શોધખોળ કરો

Banaskantha Flood : ડીસાના સોયલા ગામે સ્થળાંતર કરી રહેલી મહિલા તળાવમાં ડૂબી ગઈ, NDRFએ હાથ ધરી શોધખોળ

ડીસાના સોયલા ગામમાં ભારે વરસાદની તબાહી. સોયલામાં ભારે વરસાદના કારણે તળાવ ઓવરફ્લો થતાં સ્થળાંતર કરતી વેળાએ મહિલા પાણીમાં ડૂબી. ગઈકાલે ડૂબી ગયેલી મહિલાની શોધખોળ હાથ ધરી છે.

બનાસકાંઠાઃ ડીસાના સોયલા ગામમાં ભારે વરસાદની તબાહી. સોયલામાં ભારે વરસાદના કારણે તળાવ ઓવરફ્લો થતાં સ્થળાંતર કરતી વેળાએ મહિલા પાણીમાં ડૂબી. ગઈકાલે ડૂબી ગયેલી મહિલાની શોધખોળ હાથ ધરી છે. એનડીઆરએફની ટીમ અને સ્થાનિક તંત્રએ શોધખોળ હાથ ધરી છે. ભારે વરસાદના કારણે ગામમાં નીચાણવાળા ઘરોમાં પાણી ઘૂસી જતા બનાવ બન્યો છે. 

અમદાવાદ જિલ્લાનું છેલ્લું ગામ કાચરોલ સંપર્ક વિહોણું બન્યું છે. ભારે વરસાદ પડતા ગામ સંપર્ક વિહોણું બન્યું છે. ગાના સરપંચ અને ત્યાંના સ્થાનિક લોકો દ્વારા ગામમાં આલવા જવા માટે ટ્રેક્ટર મુકવામાં આવ્યું છે. 

બનાસકાંઠા જિલ્લામાં અતિભારે વરસાદને પગલે ડીસા તાલુકાના નીચે મુજબના રસ્તાઓ ઓવેરટોપિંગના લીધે હંગામી ધોરણે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. ભીલડી – બલોધર રોડ, ભીલડી – નેસડા – પેપળુ  રોડ, નેશનલ હાઇવે થી ઘટનાળ રોડ, સ્ટેટ હાઇવે થી ઘટનાળ રોડ, નવી ભીલડી થી જુના નેસડાથી ઘટનાળ મોટી રોડ, પાલડી - વડલાપુર રોડ, કંસારી – શેસુરા રોડ, ગુગળ એપ્રોચ રોડ, પેપરાળ - ગણતા રોડ, લાખણી, ગોઢ થી છત્રાલા રોડ.

સુરતના પર્વત ગામમાં ખાડીના પાણી ભરાયા છે. સરસ્વતી સ્કૂલ પાસે પાણી ભરાયા છે. પર્વત ગામ અને ગોડાદરા જવાનો રસ્તો બંધ. સ્કૂલમાં પાણી ભરાતા આજે રજા અપાઈ. નીચાણવાળા વિસ્તારમાં આવેલા મકાનોમાં પાણી ભરાયા છે. દુકાનો પણ પાણીમાં ગરકાવ થયા છે. બનાસકાંઠામાં દાંતીવાડાથી પાંથાવાડા જતા હાઇવે ઉપર ફરી વળ્યા પાણી. ભારે વરસાદને લઈને હાઇવે ઉપર નદીઓ વહેતી થઈ. દાંતીવાડા થી પાંથાવાડા ના 30 ગામોને જોડતા રસ્તા ઉપર પાણી જ પાણી. ઘૂંટણ સમા પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન. દાંતીવાડા પંથકમાં બીજા દિવસે પણ મેઘમહેર યથાવત છે. 

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 246 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો. જેમાં સૌથી વધુ તાપી જિલ્લાના સોનગઢમાં સૌથી વધુ 7.7 ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ પછી બનાસકાંઠાના ડીસામાં 7.5 અને દાંતિવાડામાં 6.5 ઇંચ, નવસારીના ખેરગામમાં 6.4 ઇંચ, બનાસકાંઠાના વડગામમાં 6 ઇંચ, સારબકાંઠાના પોસિનામાં 6 ઇંચ, મહેસાણા, દાંતા, દિયોદર સિદ્ધપુર, વલસાડ, ધરમપુર અને સતલાસણામાં 5થી 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. 

