાં સોના-ચાંદીના ભાવ પણ અલગ-અલગ હોય છે

One Nation One Rate: દેશના વિવિધ શહેરોમાં સોના-ચાંદીના ભાવ પણ અલગ-અલગ હોય છે. દરેક રાજ્યના અલગ-અલગ ટેક્સ ઉપરાંત, સોના-ચાંદીના દરમાં બીજી ઘણી વસ્તુઓ પણ ઉમેરવામાં આવે છે. આ કારણે રાજ્યોમાં આ કીમતી ધાતુઓના ભાવ પણ અલગ-અલગ હોય છે. જો કે હવે દેશમાં મોટો બદલાવ આવવાનો છે. ટૂંક સમયમાં જ સમગ્ર દેશમાં 'વન નેશન, વન રેટ' નીતિ લાગુ થવા જઈ રહી છે. આ પછી જો તમે દેશમાં ક્યાંય પણ સોનું ખરીદો છો તો તમને સમાન દર મળશે. જો આમ થશે તો સોનાના વેપારીઓ અને જ્વેલર્સ માટે પણ સરળ બનશે. દેશભરના તમામ મોટા જ્વેલર્સ પણ આને લાગુ કરવા સહમત થયા છે.

જેમ એન્ડ જ્વેલરી કાઉન્સિલ પણ સમર્થનમાં આવ્યું

જેમ એન્ડ જ્વેલરી કાઉન્સિલ (GJC) એ પણ સોનાના ભાવને નિયંત્રિત કરવા માટે લાવવામાં આવેલી 'વન નેશન વન રેટ' નીતિને સમર્થન આપ્યું છે. તેનો ઉદ્દેશ્ય સમગ્ર દેશમાં સોનાની સમાન કિંમતો રાખવાનો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સપ્ટેમ્બર 2024માં યોજાનારી બેઠકમાં આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે. જોકે, આ પોલિસી લાગુ કર્યા બાદ પડકારોનો સામનો કરવા માટે ગોલ્ડ ઈન્ડસ્ટ્રી નવી યોજનાઓ બનાવી રહી છે.

વન નેશન, વન રેટ પોલિસીથી શું બદલાવ આવશે?

આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં સોનાની કિંમતો સમાન કરવા માંગે છે. આ પોલિસીના અમલ પછી તમે દિલ્હી, મુંબઈ, ચેન્નઈ અથવા કોલકાતા જેવા મેટ્રો શહેરમાં હોવ અથવા નાના શહેરમાં સોનું ખરીદો તમારે સમાન કિંમત ચૂકવવી પડશે. આ નીતિ હેઠળ સરકાર નેશનલ બુલિયન એક્સચેન્જ બનાવશે જે દરેક જગ્યાએ સોનાની સમાન કિંમતો નક્કી કરશે. તેમજ જ્વેલર્સે આ ભાવે સોનું વેચવું પડશે.

સોનાના ભાવ ઘટી શકે છે, જ્વેલર્સ પર પણ નિયંત્રણ રહેશે

આ નીતિના અમલીકરણથી બજારમાં પારદર્શિતા વધશે. સોનાના ભાવમાં તફાવતને કારણે તેની કિંમતો પણ ઘટી શકે છે. આ ઉપરાંત સોનાના વેચાણ માટે ક્યારેક મનસ્વી ભાવ વસૂલનારા જ્વેલર્સ પર પણ અંકુશ આવશે. નોંધનીય છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં સોનાના ભાવમાં ધરખમ વધારો થયો છે. હાલમાં 24 કેરેટ શુદ્ધ સોનાની કિંમત 74000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.           

