શોધખોળ કરો
Advertisement
પેટ્રૉલ-ડિઝલનો ભાવ વધારો ફરી શરૂ, 12 દિવસમાં 2 રૂપિયા 15 પૈસા મોંઘુ થયુ પેટ્રૉલ, જાણો વિગતે
છેલ્લા 12 દિવસમાં એક લીટર પેટ્રૉલની કિંમતમાં 2 રૂપિયા 15 પૈસાનો વધારો થયો છે
નવી દિલ્હીઃ પેટ્રૉલ-ડિઝલની કિંમતોમાં ફરી એકવાર વધારાનો સિલસિલો શરૂ થયો છે. આજે જ દિલ્હીમાં તેલ કંપનીઓએ પેટ્રૉલના ભાવમાં 29 પૈસા અને ડિઝલની કિંમતોમાં 19 પૈસાનો વધારો કરી દીધો છે.
હવે આ નવા વધારા બાદ રાષ્ટ્રીય રાજધાનીમાં એક લીટર પેટ્રૉલ 73 રૂપિયા 91 પૈસા અને ડિઝલ 66 રૂપિયા 93 પૈસાની કિંમત સાથે વેચાઇ રહ્યું છે.
મુંબઇની વાત કરીએ તો પેટ્રૉલ 79 રૂપિયા 57 પૈસા પ્રતિ લીટર અને ડિઝલ 70 રૂપિયા 22 પૈસા પ્રતિ લીટર છે. પેટ્રૉલ-ડિઝલની કિંમતોમાં 11 સપ્ટેમ્બરમાં તેજી દેખાઇ રહી છે, 11 તારીખે એક લીટર પેટ્રૉલની કિંમત દિલ્હીમાં 71 રૂપિયા 76 પૈસા હતી.
છેલ્લા 12 દિવસમાં એક લીટર પેટ્રૉલની કિંમતમાં 2 રૂપિયા 15 પૈસાનો વધારો થયો છે. ડિઝલની વાત કરીએ તો આટલા જ દિવસોમાં 1 રૂપિયો 79 પૈસાનો ડિઝલમાં વધારો થયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement