OpenAI: સેમ ઓલ્ટમેનની OpenAIમાં થશે વાપસી, કંપનીએ ટ્વિટ કરીને CEO બનાવવા માટે કરી જાહેરાત
OpenAI ના સહ-સ્થાપક સેમ ઓલ્ટમેન અને ગ્રેગ બ્રોકમેનનું માઈક્રોસોફ્ટમાં જવાનું હજુ પણ નિશ્ચિત નથી
OpenAI ના સહ-સ્થાપક સેમ ઓલ્ટમેન અને ગ્રેગ બ્રોકમેનનું માઈક્રોસોફ્ટમાં જવાનું હજુ પણ નિશ્ચિત નથી. જો બોર્ડના સભ્યો જેમણે તેમને બરતરફ કર્યા છે તેઓ પદ છોડે છે તો તેઓ બંન્ને OpenAIમાં પરત ફરશે અને ઓલ્ટમેન ફરીથી કંપનીના સીઇઓ બનશે. એક રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો હતો.
જો કે, સેમ ઓલ્ટમેન હવે OpenAI માં વાપસી કરી રહ્યા છે. કંપનીએ આ જાણકારી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આપી છે. વાસ્તવમાં સેમ ઓલ્ટમેનને હટાવવામાં આવ્યા પછી ઘણા OpenAI કર્મચારીઓ રાજીનામું આપવા તૈયાર હતા.
કંપનીએ લખ્યું હતું કે અમે નવા બોર્ડ સાથે ઓપનએઆઈના સીઈઓ તરીકે સેમ ઓલ્ટમેનની વાપસી માટે સૈદ્ધાંતિક કરાર પર પહોંચ્યા છીએ. આ બોર્ડમાં Bret Taylor (Chair), Larry Summers અને Adam D'Angelo નો સમાવેશ થાય છે. અમે અન્ય વિગતો માટે અમે સંપર્ક કરી રહ્યા છીએ. આ સમય દરમિયાન તમારી ધીરજ બદલ આભાર.
We have reached an agreement in principle for Sam Altman to return to OpenAI as CEO with a new initial board of Bret Taylor (Chair), Larry Summers, and Adam D'Angelo.
— OpenAI (@OpenAI) November 22, 2023
We are collaborating to figure out the details. Thank you so much for your patience through this.
OpenAIમાંથી ઓલ્ટમેન અને બ્રોકમેનને હટાવ્યા બાદ સોમવારે માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલાએ કહ્યું હતું કે બંન્ને માઇક્રોસોફ્ટમાં જોડાશે. આ બંને માઈક્રોસોફ્ટની નવી એડવાન્સ્ડ એઆઈ રિસર્ચ ટીમનું નેતૃત્વ કરશે. આ ઉપરાંત કેટલાક કર્મચારીઓ પણ જોડાશે. બાદમાં OpenAI ના 700 કર્મચારીઓમાંથી 500એ બોર્ડને પત્ર લખીને ચેતવણી આપી હતી કે તેઓ ઓલ્ટમેનને પાછા લાવે નહીંતર તેઓ પણ કંપની છોડી દેશે.
જ્યારે નડેલાને એક ટીવી ઈન્ટરવ્યૂમાં ઓલ્ટમેન અને ઓપનએઆઈ કર્મચારીઓ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, 'તે OpenAI બોર્ડ, મેનેજમેન્ટ અને કર્મચારીઓને પસંદ કરવાનું છે. હું બંને વિકલ્પો માટે તૈયાર છું. માઇક્રોસોફ્ટ સતત નવીનતા લાવવા માંગે છે. આ માટે તેણે OpenAI સાથે ભાગીદારી કરી છે.
ઓપનએઆઈમાંથી સહ-સ્થાપક સેમ ઓલ્ટમેનને હટાવવાનો નિર્ણય એઆઈની દુનિયામાં હલચલ મચાવી રહ્યો છે. આ કંપનીના બોર્ડમાં ઓલ્ટમેન સહિત 6 લોકો સામેલ હતા, જેમાંથી ત્રણને બોર્ડમાંથી હટાવી દેવામાં આવ્યા હતા.