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Jharkhand News: ઝારખંડમાં નવાજૂનીના એંધાણ, ધારાસભ્યો સાથે  ચંપાઈ સોરેનના દિલ્હીમાં ધામા, બીજેપીમાં જોડાવાની અટકળો તેજ

શું રાહુલ ગાંધીએ લંડનમાં બાંગ્લાદેશી નેતા ખાલિદા જિયાના દીકરા સાથે કરી હતી મુલાકાત ? સામે પિત્રોડાએ આપ્યો જવાબ

Jaipur News: જયપુરની બે હૉસ્પિટલોને બૉમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, મચી અફડાતફડી, પોલીસ ઘટનાસ્થળ પર...

Gandhinagar: વડોદરાવાસીઓ માટે ખુશખબર! સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનો રસ્તો 381 કરોડના ખર્ચે બનશે હાઈસ્પીડ કોરીડોર

ABP Premium

વિડિઓઝ

Dholera News | આપણને કોઈ વાર કરવા આવે તો તેને પાડી દો | ભાષણ આપનાર નિરૂભાઈએ શું કર્યો ખુલાસો?Kolkata Doctor Case | ટ્રેની ડોક્ટર સાથે દુષ્કર્મ બાદ ક્રુરતા પૂર્વક હત્યા કરનાર કોણ છે આ નરાધમ?Amit Shah In Ahmedabad | આજે અમદાવાદમાં અમિત શાહ, જાણો શું છે આજનું શિડ્યુઅલ?Dholera News | ‘ગાડીઓમાં ધોકા રાખો, સામે આવે તો પાડી દો..’MLAની સામે જ થયું ઉશ્કેરણીજનક ભાષણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand News: ઝારખંડમાં નવાજૂનીના એંધાણ, ધારાસભ્યો સાથે  ચંપાઈ સોરેનના દિલ્હીમાં ધામા, બીજેપીમાં જોડાવાની અટકળો તેજ
Jharkhand News: ઝારખંડમાં નવાજૂનીના એંધાણ, ધારાસભ્યો સાથે ચંપાઈ સોરેનના દિલ્હીમાં ધામા, બીજેપીમાં જોડાવાની અટકળો તેજ
શું રાહુલ ગાંધીએ લંડનમાં બાંગ્લાદેશી નેતા ખાલિદા જિયાના દીકરા સાથે કરી હતી મુલાકાત ? સામે પિત્રોડાએ આપ્યો જવાબ
શું રાહુલ ગાંધીએ લંડનમાં બાંગ્લાદેશી નેતા ખાલિદા જિયાના દીકરા સાથે કરી હતી મુલાકાત ? સામે પિત્રોડાએ આપ્યો જવાબ
Jaipur News: જયપુરની બે હૉસ્પિટલોને બૉમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, મચી અફડાતફડી, પોલીસ ઘટનાસ્થળ પર...
Jaipur News: જયપુરની બે હૉસ્પિટલોને બૉમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, મચી અફડાતફડી, પોલીસ ઘટનાસ્થળ પર...
Gandhinagar: વડોદરાવાસીઓ માટે ખુશખબર! સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનો રસ્તો 381 કરોડના ખર્ચે બનશે હાઈસ્પીડ કોરીડોર
Gandhinagar: વડોદરાવાસીઓ માટે ખુશખબર! સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનો રસ્તો 381 કરોડના ખર્ચે બનશે હાઈસ્પીડ કોરીડોર
Nuclear Weapon: ભારતના પરમાણુ હથિયારો વિશેની માહિતી લીક! જાણો યોગના ફોટો સાથે શું છે કનેક્શન

Virat Kohli: આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિરાટના 16 વર્ષ પુરા, આજના જ દિવસે 'કિંગ કોહલી'એ કર્યુ હતુ ડેબ્યૂ

કોલકાતા કાંડ પછી ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવેથી રાજ્યોએ દર 2 કલાકે આ રિપોર્ટ આપવો પડશે

બકરી વેચવાની ના પાડતા કળિયુગના પુત્રે માતાને મોતને ઘાટ ઉતારી, હથોડાથી મારી મારીને હત્યા કરી

Embed widget