શોધખોળ કરો

Post Office Scheme: દર મહિને થશે 20,000 રૂપિચાથી વધુની કમાણી, શાનદાર છે પોસ્ટ ઓફિસની આ સ્કીમ

Post Office Scheme: આ યોજનાને રિટાયરમેન્ટ પ્લાનિંગ માટેની લોકપ્રિય યોજનાઓમાંની એક ગણવામાં આવે છે.

Post Office Scheme: નોકરી કરતા લોકો માટે નિવૃત્તિ પછી દર મહિને આવક મેળવવી સરળ નથી, પરંતુ જો નોકરી દરમિયાન પૈસાનું યોગ્ય જગ્યાએ રોકાણ કરવામાં આવે તો આ કાર્ય પણ સરળ બની જશે અને નિવૃત્તિ પછી પણ તમને માસિક આવક મળતી રહેશે. આજે અમે તમને એવી જ એક સ્કીમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જ્યાં તમે એકસાથે રોકાણ કરીને માસિક આવક મેળવી શકો છો. આ એક સરકારી યોજના (Govt Scheme)  છે, જે નાની બચત યોજના (Small Saving Scheme)  હેઠળ ચાલે છે. આ યોજનાને રિટાયરમેન્ટ પ્લાનિંગ માટેની લોકપ્રિય યોજનાઓમાંની એક ગણવામાં આવે છે.

પોસ્ટ ઓફિસની (Post Office Schemes) શાનદાર યોજના સીનિયર સિટીજન સેવિંગ સ્કીમ (SCSS) છે. વરિષ્ઠ નાગરિકો માટે આ યોજના પાંચ વર્ષ સુધી દર મહિને લગભગ 20 હજાર રૂપિયા આપી શકે છે. આ સરકારી યોજના હેઠળ 8.2 ટકા વ્યાજ પણ મળે છે. SCSS યોજના હેઠળ 5 વર્ષની મેચ્યોરિટી હોય છે. આમાં માસિક રોકાણને બદલે તમે ફક્ત એક જ વાર પૈસાનું રોકાણ કરી શકો છો.

કોણ રોકાણ કરી શકે છે?

પોસ્ટ ઓફિસની આ સ્મોલ સેવિંગ સ્કીમ હેઠળ વરિષ્ઠ નાગરિકોને લાભ આપવામાં આવે છે. ફક્ત 60 વર્ષથી વધુ ઉંમરના લોકો જ આમાં રોકાણ કરી શકે છે. હાલમાં આ સ્કીમ 8.2 ટકા વળતર આપે છે. 60 વર્ષથી વધુ ઉંમરનો કોઈપણ ભારતીય નાગરિક આ યોજનામાં એકસાથે પૈસા જમા કરાવી શકે છે. આ સ્કીમમાં વધુમાં વધુ 30 લાખ રૂપિયાનું રોકાણ કરી શકાય છે. પહેલા આ રકમ 15 લાખ રૂપિયા હતી.

માસિક 20 હજાર કેવી રીતે મેળવશો?

જો તમે સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ હેઠળ 30 લાખ રૂપિયાનું રોકાણ કરો છો તો તમને દર વર્ષે લગભગ 2 લાખ 46 હજાર રૂપિયાનું વ્યાજ મળશે. હવે જો આ રકમ માસિક ધોરણે ગણીએ તો આ રકમ 20,500 રૂપિયા થશે. આ યોજના હેઠળ 55 થી 60 વર્ષની વચ્ચે સ્વૈચ્છિક નિવૃત્તિ લેનારા લોકો પણ ખાતું ખોલાવી શકે છે. આ ખાતું કોઈપણ નજીકની પોસ્ટ ઓફિસ શાખામાં જઈને ખોલાવી શકાય છે.

