મોદી સરકારે સરકારી કર્મચારીઓ પેન્શનરોને અપાતું મોંઘવારી ભથ્થું-રાહત જુલાઈ સુધી સ્થગિત કરવા લીધો નિર્ણય ? મોદી સરકારે શું કહ્યું ?
DA Hike News Update: સરકારે વાયરલ થયેલા મેસેજને ખોટો ગણાવ્યો છે. આ મેસેજમાં સરકારે કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થું અને પેંશનર્સને મોંઘવારી રાહત આપવાનો ફેંસલો ટાળવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ છે.
DA Hike News Update: સોશિયલ મીડિયામાં એક સમાચાર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ સમાચારમાં નાણાં મંત્રાલયના દ્વારા જારી કરાયેલ એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. આ પત્રમાં (ઓફિસ મેમોરન્ડમ) લખવામાં આવ્યું છે કે કોરોના વાયરસના નવા પ્રકાર ઓમિક્રોનને કારણે, કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થા અને કેન્દ્રીય પેન્શનરોને મોંઘવારી રાહતનો નિર્ણય તાત્કાલિક પરિસ્થિતિનો સામનો કરવા માટે મોકૂફ રાખવામાં આવ્યો છે. પરંતુ પીઆઈબીએ આ સમાચારને ફેક્ટ-ચેક કરીને આ સમાચારને ખોટા અને નકલી ગણાવ્યા છે.
શું છે વાયરલ પોસ્ટ?
નાણાં મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ઓફ એક્સપેન્ડીચરની ઓફિસની એક મેમોરેન્ડમ વાયરલ થઈ છે. જેમાં લખ્યું છે કે કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના વધતા જતા કેસોને કારણે સરકારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થું આપ્યું છે. વર્તમાન દર અભૂતપૂર્વ પરિસ્થિતિનો સામનો કરવા માટે સરકાર દ્વારા મોંઘવારી રાહત આપવાનો નિર્ણય હાલ પૂરતો મુલતવી રાખવામાં આવ્યો છે.
A #Fake order issued in the name of the Ministry of Finance claiming that the 'Dearness Allowance & Dearness Relief payable to Central Govt employees and pensioners will be kept in abeyance' is in circulation.#PIBFactCheck
▶️No such order has been issued by the @FinMinIndia. pic.twitter.com/DnZ4IY91FF — PIB Fact Check (@PIBFactCheck) January 3, 2022
પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. પીઆઈબી ફેક્ટ ચેકને કોઈ પણ સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.