શોધખોળ કરો

Post Office: પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં પાંચ લાખ જમા કરાવો અને મેળવો 10 લાખ, આટલા દિવસમાં રૂપિયા ડબલ

Post Office Kisan Vikas Patra Scheme :પોસ્ટ ઓફિસમાં ઘણી પ્રકારની નાની બચત યોજનાઓ ચલાવવામાં આવી રહી છે, જે તેમના રોકાણકારોમાં જબરદસ્ત લાભો આપે  છે

Post Office Kisan Vikas Patra Scheme : પોસ્ટ ઓફિસમાં ઘણી પ્રકારની નાની બચત યોજનાઓ ચલાવવામાં આવી રહી છે, જે તેમના રોકાણકારોમાં જબરદસ્ત લાભો આપે  છે. તેમાં કિસાન વિકાસ પત્ર યોજનાનો સમાવેશ થાય છે, જેમાં રોકાણકારોને તેમના નાણાં ડબલ કરવાની ખાતરી આપવામાં આવે છે. જો તમે આ દિવસોમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તમે કિસાન વિકાસ પત્રને વિકલ્પ તરીકે પસંદ કરી શકો છો. સરકાર આ સ્કીમ પર 7 ટકાથી વધુ વ્યાજ ઓફર કરી રહી છે.

સુરક્ષિત રોકાણ સાથે શાનદાર વળતર

દરેક વ્યક્તિ પોતાની કમાણીમાંથી થોડી બચત કરવા માંગે છે અને તેને એવી જગ્યાએ રોકાણ કરવા માંગે છે જ્યાં તેમના પૈસા ન માત્ર સુરક્ષિત હોય પણ ઉત્તમ વળતર પણ મળે. આ સ્થિતિમાં પોસ્ટ ઓફિસની નાની બચત યોજનાઓ એક સારો વિકલ્પ બની રહી છે. કિસાન વિકાસ પત્ર યોજનાની વાત કરીએ તો આ હેઠળ સરકાર 7.5 ટકાનું સુંદર વ્યાજ આપી રહી છે. તમે આ સ્કીમમાં 1000 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકો છો.

તમે 1000 રૂપિયાથી રોકાણ કરી શકો છો

કિસાન વિકાસ પત્ર યોજનામાં મહત્તમ રોકાણની કોઈ મર્યાદા નથી, એટલે કે તમે ઈચ્છો તેટલું રોકાણ કરી શકો છો અને લાભો મેળવી શકો છો. 1000 રૂપિયાથી રોકાણ શરૂ કર્યા પછી તમે 100 રૂપિયાના ગુણાંકમાં રોકાણ કરી શકો છો. ખાસ વાત એ છે કે તમે જોઈન્ટ એકાઉન્ટ ખોલાવીને પણ આ સ્કીમમાં રોકાણ કરી શકો છો. આ સાથે કિસાન વિકાસ પત્રમાં નોમિનીની સુવિધા પણ ઉપલબ્ધ છે. આમાં 10 વર્ષથી વધુ ઉંમરના બાળકો પણ પોતાના નામે KVP એકાઉન્ટ ખોલાવી શકે છે.

115 મહિનામાં પૈસા બમણા થઈ જશે

હવે આ સ્કીમ હેઠળ તમારા પૈસા બમણા કરવાના ફોર્મ્યુલા વિશે વાત કરીએ, આ માટે તમારે 9 વર્ષ અને 7 મહિના માટે રોકાણ કરવું પડશે. એટલે કે, જો તમે કિસાન વિકાસ પત્ર યોજનામાં 115 મહિના માટે 1 લાખ રૂપિયાનું રોકાણ કરો છો તો આ સમયગાળા દરમિયાન આ રકમ 2 લાખ રૂપિયા થઈ જશે. જ્યારે તમે તેમાં 5 લાખ રૂપિયાનું રોકાણ કરશો તો તમને 10 લાખ રૂપિયા મળશે. પોસ્ટ ઓફિસની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, કિસાન વિકાસ પત્રમાં રોકાણ કરાયેલી રકમ પર વ્યાજની ગણતરી ચક્રવૃદ્ધિ ધોરણે કરવામાં આવે છે. એટલે કે તમે વ્યાજ પર પણ વ્યાજ મેળવો છો.

અગાઉ, આ યોજના હેઠળ નાણાં બમણા થવામાં 123 મહિનાનો સમય લાગતો હતો જેને સરકારે આ વર્ષની શરૂઆતમાં એટલે કે જાન્યુઆરી 2023માં ઘટાડીને 120 મહિના કરી દીધો હતો અને થોડા મહિના પછી રોકાણકારોને વધુ લાભ આપવા માટે કાર્યકાળ 115 મહિનાનો કરાયો હતો.

આ રીતે એકાઉન્ટ ઓપન કરી શકાય?

