PM Awas Yojana: જાણો ક્યારે તમને નહીં મળે પીએમ આવાસ યોજનાનો લાભ, આ રીતે ચેક કરો લિસ્ટમાં તમારું નામ
PM Awas Yojana List Check: 2023ના બજેટમાં કેન્દ્ર સરકારે પીએમ આવાસ યોજના માટે રકમમાં 66 ટકાનો વધારો કર્યો હતો. પહાડી અને મેદાની વિસ્તારોમાં મકાન બનાવવા માટે મળતી રકમમાં તફાવત છે
PM Awas Yojana News: પીએમ આવાસ યોજના કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી છે. આ અંતર્ગત વર્ષ 2024 સુધીમાં ગરીબોને પાકાં મકાનો આપવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. આ યોજના હેઠળ એવા લોકોને નાણાં ફાળવવામાં આવે છે જેમની પાસે કાચા મકાન છે. 2023ના બજેટમાં કેન્દ્ર સરકારે પીએમ આવાસ યોજના માટે રકમમાં 66 ટકાનો વધારો કર્યો હતો. પહાડી અને મેદાની વિસ્તારોમાં મકાન બનાવવા માટે મળતી રકમમાં તફાવત છે. પીએમ આવાસ યોજના હેઠળ, સરકાર મેદાનોમાં ઘર બનાવવા માટે 1 લાખ 20 હજાર રૂપિયા આપે છે. જ્યારે પહાડી વિસ્તારોમાં રહેતા લોકોને 1 લાખ 30 હજાર રૂપિયા આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવાને લઈને લોકોના મનમાં અનેક પ્રકારના પ્રશ્નો છે.
કોને મળશે લાભ
જે લોકો પાસે પાકું મકાન નથી, તે લોકો જ પીએમ આવાસ યોજનાનો લાભ લઈ શકે છે. આ યોજનાનો લાભ લેવા માટે, વ્યક્તિએ સત્તાવાર વેબસાઇટ પર અરજી કરવાની રહેશે. આ પછી સમગ્ર દસ્તાવેજની તપાસ કરવામાં આવે છે. આ સાથે સરકારી અધિકારી દ્વારા પણ તપાસ કરવામાં આવે છે. ગ્રામ વિકાસ અધિકારી અને ગ્રામ્ય વડાની મદદથી પણ વ્યક્તિ પીએમ આવાસ યોજના માટે અરજી કરી શકે છે. જો તમારી પાસે બાઇક કે કાર હશે તો તમને PM આવાસ યોજનાનો લાભ નહીં મળે. આ સિવાય જો કોઈની પાસે 50 હજાર કે તેથી વધુનું કિસાન ક્રેડિટ કાર્ડ છે તો તે આ સ્કીમનો લાભ નહીં લઈ શકે.
લિસ્ટમાં નામ કેવી રીતે ચેક કરવું
- પીએમ આવાસ યોજના વેબસાઇટ pmayg.nic.in પર જાવ અને હોમ પેજ પરના મેનુ વિભાગ પર ક્લિક કરો.
- આ પછી PMAYG Beneficiaryને સર્ચ કરો.
- આ પછી, Search By Name પસંદ કર્યા પછી, એક નવું પેજ ખુલશે.
- તે નવા પૃષ્ઠ પર, તમારો આધાર નંબર દાખલ કરો અને Show બટન પર ક્લિક કરો.
- આ પછી તમામ લાભાર્થીઓની યાદી આવશે.
ધાનમંત્રી આવાસ યોજનાની ગુજરાતમાં શું છે સ્થિતિ
ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 11.56 લાખ આવાસોનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું છે, જેમાં શહેરી વિસ્તારમાં કુલ 7.50 લાખ આવાસો જ્યારે ગ્રામીણ વિસ્તારમાં 4.06 લાખથી વધુ આવાસોનું નિર્માણ પૂર્ણ કરવામાં આવ્યું છે.