(Source: ECI/ABP News/ABP Majha)
પેટ્રોલ-ડિઝલના ભાવમાં સતત ચોથા દિવસે વધારો, કેટલાક શહેરમાં 100 રૂપિયા રૂપિયાને પાર પહોંચ્યાં ભાવ
Petrol Diesel Price: શનિવારે પેટ્રોલના ભાવ 25 પૈસા લીટર અને ડિઝલ કિમતોમાં 30 પૈસા પ્રતિ લિટર ભાવમાં વધારો થયો છે.
Petrol Diesel Price Hike:દેશમાં ઇંધણની કિંમતમાં સતત વધારો થઇ રહ્યો છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્લીમાં સોમવારે ફરી તેલની કિંમતોમાં વધારો થયો છે. દિલ્લીમાં સોમવારે ફી તેલની કિંમતમાં વધારો થયો છે. પેટ્રોલ 25 પૈસા જ્યારે ડિઝલના ભાવમાં 30 પૈસા પ્રતિ લીટરની હિસાબે વધારો થયો છે. આ વધારા બાદ દિલ્લીમાં 102 રૂપિયામાં 39 પૈસા પ્રતિ લિટર અને ડિઝલના ભાવ વધીને 90 રૂપિયે 77 પૈસા થઇ ગયા છે.
જાણો પ્રમુખ મહાનગરમાં પેટ્રોલ-ડિઝલનો ભાવ
પેટ્રોલિયમ કંપનીના તાજા અપડેટસ મુજબ રવિવાર એટલે કે, 3 ઓક્ટોબરે પેટ્રોલના ભાવ 25 પૈસા પ્રતિ લીટર વધી ગયા છે. તો ડિઝલ 30 પૈસા પ્રતિ લિટર મોંઘુ થયું છે. દેશમાં સુધી વધુ ઇંધણ વેચનાર ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન અનુસાર દેશના ચાર મહાનગરોની તુલના કરીએ તો મુંબઇમાં પેટ્રોલ ડિઝલની કિંમત સૌથી વધુ છે.
દિલ્લીમાં પ્રતિ લિટર પેટ્રોલની કિંમત રૂ. 102.39 અને ડિઝલરૂ. 90.77 પર પહોંચી છે. મુંબઇમાં પેટ્રોલની કિંમત 108,43 અને ડિઝલની કિંમત 98.48 પહોંચી છે. કોલકતામાં પ્રતિ લિટર પેટ્રોલની કિંમત રૂ. 103.07 અને ડિઝલ 93.87 પર પહોંચી છે. ચેન્નઇમાં પ્રતિ લિટર પેટ્રોલની કિંમત રૂ. 100 અને ડિઝલ 95.31 પર પહોંચી છે. ભોપાલમમાં પ્રતિ લિટર પેટ્રોલના ભાવની કિંમત 110.88 પર પહોંચી છે.
આંતરારરાષ્ટ્રીય સ્તર પર કાચા તેલના ભાવ વધતાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. જેના પગલે દેશના કેટલા શહેરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટલ 100 રૂપિયાને પાર પહોંચી ગઇ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં થતી વધઘટના કારણે સતત દેશમાં પેટ્રોલ ડિઝલના ભાવમાં અપડેટ જોવા મળી રહી છે.
WB By-election 2021 Result Live: ભબાનીપુર બેઠક પરની પેટાચૂંટણીની મતગણતરી શરૂ, મમતા બેનર્જી આગળ