શોધખોળ કરો

Krishna Janmashtami : સૌરાષ્ટ્રના આ મેળાના રંગમાં પડ્યો ભંગ, ગ્રાઉન્ડમાં ભરાયા પાણી, સ્ટોલના મંડપ હવામાં ઉડ્યા

બે વર્ષથી બંધ જન્માષ્ટમીનો મેળો આ વર્ષે યોજાવાનો છે, ત્યારે સૌરાષ્ટ્રવાસીઓ ખુશખુશાલ છે. જોકે, જન્માષ્ટમી સમયે જ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેને કારણે લોકોના રંગમાં ભંગ પડી શકે છે.

પોરબંદરઃ કોરોનાને કારણે બે વર્ષથી બંધ જન્માષ્ટમીનો મેળો આ વર્ષે યોજાવાનો છે, ત્યારે સૌરાષ્ટ્રવાસીઓ ખુશખુશાલ છે. જોકે, જન્માષ્ટમી સમયે જ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેને કારણે લોકોના રંગમાં ભંગ પડી શકે છે. પોરબદરમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. છાયા વિસ્તારમાં ધોધમાર વરસાદ છે. વરસાદને કારણે મેળાની અવદશા છે. પવન કારણે મેળાના સ્ટોલના મંડપ હવામાં ઉડ્યા હતા. અનેક સ્થળોએ મંડપ પડી ગયા છે. મેળા ગ્રાઉન્ડમાં પાણી ભરાયા છે. વરસાદને મેળાના રંગમાં ભંગ પડ્યો છે. મેળાના ધંધાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. 

Krishna Janmashtami : સૌરાષ્ટ્રના આ મેળાના રંગમાં પડ્યો ભંગ, ગ્રાઉન્ડમાં ભરાયા પાણી, સ્ટોલના મંડપ હવામાં ઉડ્યા

રાજકોટમાં આજે સાંજે 5 વાગે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજકોટમાં લોકમેળાને ખુલ્લો મુકશે. લોકમેળામાં 56 જેટલી રાઇડ તૈયાર થઈ ગઈ. અલગ અલગ સ્ટોલ પણ ઉભા કરવામાં આવ્યા. 300 થી વધુ ખાણીપીણી ઘર સુશોભનની વસ્તુઓ રમકડા સહિતના સ્ટોલ તૈયાર કરવામાં આવ્યા. બે વર્ષ બાદ રાજકોટમાં લોકમેળો યોજાશે. 
સૌરાષ્ટ્રભરના મેળાના માણીગરો આજે રાતથી મેળો માણી શકશે. રાજકોટના લોક મેળાને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ નામ આપવામાં આવ્યું. 12 થી 15 લાખ લોકો આવી પહોંચશે. જો વરસાદનું વિઘ્ન નહીં નડે તો કાલે સાંજે લોકમેળો જમાવટ કરશે.

વરસાદી વાતાવરણને લઈને રાઇડના સંચાલકો અને સ્ટોલ ધારકો ચિંતિત. ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સીસીટીવી કેમેરાથી સજ્જ સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો. 15 જગ્યાઓ પર ફ્રી પાર્કિંગની વ્યવસ્થાઓ. રૂપિયા ચાર કરોડનું વીમા કવચ લેવામાં આવ્યું.  રાજકોટ - જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ કહ્યું કે, લોકમેળામાં સ્ટોલ વેંચી જે આવક થઈ છે તેમાંથી 51 લાખ મુખ્યમંત્રી રિલીફ ફંડમાં રૂપિયા આપવામાં આવશે. દિવસમાં બે વખત મિકેનિકલ ટીમ દ્વારા તમામ રાઈડ્સની ચકાસણી કરવામાં આવશે. સુરક્ષાની દ્રષ્ટિએ લોકમેળામાં 1200 પોલીસનો બંદોબસ્ત રહેશે. CCTV અને 15 વોચ ટાવર પર થી વિડીયો ગ્રાફી થી નજર રાખવામાં આવશે. રોગચાળો વકર્યો હોવાથી વેકસીનના બે ડોઝ લીધા હોય તેવા લોકો જ આવે અથવા તો લોકમેળામાં વેકસીન લઈ શકે તેવી વ્યવસ્થા.

Ahmedabad : આ છેવાડાનું ગામ બન્યું સંપર્ક વિહોણું, લોકોની અવર-જવર માટે મુકાયું ટ્રેક્ટર

અમદાવાદઃ અમદાવાદ જિલ્લાનું છેલ્લું ગામ કાચરોલ સંપર્ક વિહોણું બન્યું છે. ભારે વરસાદ પડતા ગામ સંપર્ક વિહોણું બન્યું છે. ગાના સરપંચ અને ત્યાંના સ્થાનિક લોકો દ્વારા ગામમાં આલવા જવા માટે ટ્રેક્ટર મુકવામાં આવ્યું છે. 

બનાસકાંઠા જિલ્લામાં અતિભારે વરસાદને પગલે ડીસા તાલુકાના નીચે મુજબના રસ્તાઓ ઓવેરટોપિંગના લીધે હંગામી ધોરણે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. ભીલડી – બલોધર રોડ, ભીલડી – નેસડા – પેપળુ  રોડ, નેશનલ હાઇવે થી ઘટનાળ રોડ, સ્ટેટ હાઇવે થી ઘટનાળ રોડ, નવી ભીલડી થી જુના નેસડાથી ઘટનાળ મોટી રોડ, પાલડી - વડલાપુર રોડ, કંસારી – શેસુરા રોડ, ગુગળ એપ્રોચ રોડ, પેપરાળ - ગણતા રોડ, લાખણી, ગોઢ થી છત્રાલા રોડ.