કિસાન વિકાસ પત્ર યોજના માટે ખાતું ખોલાવવું ખૂબ જ સરળ છે. આ માટે પોસ્ટ ઓફિસમાં જમા કરેલી રસીદ સાથે અરજી ભરવાની રહેશે અને પછી રોકાણની રકમ રોકડ, ચેક અથવા ડિમાન્ડ ડ્રાફ્ટમાં જમા કરાવવાની રહેશે. તમારે અરજી સાથે તમારું ઓળખ પત્ર પણ જોડવું પડશે. કિસાન વિકાસ પત્ર એ નાની બચત યોજના છે. દર ત્રણ મહિને સરકાર તેના વ્યાજ દરની સમીક્ષા કરે છે અને જરૂરિયાત મુજબ ફેરફાર કરે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ડીસા ફટાકડા ગોડાઉનમાં બ્લાસ્ટ, મૃત્યુઆંક 21 પર પહોંચ્યો, SITની કરાઈ રચના
ડીસા ફટાકડા ગોડાઉનમાં બ્લાસ્ટ, મૃત્યુઆંક 21 પર પહોંચ્યો, SITની કરાઈ રચના
LSG vs PBKS: શ્રેયસ અય્યર અને પ્રભસિમરનની વિસ્ફોટક ઈનિંગ,પંજાબે 8 વિકેટથી જીતી મેચ  
LSG vs PBKS: શ્રેયસ અય્યર અને પ્રભસિમરનની વિસ્ફોટક ઈનિંગ,પંજાબે 8 વિકેટથી જીતી મેચ  
વક્ફ બિલ પર સરકારને ચંદ્રબાબુ બાદ મળ્યો નીતીશ કુમારનો સાથ, JDUએ સાંસદો માટે વ્હીપ જાહેર કર્યો   
વક્ફ બિલ પર સરકારને ચંદ્રબાબુ બાદ મળ્યો નીતીશ કુમારનો સાથ, JDUએ સાંસદો માટે વ્હીપ જાહેર કર્યો   
2000 રુપિયાની નોટને લઈ RBIએ આપી મહત્વની જાણકારી, જાણો તેના વિશે   
2000 રુપિયાની નોટને લઈ RBIએ આપી મહત્વની જાણકારી, જાણો તેના વિશે   
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ટોલનાકાથી મોંઘવારીની એન્ટ્રીHun To Bolish : હું તો બોલીશ : કોના પાપે મોત ?Rana sanga controversy : રાણા સાંગા પર સાંસદની ટિપ્પણીથી વિવાદ, રાજકોટમાં ક્ષત્રિય આગેવાનો વિરોધAnklav APMC: આણંદની આંકલાવ APMCની ચૂંટણીમાં કોંગ્રેસની પેનલની બિનહરીફ જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ડીસા ફટાકડા ગોડાઉનમાં બ્લાસ્ટ, મૃત્યુઆંક 21 પર પહોંચ્યો, SITની કરાઈ રચના
ડીસા ફટાકડા ગોડાઉનમાં બ્લાસ્ટ, મૃત્યુઆંક 21 પર પહોંચ્યો, SITની કરાઈ રચના
LSG vs PBKS: શ્રેયસ અય્યર અને પ્રભસિમરનની વિસ્ફોટક ઈનિંગ,પંજાબે 8 વિકેટથી જીતી મેચ  
LSG vs PBKS: શ્રેયસ અય્યર અને પ્રભસિમરનની વિસ્ફોટક ઈનિંગ,પંજાબે 8 વિકેટથી જીતી મેચ  
વક્ફ બિલ પર સરકારને ચંદ્રબાબુ બાદ મળ્યો નીતીશ કુમારનો સાથ, JDUએ સાંસદો માટે વ્હીપ જાહેર કર્યો   
વક્ફ બિલ પર સરકારને ચંદ્રબાબુ બાદ મળ્યો નીતીશ કુમારનો સાથ, JDUએ સાંસદો માટે વ્હીપ જાહેર કર્યો   
2000 રુપિયાની નોટને લઈ RBIએ આપી મહત્વની જાણકારી, જાણો તેના વિશે   
2000 રુપિયાની નોટને લઈ RBIએ આપી મહત્વની જાણકારી, જાણો તેના વિશે   
'મુસ્લિમોના પક્ષમાં છે ચંદ્રાબાબુ નાયડુ...', સંસદમાં વક્ફ બિલ રજૂ થાય તે પહેલા TDP સ્ટેન્ડ ક્લિય કર્યુ
'મુસ્લિમોના પક્ષમાં છે ચંદ્રાબાબુ નાયડુ...', સંસદમાં વક્ફ બિલ રજૂ થાય તે પહેલા TDP સ્ટેન્ડ ક્લિય કર્યુ
Deesa Fire Update: ડીસા ફટાકડાના ગેરકાયદે ગોડાઉન બ્લાસ્ટમાં મૃત્યુઆંક 21 પર પહોંચ્યો
Deesa Fire Update: ડીસા ફટાકડાના ગેરકાયદે ગોડાઉન બ્લાસ્ટમાં મૃત્યુઆંક 21 પર પહોંચ્યો
વેનિટીમાં કપડા બદલી રહી હતી શાલિની પાંડે, અચાનક અંદર આવ્યો સાઉથ ડાયરેક્ટર, અભિનેત્રીનો મોટો ખુલાસો 
વેનિટીમાં કપડા બદલી રહી હતી શાલિની પાંડે, અચાનક અંદર આવ્યો સાઉથ ડાયરેક્ટર, અભિનેત્રીનો મોટો ખુલાસો 
Gold Rate Today: સોનાના ભાવમાં 2000 રુપિયાનો મોટો ઉછાળો, જાણો હવે 10 ગ્રામ માટે કેટલા ચૂકવવા પડશે 
Gold Rate Today: સોનાના ભાવમાં 2000 રુપિયાનો મોટો ઉછાળો, જાણો હવે 10 ગ્રામ માટે કેટલા ચૂકવવા પડશે 
Embed widget