સાવધાન! આ લોકોના PAN કાર્ડ રદ થઈ જશે, શું તમે પણ આ ભૂલ કરી છે? જાણો વિગત
PAN Aadhaar linking deadline: આવકવેરા વિભાગ (Income Tax Department) ના કડક નિયમો મુજબ, જે નાગરિકોના પાન કાર્ડ આધાર સાથે લિંક નથી, તે નવા વર્ષના પ્રથમ દિવસથી એટલે કે 1 January 2026 થી નિષ્ક્રિય થઈ જશે.

PAN Aadhaar linking deadline: નવા વર્ષની ઉજવણી પહેલા દેશના કરોડો કરદાતાઓ માટે એક મહત્વની ચેતવણી છે. જો તમે હજુ સુધી તમારા પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક (PAN-Aadhaar Linking) નથી કર્યું, તો તમારી પાસે હવે ગણતરીના દિવસો જ બાકી છે. ઈન્કમ ટેક્સ વિભાગના નિયમો અનુસાર, 31 December સુધીમાં આ પ્રક્રિયા પૂર્ણ નહીં કરનાર નાગરિકોનું પાન કાર્ડ નિષ્ક્રિય એટલે કે રદ (Inoperative) થઈ જશે. આ પછી તમે બેંકિંગ વ્યવહારો કે ટેક્સ રિટર્ન ફાઈલ કરી શકશો નહીં.
1 January 2026 થી કાર્ડ બની જશે માત્ર પ્લાસ્ટિકનો ટુકડો
આવકવેરા વિભાગ (Income Tax Department) ના કડક નિયમો મુજબ, જે નાગરિકોના પાન કાર્ડ આધાર સાથે લિંક નથી, તે નવા વર્ષના પ્રથમ દિવસથી એટલે કે 1 January 2026 થી નિષ્ક્રિય થઈ જશે. આ નિયમ ખાસ કરીને એવા લોકો પર લાગુ પડે છે જેમના પાન કાર્ડ 1 October 2024 પછી ઈશ્યુ કરવામાં આવ્યા હતા. તેથી, છેલ્લી ઘડીની રાહ જોયા વગર આજે જ તમારું સ્ટેટસ ચેક કરી લેવું હિતાવહ છે.
આર્થિક વ્યવહારોમાં થશે મોટી મુશ્કેલી
જો તમારું પાન કાર્ડ નિષ્ક્રિય (Inoperative PAN) થઈ જશે, તો તેની સીધી અસર તમારા નાણાકીય વ્યવહારો પર પડશે.
- બેંકિંગ: નવું બેંક ખાતું ખોલાવવા, મોટી રકમ ટ્રાન્સફર કરવા કે લોન લેવામાં મુશ્કેલી પડશે.
- ટેક્સ: તમે ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR Filing) ભરી શકશો નહીં અને તમારું રિફંડ પણ અટકી શકે છે.
- રોકાણ: મ્યુચ્યુઅલ ફંડ કે શેરબજારમાં રોકાણ અટકી જશે. પાન કાર્ડ માત્ર ટેક્સ ડોક્યુમેન્ટ નથી, પણ તે હવે ડિજિટલ ટ્રાન્ઝેક્શન (Digital Transactions) અને ઓળખ માટે અનિવાર્ય છે.
₹1,000 દંડ ભરીને ઘરે બેઠા કરો લિંક
જો તમારું કાર્ડ લિંક નથી, તો ગભરાવાની જરૂર નથી. તમે હજુ પણ લેટ ફી (Late Fee) ભરીને તેને એક્ટિવ રાખી શકો છો.
સૌ પ્રથમ ઈન્કમ ટેક્સની સત્તાવાર ઈ-ફાઈલિંગ પોર્ટલ (E-filing Portal) પર જાઓ.
ત્યાં 'Link Aadhaar' વિકલ્પ પર ક્લિક કરો.
તમારો પાન અને આધાર નંબર દાખલ કરીને 'Validate' કરો.
જો લિંક હશે તો મેસેજ આવશે, નહીંતર તમારે ₹1,000 નો દંડ ભરીને OTP દ્વારા આ પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. યાદ રાખો, 31 December પછી આ તક પણ હાથમાંથી સરી જઈ શકે છે, તેથી આજે જ આ કામ પૂર્ણ કરો.





















