PIB Fact Check: શું સરકાર મુદ્રા લોનની મંજૂરી માટે 4,500 રૂપિયા લઈ રહી છે! જાણો આ વાયરલ મેસેજનું સત્ય
આ સાથે, એવો દાવો કરવામાં આવ્યો છે કે તે નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવી છે.
PIB Fact Check of PM Mudra Loan: આજકાલ બેંકિંગ સિસ્ટમમાં ઘણા મોટા ફેરફારો થયા છે. ડિજિટલાઈઝેશનની વધતી જતી અસર સાથે, બેંકિંગ સેવાઓ પણ ડિજિટલ બની ગઈ છે. આજકાલ ગ્રાહકોને લોન સરળતાથી ઓનલાઈન મળી રહે છે, પરંતુ ઈન્ટરનેટના વધતા ઉપયોગને કારણે સાઈબર ફ્રોડના કેસ પણ ઝડપથી વધી રહ્યા છે. આજકાલ સોશિયલ મીડિયા પર એક પત્ર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ પત્રમાં પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના દ્વારા 10 લાખ રૂપિયા આપવાની વાત કરવામાં આવી છે.
આ સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકાર થોડીજ મિનિટોમાં 10 લાખ રૂપિયાની પીએમ મુદ્રા લોનને મંજૂરી આપશે. આ માટે તમારે માત્ર 4,500 રૂપિયા ચૂકવવા પડશે. આ સાથે, એવો દાવો કરવામાં આવ્યો છે કે તે નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવી છે. આવી સ્થિતિમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ પત્રને PIBએ ફેક્ટ-ચેક કર્યું છે. આવો તમને જણાવીએ આ વાયરલ પત્રનું સત્ય-
પીઆઈબીએ ટ્વીટ કરીને માહિતી આપી
નાણા મંત્રાલયના નામે વાયરલ થઈ રહેલા આ પત્રની પીઆઈબીએ તથ્ય-તપાસ કરી છે. આ પત્રમાં પીએમ મુદ્રા લોનના નામે જે દાવો કરવામાં આવી રહ્યો છે તે સંપૂર્ણપણે ખોટો છે. આ સાથે, હકીકત તપાસમાં જાણવા મળ્યું છે કે નાણાં મંત્રાલયે આવો કોઈ પત્ર જારી કર્યો નથી. નાણા મંત્રાલયે પ્રોસેસિંગ ફીના નામે 4,500 રૂપિયાની માંગણી કરી નથી. આવી સ્થિતિમાં, વિચાર્યા વિના કોઈપણ ખાતામાં પૈસા ટ્રાન્સફર ન કરો.
An approval letter claims to grant a loan of ₹10,00,000 under the 𝐏𝐌 𝐌𝐮𝐝𝐫𝐚 𝐘𝐨𝐣𝐚𝐧𝐚 on the payment of ₹4,500 as verification & processing fees.
— PIB Fact Check (@PIBFactCheck) August 6, 2022
#PIBFactCheck
▶️This letter is #Fake.
▶️@FinMinIndia has not issued this letter.
Read more: 🔗https://t.co/Rg8xGSqvNc pic.twitter.com/PMeAV1xr4M
પીએમ મુદ્રા લોન શું છે?
કેન્દ્ર સરકારે દેશમાં બેરોજગારી દૂર કરવા અને પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે પીએમ મુદ્રા લોન શરૂ કરી હતી. સરકારે આ યોજના નાણાકીય વર્ષ 2015-2016માં શરૂ કરી હતી. આ યોજના હેઠળ સરકાર લોકોને ત્રણ પ્રકારની લોન આપે છે. આ યોજના હેઠળ પ્રથમ શિશુ લોન રૂ. 50 હજાર સુધીની, બીજી કિશોર લોન રૂ. 5 લાખ અને તરુણ લોન રૂ. 10 લાખ સુધીની લોન ઉપલબ્ધ છે.