શોધખોળ કરો
Advertisement
Petrol-Diesel Price: સતત સાતમાં દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો, આ શહેરમાં ભાવ 100 રૂપિયાને પાર
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પેટ્રોલનો ભાવ 95 રૂપિયા પ્રતિ લિટર ઉપર ગયો છે અને અન્ય શહેરમાં પણ ભાવ નવી રેકોર્ડ સપાટીએ પહોંચી ગયા છે.
Petrol-Diesel Price: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે સતત સાતમાં દિવસે વધારો જોવા મળ્યો છે. પેટ્રોલ 26 પૈસા અને ડીઝલ 29 પૈસા મોંઘું થયું છે. આજના ભાવ વધારા બાદ રાજધાની દિલ્હીમાં એક લિટર પેટ્રોલની કિંમત 88.99 રૂપિયા પહોંચી ગઈ છે. જ્યારે ડીઝલ 79.35 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે. જ્યારે ડીઝલ 79.35 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે. જાણો દિલ્હી ઉપરાંત અન્ય મેટ્રો શહેરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત કેટલી છે.
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પેટ્રોલનો ભાવ 95 રૂપિયા પ્રતિ લિટર ઉપર ગયો છે અને અન્ય શહેરમાં પણ ભાવ નવી રેકોર્ડ સપાટીએ પહોંચી ગયા છે. કોલકાતામાં પેટ્રોલ 90 રૂપિયા પ્રતિ લિટરની ઉપર વેચાઈ રહ્યું છે.
ચાર મુખ્ય શહેરમાં કિંમત
મુંબઈ- પેટ્રોલ 95.46 રૂપિયા, ડીઝલ 86.35 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુ- પેટ્રોલ 91.97 રૂપિયા, ડીઝલ 84.12 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ- પેટ્રોલ 91.22 રૂપિયા, ડીઝલ 84.45 રૂપિયા પ્રતિ લિટર
કોલકાતા- પેટ્રોલ 90.27 રૂપિયા, ડીઝલ 82.94 રૂપિયા પ્રતિ લિટર
રાજસ્થાનના ગંગાનગરમાં પેટ્રોલની કિંમત 99.47 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી ગઈ છે. જ્યારે પ્રિમીયમ પેટ્રોલ 102.07 રૂપિયા પ્રતિ લિટરે વેચાઈ રહ્યું છે.
નોંધનીય છે કે, પેટ્રોલ અને ડીઝળમાં ઉછાળો વૈશ્વિક બજારમાં ક્રૂડમાં આવેલ તેજીને કારણે આવ્યો છે. બેન્ચનાર્ક ક્રૂડ ઓઈલ 62 ડોલર પ્રતિ બેરલ વેચાઈ રહ્યું છે. વૈશ્વિક બજારમાં તેજી બાદ સ્થાનીક કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો કર્યો છે. તેની સાથે જ અનેક રાજ્યમાં પેટ્રોલની કિંમત રેકોર્ડ સપાટીએ પહોંચી ગઈ છે.
એક્સાઈઝ ડ્યૂટમાં ઘટાડાની હાલ કોઈ યોજના નથીઃ સરકાર
આ પહેલા પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને બુધવારે સંસદમાં કહ્યું હતું કે પેટ્રોલિયમ પ્રોડક્ટ પર એક્સાઈઝ ડ્યૂટી ઘટાડાવની હાલમાં કોઈ યોજના નથી. વૈશ્વિક બજારમાં કોવિડ સંકટ બાદ પ્રથમ વખત ક્રૂડ ઓઈલનો ભાવ 61 ડોલર પ્રતિ બેરલ સુધી ગયો છે. ભારત પેટ્રોલ પ્રોડક્ટની જરૂરતના 80 ટકા આયાત પર નિર્ભર છે. કેન્દ્ર પેટ્રોલ પર પ્રતિ લિટર 32.9 રૂપિયા અને ડીઝલ પર 31.80 રૂપિયા એક્સાઈઝ ડ્યૂટી લગાવે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ગુજરાત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion