PayTM IPO Launch: ભારતનો સૌથી મોટો આઈપીઓ લાવી રહ્યું છે Paytm, જાણો ક્યારે થશે ઓપન
પેટીએમના સૌથી મોટા રોકાણકારોમાં વોરેન બફેટની કંપની બર્કશાયર હૈથવે, જાપાનની સોફ્ટબેંક, ચીનનું અલીબાબા ગ્રુપ ને એએનટી ગ્રુપ છે.
દેશની સૌથી મોટી ઈ-વોલેટ કંપની પેટીએમ અત્યાર સુધીનો સૌથી મોટો આઈપીઓ લાવવાની યોજના બનાવી રહી છે. આ આઈપીઓ દ્વારા કંપની રોકાણકારો માટે પણ કમાણીની તક લઈને આવી રહી છે. પેટીએમ પ્રાઈમારી માર્કેટમાંથી 3 બિલિયન ડોલર એટલે કે અંદાજે 22,000 કરોડ રૂપિયા મેળવવાની યોજના બનાવી રહી છે. તેના માટે કંપની સપ્ટેમ્બર 2021 પહેલા આઈપીઓ લઈને આવી શકે છે.
બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, વન97 કોમ્યુનિકેશ્સના બોર્ડના ડાયરેક્ટર જે તેની પેરન્ટ કંપની છે, તે 28 મે એટલે કે આજે એક બેઠક કરશે. ત્યાર બાદ આઈપીઓ લાવાવનું નક્કી થશે. આ આઈપીઓ દ્વારા પેટીએમનું મૂલ્યાંકન 25-30 બિલિયન રાખવાનો ટાર્ગેટ છે. જે 1.8 લાખ કરોડથી 2.20 લાખ કરોડની વચ્ચે હશે.
પેટીએમના સૌથી મોટા રોકાણકારોમાં વોરેન બફેટની કંપની બર્કશાયર હૈથવે, જાપાનની સોફ્ટબેંક, ચીનનું અલીબાબા ગ્રુપ ને એએનટી ગ્રુપ છે. આ આઈપીઓમાં ફ્રશ શેયર્સની સાથે સાથે મોર્ગન સ્ટેનલી જેવા મોટા બેન્કર્સને સામેલ કરવામાં આવે તેવી સંભાવના છે. કહેવાય છે કે, મોર્ગન સ્ટેનલી લીડ મેનેજર બનાવની રેસમાં આગળ છે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર, આઈપીઓની પ્રક્રિય જૂન-જુલાઈમાં શરૂ થઈ જશે. જોકે, તેના માટે હજુ સુધી પેટીએમ અથવા આ બેન્કર્સ તરફતી કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.
નોંધનીય છે કે, સેબીના નિયમો અનુસાર, જે પણ કંપની આઈપીઓ લઈને આવે છે તેને પહેલા બે વર્ષમાં 10 ટકા પબ્લિક હોલ્ડિંગ રાખવાનું હોય છે. જ્યારે આગામી પાંચ વર્ષમાં પલ્બિક હોલ્ડિંગ વધારીને 25 ટકા કરવાનું હોય છે એટલે કે 75 ટકા હિસ્સે પ્રમોટર પોતાની પાસે રાખી શકે છે.
પેટીએમના ફાઉન્ડર અ સીઈઓ વિજય શેખર શર્મા વિતેલા એક વર્ષથી રેવન્યૂ વધારવા અને પેટીએમની સર્વિસીસને મોનેટાઈઝ કરવામાં લાગ્યા છે. સ્ટાર્ટઅપે પોતાનો કારોબાર ડિજિટલ પેમેન્ટ્સ બહાર બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ફાઇનાન્શિયલ સર્વિસીસ, વેલ્થ મેનેજમેન્ટ અને ડિજિટલ વોલેટના ક્ષેત્રમાં વિસ્તાર્યું છે. પેટીએમે PhonePe, Google Pay, Amazon Pay અને WhatsApp Payના પડકારનો સફળતાપૂર્વક સામનો કર્યો છે. દેશમાં મર્ચન્ટ પેમેન્ટ્સમાં તેનો બજાર હિસ્સો સૌથી વધારે છે. કંપનીના હાલના બ્લોગ પોસ્ટ અનુસાર પેટીએમના 2 કરોડથી વધારે મર્ચન્ટ પાર્ટનર્સ છે અને તેના યૂઝર દર મહિને 1.4 અબજ ટ્રાન્ઝેક્શન કરે છે. શર્માએ હાલમાં જ કહ્યું હતું કે, પેટીએમ માટે આ વર્ષના પ્રથમ ત્રણ મહિના સૌથી સારા રહ્યા. આ દરમિયાન કોવિડ-10 મહામારીના કારણે ડિજિટલ પેમેન્ટ્માં મોટો ઉછાળો આવ્યો.