આ બેન્કના કસ્ટમર્સ માટે આવ્યા મોટા સમાચાર, બેન્ક ચેક નિયમોમાં ચાર એપ્રિલથી કરી રહી છે મોટા ફેરફાર
બેન્કના ગ્રાહકોને આ અંગેની જાણકારી આપતા બેન્કે પોતાની સત્તાવાર વેબસાઇટ પર જાણકારી શેર કરી છે
દેશની સૌથી મોટી સાર્વજનિક ક્ષેત્રની બેન્ક એટલે કે પંજાબ નેશનલ બેન્કના ગ્રાહકો માટે ખૂબ મોટા સમાચાર આવ્યા છે. જો તમે પંજાબ નેશનલ બેન્કના ચેક દ્ધારા પેમેન્ટ કરો છો તો બેન્ક ચેક પેમેન્ટના નિયમોમાં મોટા ફેરફાર કરવા જઇ રહી છે. હવે પીએનબી ચાર એપ્રિલ 2022થી પોતાને ત્યાં પોઝિટીવ પે સિસ્ટમ (Positive Pay system- PPS) લાગુ કરવા જઇ રહી છે. ગ્રાહકોએ ચેક પે કરતા અગાઉ વેરિફિકેશન કરવું જરૂરી હશે. વેરિફિકેશન ન હોવાની સ્થિતિમાં હવે બેન્ક પાછો મોકલી દેશે. બેન્કે આ નિર્ણય વધતા ફ્રોડના કેસને ધ્યાનમાં રાખીને લીધો છે.
પોઝિટીવ પે સિસ્ટમ શું છે?
બેન્કના ગ્રાહકોને આ અંગેની જાણકારી આપતા બેન્કે પોતાની સત્તાવાર વેબસાઇટ પર જાણકારી શેર કરી છે. બેન્કની વેબસાઇટ પર છપાયેલી જાણકારી અનુસાર, હવે ચાર એપ્રિલ 2022થી બેન્ક ચેક પેમેન્ટ માટે પોઝિટીવ પે સિસ્ટમને ફરજિયાત કરી દેશે. આ સિસ્ટમ મારફતે હવે 10 લાખ રૂપિયાના ચેક જાહેર કરવા પર તેનો ડિઝિટલ અથવા બ્રાન્ચમાં વેરિફિકેશન જરૂરી થઇ જશે.
વધુ જાણકારી માટે આ નંબર પર કોલ કરો
તમામ ગ્રાહકોને 10 લાખ રૂપિયાથી ઉપરના ચેક પર પોતાનો એકાઉન્ટ નંબર, ચેક નંબર, ચેક જાહેર કર્યાની તારીખ, અમાઉન્ટ અને Beneficiaryનું નામ ફરજિયાત કરી દીધું છે. તે સિવાય ગ્રાહકોએ પીએનબીની એપ એટલે કે PNB One મારફતે પોતાના ચેકનું વેરિફિકેશન કરી શકે છે. આ મામલા પર જાણકારી મેળવવા માટે ગ્રાહકો 1800-180-2222 અથવા 1800-103-2222 નંબર પર કોલ કરી શકે છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં બેન્કિંગ ફ્રોડના કેસમાં વધારો થયો છે. એવામાં તમામ બેન્ક ફ્રોડને રોકવા માટે આ પ્રકારના પગલાઓ લઇ રહી છે. પોઝિટીવ પે સિસ્ટમ મારફતે ફ્રોડને રોકવામાં મદદ મળશે. વેરિફિકેશન માટે ફ્રોડ ચેકની જાણકારી બેન્ક અને ગ્રાહક પાસે આવી જશે.