શોધખોળ કરો

PM Kisan: આજે ખેડૂતોને 12મા હપ્તાનાં 2000 રૂપિયા મળશે, સાથે મળશે એક બીજી ભેટ પણ

પ્રધાનમંત્રી 600 'PM કિસાન સમૃદ્ધિ કેન્દ્રો'નું ઉદ્ઘાટન કરશે અને 'એક રાષ્ટ્ર, એક ખાતર' યોજના હેઠળ 'ભારત' બ્રાન્ડ ધરાવતી સબસિડીવાળી યુરિયા બેગ પણ રજૂ કરશે.

PM Kisan Samman Nidhi 2022: દેશના ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 ઓક્ટોબરથી દિલ્હીમાં શરૂ થનારા બે દિવસીય કાર્યક્રમમાં 'PM કિસાન યોજના' હેઠળ 8.5 કરોડથી વધુ ખેડૂતોના બેંક ખાતામાં ઈલેક્ટ્રોનિક રીતે 16,000 કરોડ રૂપિયાની રકમ મોકલશે.

પુસા કેમ્પસમાં યોજાનાર આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી દ્વારા જાહેર કરવામાં આવનાર આ રકમ આ ખેડૂતો માટે વાર્ષિક રૂ. 6,000ની સીધી સહાય હશે. આ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવનાર આ 12મો હપ્તો હશે. સાથે જ આ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી કુલ રકમ વધીને 2.16 લાખ કરોડ રૂપિયા થઈ જશે.

સબસિડીવાળી યુરિયા બેગ રજૂ કરશે

પ્રધાનમંત્રી 600 'PM કિસાન સમૃદ્ધિ કેન્દ્રો'નું ઉદ્ઘાટન કરશે અને 'એક રાષ્ટ્ર, એક ખાતર' યોજના હેઠળ 'ભારત' બ્રાન્ડ ધરાવતી સબસિડીવાળી યુરિયા બેગ પણ રજૂ કરશે. કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે માહિતી આપી છે કે ખાતર ક્ષેત્ર માટે લેવામાં આવેલા સૌથી મોટા પગલા હેઠળ, યુરિયા, ડી એમોનિયા ફોસ્ફેટ (ડીએપી), એમઓપી અને એનપીકે સહિત તમામ સબસિડીવાળા ખાતરો દેશભરમાં એક જ બ્રાન્ડ 'ભારત' હેઠળ વેચવામાં આવશે.

'ઇન્ડિયન એજ' ઇ-મેગેઝિન બહાર પાડશે

કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે, વડાપ્રધાન કાર્યક્રમ દરમિયાન 'ભારત યુરિયા બેગ' પણ રજૂ કરશે. તેમણે કહ્યું કે સરકાર કંપનીઓ માટે 'ભારત' બ્રાન્ડ હેઠળ સબસિડીવાળા ખાતરનું વેચાણ કરવાનું ફરજિયાત બનાવી રહી છે. પીએમ મોદી કૃષિ મંત્રાલય અને ખાતર મંત્રાલય દ્વારા સંયુક્ત રીતે આયોજિત 'પીએમ કિસાન સન્માન સંમેલન 2022'માં આંતરરાષ્ટ્રીય સાપ્તાહિક ખાતર ઈ-મેગેઝિન 'ઈન્ડિયન એજ'નું વિમોચન કરશે.

દર મહિને 2,000 રૂપિયાની મદદ મળશે

પીએમ એગ્રીકલ્ચર સ્ટાર્ટઅપ પ્રોગ્રામ અને પ્રદર્શનનું પણ ઉદ્ઘાટન કરશે. પીએમ-કિસાન યોજના ફેબ્રુઆરી 2019 માં શરૂ કરવામાં આવી હતી. આ અંતર્ગત નાના અને સીમાંત ખેડૂતને દર મહિને 2,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. આ અંતર્ગત ત્રણ મહિના માટે 6,000 રૂપિયાની રકમ એક હપ્તામાં આપવામાં આવે છે.

શું છે પીએમ કિસાન સન્માન યોજના

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો હેતુ ગરીબ ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવાનો છે. કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલા ફોર્મેટમાં ખેડૂતની આવક, સંપત્તિ વગેરેની વિગતો ભરવામાં આવે છે. કૃષિ વિભાગમાં ખેડૂતના બેંક ખાતા અને અન્ય માહિતી આપવામાં આવે છે. વેરિફિકેશન પૂર્ણ થવા પર, ખેડૂતના ખાતામાં વર્ષમાં ત્રણ વખત (4 મહિનામાં એકવાર) 2 હજાર રૂપિયા આવે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Chhattisgarh:  સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Chhattisgarh: સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS 1st Test Day 1 Live: ઓલઆઉટ થવાની નજીક પહોંચી ટીમ ઇન્ડિયા, હર્ષિત રાણા સાત રન કરી આઉટ
IND vs AUS 1st Test Day 1 Live: ઓલઆઉટ થવાની નજીક પહોંચી ટીમ ઇન્ડિયા, હર્ષિત રાણા સાત રન કરી આઉટ
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Manish Doshi:સોમનાથમાં ચિંતન શિબિરના નામે નાટક કરી રહી છે..ગુનાખોરી અને હપ્તારાજને કોંગ્રેસના પ્રહારGujarat Winter News: 7 શહેરોમાં નોંધાયુ 17 ડિગ્રી તાપમાન, સૌથી નીચુ તાપમાન નલિયામાંMount Abu: ગુરુ શિખર પર માઈનસ 3 ડિગ્રી તાપમાન, પ્રવાસીઓ ઠુંઠવાઈ ગયા | Weather NewsDelhi Pollution News:દિલ્હીમાં પ્રદુષણને લઈને આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chhattisgarh:  સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Chhattisgarh: સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS 1st Test Day 1 Live: ઓલઆઉટ થવાની નજીક પહોંચી ટીમ ઇન્ડિયા, હર્ષિત રાણા સાત રન કરી આઉટ
IND vs AUS 1st Test Day 1 Live: ઓલઆઉટ થવાની નજીક પહોંચી ટીમ ઇન્ડિયા, હર્ષિત રાણા સાત રન કરી આઉટ
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Embed widget