સુરતના પર્વત ગામમાં ખાડીના પાણી ભરાયા છે. સરસ્વતી સ્કૂલ પાસે પાણી ભરાયા છે. પર્વત ગામ અને ગોડાદરા જવાનો રસ્તો બંધ. સ્કૂલમાં પાણી ભરાતા આજે રજા અપાઈ. નીચાણવાળા વિસ્તારમાં આવેલા મકાનોમાં પાણી ભરાયા છે. દુકાનો પણ પાણીમાં ગરકાવ થયા છે. 

બનાસકાંઠામાં દાંતીવાડાથી પાંથાવાડા જતા હાઇવે ઉપર ફરી વળ્યા પાણી. ભારે વરસાદને લઈને હાઇવે ઉપર નદીઓ વહેતી થઈ. દાંતીવાડા થી પાંથાવાડા ના 30 ગામોને જોડતા રસ્તા ઉપર પાણી જ પાણી. ઘૂંટણ સમા પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન. દાંતીવાડા પંથકમાં બીજા દિવસે પણ મેઘમહેર યથાવત છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

BJP અને એકનાથ શિંદેની શિવસેનામાંથી કોણ-કોણ બનશે મંત્રી ? વાંચો સંભવિત યાદી 
BJP અને એકનાથ શિંદેની શિવસેનામાંથી કોણ-કોણ બનશે મંત્રી ? વાંચો સંભવિત યાદી 
South Korea: દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ ટીવી પર આવી માર્શલ લોની જાહેરાત કરી
South Korea: દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ ટીવી પર આવી માર્શલ લોની જાહેરાત કરી
Silver Price Today: ચાંદીમાં 2,400 રુપિયાનો ઉછાળો, ખરીદતા પહેલા લેટેસ્ટ ભાવ જાણો 
Silver Price Today: ચાંદીમાં 2,400 રુપિયાનો ઉછાળો, ખરીદતા પહેલા લેટેસ્ટ ભાવ જાણો 
IND vs AUS: ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં આટલા બદલાવ નક્કી, શું રોહિત લઈ શકશે આ મોટો નિર્ણય
IND vs AUS: ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં આટલા બદલાવ નક્કી, શું રોહિત લઈ શકશે આ મોટો નિર્ણય
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજખોરો નિરંકુશHun To Bolish : હું તો બોલીશ : પ્રિ-સ્કૂલોને કેમ પડ્યો વાંધો?Valsad News: મોતીવાડામાં યુવતી પર દુષ્કર્મ અને હત્યા કેસમાં આરોપીની પૂછપરછમાં થયો ચોંકાવનારો ખુલાસોAnkleshwar Factory Blast: ધારાસભ્ય ચૈતર વસાવાના કંપનીના સત્તાધીશો પર આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP અને એકનાથ શિંદેની શિવસેનામાંથી કોણ-કોણ બનશે મંત્રી ? વાંચો સંભવિત યાદી 
BJP અને એકનાથ શિંદેની શિવસેનામાંથી કોણ-કોણ બનશે મંત્રી ? વાંચો સંભવિત યાદી 
South Korea: દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ ટીવી પર આવી માર્શલ લોની જાહેરાત કરી
South Korea: દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ ટીવી પર આવી માર્શલ લોની જાહેરાત કરી
Silver Price Today: ચાંદીમાં 2,400 રુપિયાનો ઉછાળો, ખરીદતા પહેલા લેટેસ્ટ ભાવ જાણો 
Silver Price Today: ચાંદીમાં 2,400 રુપિયાનો ઉછાળો, ખરીદતા પહેલા લેટેસ્ટ ભાવ જાણો 
IND vs AUS: ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં આટલા બદલાવ નક્કી, શું રોહિત લઈ શકશે આ મોટો નિર્ણય
IND vs AUS: ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં આટલા બદલાવ નક્કી, શું રોહિત લઈ શકશે આ મોટો નિર્ણય
Virat Kohli: બીજી ટેસ્ટ પહેલા ઈજાગ્રસ્ત થયો કોહલી ? એડિલેડથી આવેલી તસવીરોએ વધાર્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન 
Virat Kohli: બીજી ટેસ્ટ પહેલા ઈજાગ્રસ્ત થયો કોહલી ? એડિલેડથી આવેલી તસવીરોએ વધાર્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન 
Taj Mahal Bomb Threat: તાજ મહેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, મચી ગયો હડકંપ
Taj Mahal Bomb Threat: તાજ મહેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, મચી ગયો હડકંપ
Ration Card E KYC : રાશનકાર્ડમાં e-KYC કરો ઓનલાઈન, મોબાઈલથી ઘરે બેઠા જ થઈ જશે આ કામ 
Ration Card E KYC : રાશનકાર્ડમાં e-KYC કરો ઓનલાઈન, મોબાઈલથી ઘરે બેઠા જ થઈ જશે આ કામ 
શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી
શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી
Embed widget