Updates: Smartphoneમાંથી નીકળીને હવામાં ઉડશે Camera, ખુદ Drone બનીને ક્લિક કરશે તસવીરો, જાણો કઇ કંપનીનો છે આ ફોન.....
સમય બદલાય તેમ તેમ ટેકનોલૉજી આસમાની છલાંગ લગાવી રહી છે. દરરોજ નવા નવા અપડેટ સાથે માર્કેટમાં નવા નવા સ્માર્ટફોન આવી રહ્યાં છે,
A smartphone with a camera drone: સમય બદલાય તેમ તેમ ટેકનોલૉજી આસમાની છલાંગ લગાવી રહી છે. દરરોજ નવા નવા અપડેટ સાથે માર્કેટમાં નવા નવા સ્માર્ટફોન આવી રહ્યાં છે, હવે આ કડીમાં વધુ એક કમાલના ફોનની એન્ટ્રી થવાની તૈયારી છે. ખરેખરમાં હવે માર્કેટેમાં ટુંક સમયમાં કેમેરા ડ્રૉન વાળા ફોનની એન્ટ્રી થશે. છેલ્લા કેટલાય સમયથી વાતો ચાલી રહી હતી, હવે આ બાબતે ચીની કંપની વીવોએ લગભગ તૈયારીઓ પુરી કરી લીધી છે, અને એક ખાસ પ્રકારનો ડ્રૉન કેમેરા વાળો ફોન બનાવી લીધો છે, જેમાં ખુદ સ્માર્ટફોનનો કેમેરો હવામાં ઉડીને વીડિયો અને તસવીરો કેપ્ચર કરતો દેખાશે. આ એક પ્રકારના ડ્રૉનની તમામ જરૂરિયાતો યૂઝર્સને પુરી પાડશે. સોશ્યલ મીડિયા પર આનો વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે. જુઓ.......
વીડિયો થઇ રહ્યો છે વાયરલ -
તાજેતરમાં જ સોશ્યલ મીડિયા પર એક વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે, આ વીડિયો ચીની સ્માર્ટફોન મેકર કંપની વીવોના અપકમિંગ નવા વર્ઝનનો છે, આ ફોન એક ડ્રૉન કેમેરા ફોન છે, જે એક ડ્રૉનની માફક હવામાં કેમેરા ઉડે છે અને વીડિયો -તસવીરોને કેપ્ચર કરી રહ્યો છે. આ વીડિયો Vala Afshar નામના એક ટ્વીટર હેન્ડલ પરથી એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. આનીથી સમજી શકાય છે કે હવે સ્માર્ટફોન્સમાં ડ્રૉન કેમેરા વાળુ ફિચર જોવા મળશે. ચીની સ્માર્ટફોન કંપની વીવો (Vivo) જલ્દી પોતાના ફોનમાં ફ્લાઇંગ કેમેરા લઇને આવવાની છે. આ ફોન વીડિયો બીજીકોઇ માહિતી સામે આવી શકી નથી.
ગયા વર્ષે પેટન્ટ કરી હતી ફાઇલ-
Vivoએ ગયા વર્ષ સ્માર્ટફોનની ડિઝાઇન પેટન્ટ કરી હતી, જે પ્રમાણે બતાવવામાં આવ્યુ છે કે તે આ કેમેરા ફોનની બૉડીથી અલગ થઇને ડ્રૉનની જેમ ઉડતા ઉડતા ફોટા ક્લિક કરશે, અને વીડિયો પણ બનાવશે. જોકે જોવામાં આ ફોન સામાન્ય સ્માર્ટફોનના જેવો જ હશે. ફક્ત આનો કેમેરો ખાસ હશે.
A smartphone with a camera drone pic.twitter.com/b2kinsnPnY
— Vala Afshar (@ValaAfshar) August 16, 2022
આમ ટક્કરથી બચશે કેમેરો-
વીવોના આ ડિટેચેબલ કેમેરામાં મૉડ્યૂલમાં ચાર પ્રૉપેલર આપવામાં આવ્યા છે, જેની મદદથી કેમેરા આસાનીથી હવામાં ઉડવા લાગશે. ફોનની બેટરીથી અલગ અલગ વધુ એક બેટરી આપવામાં આવી છે. સાથે જ આમાં બે કેમેરા સેન્સર આ પણ આપવામા આવ્યા છે. આ ઉપરાંત આ ફ્લાઇંગ કેમેરામાં બે ઇન્ફ્રારેડ સેન્સર પણ લાગેલા છે, જે ઉડતી વખતે કેમેરાને કોઇની પણ સાથે ટકરાવવાથી બચાવશે.
મળશે ફોલો મૉડ-
Vivo પોતાના ફ્લાઇંગ કેમેરામાં એકદમ ખાસ ટેકનોલૉજીનો યૂઝ કરશે, જેમાં યૂઝરને ફોલો મૉડ મળશે. આમાં એર જેસ્ચર પણ આપવામાં આવી શકે છે. જોકે હજુ સુધી આનો કોઇ ખુલાસો નથી કરવામાં આવ્યો, આ ફોન ક્યારે લૉન્ચ કરવામાં આવશે. હજુ એ પણ ક્લિયર નથી કે આ સેક્સેસ પણ હશે કે નહીં પરંતુ ટેકનોલૉજી જરૂર સામે આવી છે.
આ કંપની પણ લાવી શકે છે આવો ફોન-
વીવોના આ ફ્લાઇંગ ફોન બાદ ઓપ્પો, શ્યાઓમી, રિયલમી, વનપ્લસ પણ આવી ટેકનોલૉજી વાળો સ્માર્ટફોન લૉન્ચ કરી શકે છે. હવે જોવાનુ એ રહેશે કે વીવોનો આ ફોન કેટલો સફળ થાય છે અને કઇ રીતે કામ કરશે.