અમીરગઢ, કપરાડા, ઉમરગામ, ચિખલી, પારડી, વાપી, ઇડર, બેચરાજી, વડાલી, પાલનપુર, ધાનેરા, ડોલવણ, કાંકેજરેમાં 4થી 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. આ સિવાય નવસારી, વિસનગર, છોટાઉદેપુર, ડાંગ, ઉંઝા, જલાલપોર, ખેરાલ, માંડવી-સુરત, ભિલોડા, સુત્રાપાડા, કામરેજ, મહુવા, લખપત, ચાણસ્મા, લાખણી અને વાવમાં 3થી 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.

સંતરામપુર, પલસાણા, સાગબારા, વાંસદા, વિજયનગર, ઉમરગામ, બાયડ, લુણાવાડા, વાલોડ, ગણદેવી, બારડોલી, વડોદરા, વેરાવળ, વઘઈ, પાટણ, ભાભર, માંગરોળ, નેત્રંગ, જોડિયા, મેઘરજ, કોડિનાર, વ્યારા, ધ્રોલ, સુઈગામ, સરસ્વતી, આંકલાવ, જોટાણા, રાધનપુર, થરાદ, ધનસુરા, તાલાલા, માલપુર, મોડાસા, વાડિયા, સાંતલપુર, કડાણા, ખેડબ્રહ્મા અને મોરબીમાં 2થી પોણા ત્રણ ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો. 

સુબીર, રાજુલા, દેડિયાપાડા, સંખેશ્વર, ખાનપુર, સુરત શહેર, હારીજ, માળિયા, વિસનગર, ટંકારા, જૂનાગઢ, જૂનાગઢ શહેર, હાલોલ, મેંદરડા, વિજાપુર, અમદાવાદ શહેર, ગિર ગઢડા, મહુવા-ભાવનગર, બારડોલી, જેતપુર પાવી, કુતિયાણા, માણાવદર, પ્રાંતિજ, મેમદાવાદ, નાંદોદ, ધનપરુ, સમી, કપડવંજ, રાપર, બોરસદ, હિંમતનગર, ગરબાડા, લિમખેડા, સાવલી, જસદણ, નિઝર, ઉચ્છલ, ગારિયાધાર, કોટડાસાંગાણી, પાદરા, રાણાવાવ, ચોર્યાસી, તલોદ, કાલોલ,  જામનગર, કેશોદ, અંકલેશ્વર, પોરબંદર, ગરુડેશ્વર, સંખેડા, કુકરમુંડા, જાંબુઘોડામાં એકથી 2 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો. 

