Boarding Pass Fees: ફ્લાઇટમાં મુસાફરી કરનારાઓ માટે મોટા સમાચાર! બોર્ડિંગ પાસ માટે મુસાફરોએ કોઈ ફી ચૂકવવી પડશે નહીં
આ બાબતે, નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ટ્વીટ કરીને માહિતી આપી છે કે તે MoCA ના ધ્યાન પર આવ્યું છે કે મુસાફરો પાસેથી બોર્ડિંગ પાસ માટે અલગથી ચાર્જ લેવામાં આવે છે.
No Extra Fees for Boarding Pass: ફ્લાઈટમાં મુસાફરી કરતા લોકો માટે મોટા સમાચાર છે. હવે મુસાફરોએ એરપોર્ટ ચેક-ઇન કાઉન્ટર પર બોર્ડિંગ પાસ મેળવવા માટે અલગથી ફી ચૂકવવી પડશે નહીં. આ બાબતે માહિતી આપતા, નાગરિક ઉડ્ડયન મંત્રાલયે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી આ મામલે ટ્વિટ કરીને માહિતી આપી છે. મંત્રાલયે એરલાઈન્સને આદેશ આપ્યો છે કે બોર્ડિંગ પાસના નામે મુસાફરો પાસેથી કોઈ વધારાની ફી લેવામાં આવશે નહીં. જણાવી દઈએ કે ઉડ્ડયન મંત્રાલયને માહિતી મળી હતી કે એરલાઈન્સ કંપનીઓ ચેક-ઈન કાઉન્ટર પર બોર્ડિંગ પાસ માટે મુસાફરો પાસેથી અલગથી ચાર્જ વસૂલે છે.
બોર્ડિંગ પાસ માટે કંપનીઓ ફી વસૂલે છે
નોંધનીય છે કે એરલાઇન્સ મુસાફરોને બોર્ડિંગ પાસ આપવા માટે 200 રૂપિયાનો વધારાનો ચાર્જ વસૂલે છે. અગાઉ, આ મામલો નાગરિક ઉડ્ડયન મંત્રાલયના ધ્યાન પર આવ્યો હતો, ત્યારબાદ મંત્રાલયે આ બાબતને ધ્યાનમાં લેતા સ્પષ્ટ કર્યું હતું કે હવે એરલાઇન્સ કંપનીઓ મુસાફરોને બોર્ડિંગ પાસ આપવા માટે કોઈ ફી વસૂલ કરી શકશે નહીં.
નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા ટ્વીટ કરીને આપવામાં આવેલી માહિતી
આ બાબતે, નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ટ્વીટ કરીને માહિતી આપી છે કે તે MoCA ના ધ્યાન પર આવ્યું છે કે મુસાફરો પાસેથી બોર્ડિંગ પાસ માટે અલગથી ચાર્જ લેવામાં આવે છે. આવી સ્થિતિમાં, ઉડ્ડયન નિયમો, 1937 (એરક્રાફ્ટ નિયમો, 1937) અનુસાર, એરલાઇન્સ મુસાફરો પાસેથી બોર્ડિંગ પાસ માટે કોઈ અલગ ફી વસૂલ કરી શકતી નથી.
It has come to the notice of MoCA that airlines are charging additional amount for issuing boarding passes from the passengers. This aditional amount is not in accordance with the instructions given in the aforesaid order or as per extant provisions of Aircraft Rules, 1937. pic.twitter.com/nf3IC5uOQJ
— MoCA_GoI (@MoCA_GoI) July 21, 2022
વિમાનમાં ખરાબી અંગે મંત્રાલય ગંભીર
તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક વર્ષોમાં વિમાનોમાં ઘણી ટેકનિકલ ખામીઓ સામે આવી છે. આ મામલાને ગંભીરતાથી લઈને ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ રવિવારે એક બેઠક યોજી છે. આ સાથે જ કંપનીઓને મુસાફરોની સુરક્ષા સાથે કોઈપણ પ્રકારે બાંધછોડ ન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.