Paytm: Paytm FASTagને કેવી રીતે કરશો ડિએક્ટિવેટ , જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા?
Paytm FASTag:આ વચ્ચે ભારતીય રિઝર્વ બેન્કે પેટીએમ પેમેન્ટ્સ બેન્ક વિરુદ્ધ કાર્યવાહી કરી છે
Paytm FASTag: 2016માં નોટબંધી બાદથી પેટીએમ આપણી લાઇફનો હિસ્સો બની ગયું છે. નાના-મોટા પેમેન્ટથી લઇને ફાસ્ટેગ સુધી તમામ કામ માટે લોકો પેટીએમનો ઉપયોગ કરે છે. મોટાભાગની ગાડીઓમાં પેટીએમ દ્ધારા જાહેર કરાયેલ ફાસ્ટેગ જોવા મળે છે. આ વચ્ચે ભારતીય રિઝર્વ બેન્કે પેટીએમ પેમેન્ટ્સ બેન્ક વિરુદ્ધ કાર્યવાહી કરી છે. આ કાર્યવાહીથી પેટીએમની ફાસ્ટેગ સહિતની તમામ સર્વિસ પ્રભાવિત થશે. તો આવો જાણીએ જેની પાસે પેટીએમ ફાસ્ટેગ છે તેનું શું થશે.
શું ફાસ્ટેગને પોર્ટ કરાવી શકાય છે? શું તેને ડિએક્ટિવેટ કરાવી શકાય છે. તે સિવાય સૌથી મહત્વનો સવાલ એ છે કે કોઇ બીજુ ફાસ્ટેગ કેવી રીતે લઇ શકીએ છીએ. આરબીઆઇએ 31 જાન્યુઆરીએ પોતાના આદેશમા કહ્યું હતું કે પેટીએમ પેમેન્ટ્સ બેન્કે 29 ફેબ્રુઆરી બાદ ગ્રાહકોના એકાઉન્ટ, વોલેટ અને ફાસ્ટેગ અને અન્ય પ્રોડક્ટમાં જમા અથવા ટોપઅસ સ્વીકારવાનું બંધ કરવું પડશે.
તમારા પેટીએમ ફાસ્ટેગને ડિએક્ટિવેટ કેવી રીતે કરશો
- ફાસ્ટેગ પેટીએમ પોર્ટલ પર લોગઇન કરો. જેમાં યુઝર આઇડી, વોલેટ આઇડી અને પાસવર્ડ એન્ટર કરવો પડશે.
- હવે ફાસ્ટેગ નંબર, રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અને વેરિફિકેશન માટે જરૂરી અન્ય જાણકારીઓ આપો.
- પેજને નીચે સ્કોલ કરો અને હેલ્પ એન્ડ સપોર્ટ વિકલ્પ પર ક્લિક કરો.
- હવે Need Help With Non-Order Related Queries પર ટેપ કરો
- ત્યારબાદ ફાસ્ટેગ પ્રોફાઇલ અપડેટ કરવા સંબંધિત ક્વેરિ વિકલ્પ પસંદ કરો
- અહીં આઇ વોન્ટ ટૂ ક્લોઝ માય ફાસ્ટેગ વિકલ્પ પસંદ કરો અને આગળની સૂચનાઓનું પાલન કરો.
યાદ રાખો કે એક વાર ડિએક્ટિવેટ થયા બાદ તમે તે ફાસ્ટેગને ફરીથી એક્ટિવ કરાવી શકશો નહી.
પોતાના ફાસ્ટેગને પેટીએમથી પોર્ટ કેવી રીતે કરશો
-પેટીએમમાંથી ફાસ્ટેગને પોર્ટ અથવા ટ્રાન્સફર કરવા માટે એ બેન્કના કસ્ટમર કેરને કોલ કરો જેમાંથી તમે તમારુ ફાસ્ટેગ ટ્રાન્સફર કરી રહ્યા છો
-તેમને જણાવો કે તમે સ્વિચ કરવા માંગો છો
-જરૂરી જાણકારી આપો. બાદમાં ફાસ્ટેગ પોર્ટ થઇ જશે.