ટેક્સ પણ ભરવો પડે છે

આ યોજના હેઠળ આવક મેળવતા નાગરિકોએ પણ ટેક્સ ચૂકવવો પડશે. જો કે જો આ બચત યોજના પર વ્યાજ 50 હજાર રૂપિયાથી વધુ છે તો તેના પર TDS ચૂકવવો પડશે પરંતુ જો તમે ફોર્મ 15G/15H ભર્યું છે તો વ્યાજ પર TDS કાપવામાં આવશે નહીં.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Modi 3.0: મોદી સરકારનો ત્રીજો કાર્યકાળ, પ્રથમ 100 દિવસમાં 3 લાખ કરોડના ઇન્ફ્રા પ્રોજેક્ટ્સને મંજૂરી

દહેગામના વાસણા સોગઠીમાં એકસાથે 8 યુવકોની અંતિમયાત્રા, મોટી સંખ્યામાં લોકો જોડાયા, પરિવારોનું હૈયાફાટ રુદન

તહેવાર ટાણે જ ગૃહિણીઓનું બજેટ ખોરવાશે, આ ખાદ્ય વસ્તુ પર મોદી સરકારે રાતોરાત કસ્ટમ ડ્યૂટી વધારી દીધી

હવે અમદાવાદથી ગાંધીનગર સુધી દોડશે મેટ્રો, પીએમ મોદી કરાવશે શુભારંભ, જાણો રૂટ અને અંતર
હવે અમદાવાદથી ગાંધીનગર સુધી દોડશે મેટ્રો, પીએમ મોદી કરાવશે શુભારંભ, જાણો રૂટ અને અંતર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambaji Grand Fair| આજે ત્રીજા દિવસે યાત્રાળુઓમાં કેવો છે માહોલ?, જુઓ વીડિયોમાંSurat Heavy Rain | સુરતમાં ધોધમાર વરસાદે બોલાવ્યા ભુક્કા! | Abp Asmita | Heavy RainChhattisgarh Online faurd |  ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ, ક્યાંથી થતું હતું આખું નેટવર્ક ઓપરેટ?Gandhinagar Ganesh Visarjan|‘જસપાલને બચાવવા એક એક ગયાને બધા ડુબી ગયા..’ પ્રત્યક્ષદર્શીનો મોટો ખુલાસો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Modi 3.0: મોદી સરકારનો ત્રીજો કાર્યકાળ, પ્રથમ 100 દિવસમાં 3 લાખ કરોડના ઇન્ફ્રા પ્રોજેક્ટ્સને મંજૂરી
Modi 3.0: મોદી સરકારનો ત્રીજો કાર્યકાળ, પ્રથમ 100 દિવસમાં 3 લાખ કરોડના ઇન્ફ્રા પ્રોજેક્ટ્સને મંજૂરી
દહેગામના વાસણા સોગઠીમાં એકસાથે 8 યુવકોની અંતિમયાત્રા, મોટી સંખ્યામાં લોકો જોડાયા, પરિવારોનું હૈયાફાટ રુદન
દહેગામના વાસણા સોગઠીમાં એકસાથે 8 યુવકોની અંતિમયાત્રા, મોટી સંખ્યામાં લોકો જોડાયા, પરિવારોનું હૈયાફાટ રુદન
તહેવાર ટાણે જ ગૃહિણીઓનું બજેટ ખોરવાશે, આ ખાદ્ય વસ્તુ પર મોદી સરકારે રાતોરાત કસ્ટમ ડ્યૂટી વધારી દીધી
તહેવાર ટાણે જ ગૃહિણીઓનું બજેટ ખોરવાશે, આ ખાદ્ય વસ્તુ પર મોદી સરકારે રાતોરાત કસ્ટમ ડ્યૂટી વધારી દીધી
હવે અમદાવાદથી ગાંધીનગર સુધી દોડશે મેટ્રો, પીએમ મોદી કરાવશે શુભારંભ, જાણો રૂટ અને અંતર
હવે અમદાવાદથી ગાંધીનગર સુધી દોડશે મેટ્રો, પીએમ મોદી કરાવશે શુભારંભ, જાણો રૂટ અને અંતર
મુંબઈની એક મસ્જિદમાં અચાનક પહોંચ્યા 50થી વધુ હિંદુ, મુસ્લિમોએ કર્યું સ્વાગત, જાણો શું હતું કારણ?

ભારતના આ રાજ્યમાં સૌથી વધુ લોકો રહે છે ખુશ, જાણો આખરે શું છે કારણ

PM આવાસમાં નાના મહેમાનનું આગમન, પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો વીડિયો

Kolkata Rape Case: મમતા બેનર્જીનો ઈમોશનલ દાવ! ધરણા કરી રહેલા ડોક્ટરો વચ્ચે અચાનક પહોંચી કહ્યું- હું તમારી...

Embed widget