Petrol Diesel Price: આજે ફરી પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો, મુંબઈમાં પેટ્રોલ 100 રૂપિયાને પાર
વૈશ્વિક સ્તર પર ક્રૂડ ઓઈલની કિંમત ફરીથી વધીને 69 ડોલર પ્રતિ બેરલે પહોંચી ગઈ છે.
કોરોનાના કપરા કાળમાં મધ્મવર્ગને વધુ એક મોંઘવારીનો માર.પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરીએકવાર વધારો થયો છે. આજે પેટ્રોલના ભાવમાં 23 પૈસા અને ડીઝલના ભાવમાં 30 પૈસાનો વધારો થયો છે. અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 90 રૂપિયા 70 પૈસાએ પહોંચ્યો છે. તો ડીઝલનો ભાવ 91 રૂપિયા 10 પૈસા પર પહોંચ્યો છે.
મે મહિનામાં બાર વખત કરાયેલા ભાવ વધારાને લીધે એક લીટર પેટ્રોલના ભાવમાં બે રૂપિયાને 81 પૈસાનો, જ્યારે ડિઝલમાં ત્રણ રૂપિયાને 34 પૈસાનો વધારો થયો છે. રાજ્યોમાં પેટ્રોલ ડિઝલ પરના વેટના દર અલગ હોવાથી દરેક રાજ્યમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ અલગ અલગ છે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના કેટલાક શહેરોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર પહોંચી ગયો છે. મુંબઈનો પેટ્રોલનો ભાવ 100 રૂપિયા ચાર પૈસા છે.
કેટલાક શહેરમાં પેટ્રોલ 100 રૂપિયાને પાર
મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશના કેટલાક અન્ય શહેરમાં 100 રૂપિયા પ્રતિ લિટર પેટ્રોલ પહોંચી ગેયું છે. પ્રીમિયમ પેટ્રોલની કિંમત વિતેલા મહિને જ 100 રૂપિયા પ્રતિ લિટરને પાર કરી ગઈ હતી.
વૈશ્વિક સ્તર પર ક્રૂડ ઓઈલની કિંમત ફરીથી વધીને 69 ડોલર પ્રતિ બેરલે પહોંચી ગઈ છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ હજુ પણ કિંમત વધારી શકે છે. અમેરિકામાં પ્રતિબંધો ઘટાડવામાં વિલંબ થવાને કારણે અને ઓઈલ માર્કેટમાં ઇરાનની ફરી એન્ટ્રી બાદ વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલની કિંમત સ્થિર રહેવાની ધારણા છે.
દરરરોજ 6 કલાકે કિંમતમાં ફેરફાર થાય છે
પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવારે છ કલાકે બદલાય છે. એટલે કે સવારે છ કલાકથી નવા દર લાગુ થઈ જાય છે. એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ટેક્સ જોડ્યા બાદ પેટ્રોલ ડીઝલની કિંમત લગભગ બે ગણી થઈ જાય છે.
પેટ્રોલ ડીઝલની કિંમત દરરોજ સવારે 6 કલાકે અપડેટ થાય છે. પેટ્રોલ ડીઝલના રોજના રેટ SMS દ્વારા પણ જાણી શકો છે. ઇન્ડિયન ઓઈલના કસ્ટમર RSP લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલના ગ્રાહકો RSP લખીને 9223112222 નંબર પર મોકલી ભાવ જાણી શકે છે. જ્યારે એચપીસીએલના ગ્રાહકો HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.