આણંદ, બગસરા, કલોલ, ઝાલોદ, ઓલપાટ, વલ્લભીપુર, ગાંધીનગર, ઉના, વડિયા, કડી, વીરપુર, ભેસાણ, ધોરાજી, બોટાદ, તિલકવાડા, સાણંદ, વાઘોડિયા, ફતેપુરા, ઉમરાળા, ક્વાંટ, માણસા, માંગરોળ, વંથલી, કઠલાલ, બાલાસિનોર, દેવગઢ બારિયા, જામકંડોરણા, ધારી, મુંદ્રા, ઘોઘંબા, જેસર, ભુજ, મોરવા હડફ, અમરેલી, ખંભાત, ખાંભા, ડભોઈ, માંડલ, ઝઘડિયા, ભચાઉ, મહુધા, સિનોર, જાફરાબાદ, તલાજા, દસ્ક્રોઇ, ભાવનગર, જામજોધપુર, લાઠી, ઘોઘા, શિનોર, કારંજ, ઉમરેઠ, ડેસરમાં અડધાથી એક ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જ્યારે અને તાલુકાઓમાં અડધાથી લઈ છૂટોછવાયો વરસાદ ખાબક્યો હતો. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સંઘાણીએ પાટીલ સામે ખોલ્યો મોરચો, કહ્યું- સહકાર ક્ષેત્રે ન કરો દખલગીરી
સંઘાણીએ પાટીલ સામે ખોલ્યો મોરચો, કહ્યું- સહકાર ક્ષેત્રે ન કરો દખલગીરી
Ambalal Patel Forecast: રાજ્યમાં હજુ ગાજવીજ સાથે પડશે વરસાદ, આ તારીખથી પડશે આકરી ગરમીઃ અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં હજુ ગાજવીજ સાથે પડશે વરસાદ, આ તારીખથી પડશે આકરી ગરમીઃ અંબાલાલ પટેલની આગાહી
PM Modi Property: ન ઘર, ન ગાડી, ન કોઈ જમીન, PM મોદીના હાથ પર છે 52 હજારની કેશ અને સોનાની 4 વીંટી
PM Modi Property: ન ઘર, ન ગાડી, ન કોઈ જમીન, PM મોદીના હાથ પર છે 52 હજારની કેશ અને સોનાની 4 વીંટી
કાર્બન ફાર્મિંગ શું છે, કેવી રીતે ભારતના ખેડૂતો જળવાયુ પરિવર્તન પર વિશ્વને બતાવી શકે છે રસ્તો?
કાર્બન ફાર્મિંગ શું છે, કેવી રીતે ભારતના ખેડૂતો જળવાયુ પરિવર્તન પર વિશ્વને બતાવી શકે છે રસ્તો?
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ભાજપમાં ઉકળતો ચરુHun To Bolish | હું તો બોલીશ | આકાશમાંથી આફત, ખેડૂતની આંખમાં આંસૂCID Crime | CID ક્રાઇમના દરોડા બાદ આંગડિયા પેઢીઓમાં સન્નાટો, જુઓ અહેવાલSwaminarayan Gurukul | 'વિદ્યાર્થીને સાધૂ બનાવવા માગે છે સ્વામી', પિતાનો ગંભીર આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંઘાણીએ પાટીલ સામે ખોલ્યો મોરચો, કહ્યું- સહકાર ક્ષેત્રે ન કરો દખલગીરી
સંઘાણીએ પાટીલ સામે ખોલ્યો મોરચો, કહ્યું- સહકાર ક્ષેત્રે ન કરો દખલગીરી
Ambalal Patel Forecast: રાજ્યમાં હજુ ગાજવીજ સાથે પડશે વરસાદ, આ તારીખથી પડશે આકરી ગરમીઃ અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં હજુ ગાજવીજ સાથે પડશે વરસાદ, આ તારીખથી પડશે આકરી ગરમીઃ અંબાલાલ પટેલની આગાહી
PM Modi Property: ન ઘર, ન ગાડી, ન કોઈ જમીન, PM મોદીના હાથ પર છે 52 હજારની કેશ અને સોનાની 4 વીંટી
PM Modi Property: ન ઘર, ન ગાડી, ન કોઈ જમીન, PM મોદીના હાથ પર છે 52 હજારની કેશ અને સોનાની 4 વીંટી
કાર્બન ફાર્મિંગ શું છે, કેવી રીતે ભારતના ખેડૂતો જળવાયુ પરિવર્તન પર વિશ્વને બતાવી શકે છે રસ્તો?
કાર્બન ફાર્મિંગ શું છે, કેવી રીતે ભારતના ખેડૂતો જળવાયુ પરિવર્તન પર વિશ્વને બતાવી શકે છે રસ્તો?
EXCLUSIVE: 2024 માં પણ જોવા મળશે મોદી લહેર? જાણો આ સવાલ પર શું બોલ્યા અમિત શાહ
EXCLUSIVE: 2024 માં પણ જોવા મળશે મોદી લહેર? જાણો આ સવાલ પર શું બોલ્યા અમિત શાહ
Polling Booth Rules: મતદાન મથક પર શું હોય છે બે રૂપિયાવાળો નિયમ, જેનાથી રોકી શકાય છે નકલી મતદાન
Polling Booth Rules: મતદાન મથક પર શું હોય છે બે રૂપિયાવાળો નિયમ, જેનાથી રોકી શકાય છે નકલી મતદાન
પોઇચા નજીક  નર્મદા નદીમાં ત્રણ બાળકો સહિત  સાત લોકો ડૂબ્યાં. યુદ્ધના ધોરણ રેસ્ક્યુ ઓપરેશન શરૂ
પોઇચા નજીક નર્મદા નદીમાં ત્રણ બાળકો સહિત સાત લોકો ડૂબ્યાં. યુદ્ધના ધોરણ રેસ્ક્યુ ઓપરેશન શરૂ
Unseasonal Rain : ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર, માવઠાને કારણે થયેલા નુકસાનનો સર્વે કરવા કૃષિમંત્રીનો આદેશ
Unseasonal Rain : ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર, માવઠાને કારણે થયેલા નુકસાનનો સર્વે કરવા કૃષિમંત્રીનો આદેશ
Embed widget