FD: પંજાબ નેશનલ બેન્ક અને કોટક મહિન્દ્રાએ FDના વ્યાજદરોમાં કર્યો વધારો
પંજાબ નેશનલ બેંક (PNB) અને કોટક મહિન્દ્રા બેંકે તેમની ફિક્સ્ડ ડિપોઝિટ (FD)ના વ્યાજ દરમાં વધારો કર્યો છે
નવી દિલ્હી: પંજાબ નેશનલ બેંક (PNB) અને કોટક મહિન્દ્રા બેંકે તેમની ફિક્સ્ડ ડિપોઝિટ (FD)ના વ્યાજ દરમાં વધારો કર્યો છે. આ મહિને આરબીઆઈ દ્વારા રેપો રેટમાં વધારો કર્યા બાદ બંને બેંકો દ્વારા આ વધારો કરવામાં આવ્યો છે. આરબીઆઈએ 5મી ઓગસ્ટે રેપો રેટમાં વધારો કર્યો હતો. આ પછી ઘણી બેંકો અને NBFC સંસ્થાઓએ FDના વ્યાજ દરમાં વધારો કર્યો છે. બંને બેંકો દ્વારા FDના વ્યાજ દરોમાં કરવામાં આવેલો વધારો આજથી (17 ઓગસ્ટ)થી લાગુ થશે.
જાહેર ક્ષેત્રની બેંક PNBએ એક વર્ષથી વધુ સમયની FD પર વ્યાજ દરમાં 0.20 ટકાનો વધારો કર્યો છે. બેંક હવે તેના પર 5.50 ટકા વ્યાજ ચૂકવશે. બેંકે 1 વર્ષથી વધુ પરંતુ 2 વર્ષથી ઓછી એફડી પર વ્યાજ દરમાં 0.15 ટકાનો વધારો કર્યો છે. આ 5.45 ટકાથી વધારીને 5.50 ટકા કરવામાં આવ્યા છે.
બે વર્ષથી વધુ અને 3 વર્ષ સુધીની FD પર બેંક 5.60 ટકા વ્યાજ ચૂકવશે. આમાં 0.10 ટકાનો વધારો થયો છે. 3 વર્ષથી 5 વર્ષથી ઓછા સમય માટે હવે બેંકની FDનો વ્યાજ દર 5.75 ટકા રહેશે. 1,111 દિવસમાં પાકતી થાપણો પર 5.75 ટકા વ્યાજ મળશે. જ્યારે 5 વર્ષથી વધુ 10 વર્ષ માટે વ્યાજ દર 5.60 ટકા છે. બેંક વરિષ્ઠ નાગરિકોને વધારાનું 0.50 ટકા વ્યાજ આપશે.
કોટકે વ્યાજદરમાં કેટલો વધારો કર્યો
કોટક મહિન્દ્રાએ FD પરના વ્યાજ દરમાં 0.15 ટકાનો વધારો કર્યો છે. બેંકે 365 થી 389 દિવસના સમયગાળા માટે વ્યાજ દરોમાં 0.15 ટકાનો વધારો કરીને 5.75 ટકા કર્યો છે. 390 થી ત્રણ વર્ષની FD પર હવે 5.90 ટકા વ્યાજ મળશે.
આ સિવાય કોટક મહિન્દ્રા બેંકે ત્રણ વર્ષથી 10 વર્ષ સુધીના સમયગાળા માટે થાપણો પરના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. તેના માટે વ્યાજ દર 5.90 ટકા રહેશે. બેંકે તેની રિકરિંગ ડિપોઝીટ (RD)ના દરોમાં પણ વધારો કર્યો છે. 6 મહિનાની મુદત માટે રિકરિંગ ડિપોઝિટ પરના વ્યાજ દરમાં 0.25%નો વધારો થયો છે.
Banaskantha Flood : ડીસાના સોયલા ગામે સ્થળાંતર કરી રહેલી મહિલા તળાવમાં ડૂબી ગઈ, NDRFએ હાથ ધરી શોધખોળ