શોધખોળ કરો

PPF રોકાણ માટે છે  શ્રેષ્ઠ વિકલ્પ, જાણો ટેક્સ છૂટનો લાભ  અને અન્ય ફાયદા વિશે

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF)  નાની બચત યોજનાની સૌથી લોકપ્રિય રોકાણ માનવામાં આવે છે. પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એટલે કે PPF સ્કીમ એ રોકાણ માટે એક શ્રેષ્ઠ વિકલ્પ છે.

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF)  નાની બચત યોજનાની સૌથી લોકપ્રિય રોકાણ માનવામાં આવે છે. પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એટલે કે PPF સ્કીમ એ રોકાણ માટે એક શ્રેષ્ઠ વિકલ્પ છે, જે ઘણા ફાયદા આપે છે. તમને ટેક્સ છૂટનો લાભ મળે છે. PPFમાં રોકાણ કરવા પર પૈસા ડૂબવાનું જોખમ નથી અને વળતરની ખાતરી મળે છે.

ખાતાધારક નજીકની પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવી શકે

PPF નામાં રોકાણ કરવા માટે કોઈપણ ખાતાધારક નજીકની પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવી શકે છે અને ઓછામાં ઓછા રૂ. 1000 અને વધુમાં વધુ રૂ. 1.5 લાખનું રોકાણ કરી શકે છે. PPF ખાતું 15 વર્ષમાં પરિપક્વ થાય છે અને હાલમાં રોકાણકારોને 7.1 ટકાના દરે વ્યાજ આપવામાં આવે છે, પરંતુ જો રોકાણકારને વચ્ચે નાણાંની જરૂર હોય તો તે આંશિક ઉપાડના નિયમ હેઠળ 40 ટકા ઉપાડી શકે છે.

80C હેઠળ કર મુક્તિનો લાભ મળે છે

PPF માં રોકાણ કરવામાં આવેલી  રકમને 80C હેઠળ કર મુક્તિનો લાભ મળે છે. આ યોજનાના રોકાણને E-E-E શ્રેણીમાં મૂકવામાં આવ્યું છે. તમારું રોકાણ, વ્યાજ અને પાકતી મુદતની રકમ ત્રણેય સંપૂર્ણપણે કરમુક્ત છે. જો યોગ્ય યોજના સાથે PPF ખાતામાં રોકાણ કરવામાં આવે તો રોકાણકાર કરોડપતિ બની શકે છે. 

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) એક સારી બચત યોજના છે. તેનો ઉપયોગ લાંબા સમય સુધી વધુ પૈસા જમા કરવા માટે થઈ શકે છે. જેમ અન્ય રોકાણ યોજનાઓમાં નુકસાન થઈ શકે છે, તેમ પીપીએફમાં પણ નુકસાન થઈ શકે છે. રોકાણકારે રોકાણ કરતા પહેલા આ જાણવું જોઈએ.

લાંબા ગાળા માટે રોકાણ કરવા માંગતા લોકો માટે સારું

PPF એકાઉન્ટ 15 વર્ષમાં પરિપક્વ થાય છે. લાંબા ગાળા માટે રોકાણ કરવા માંગતા લોકો માટે તે સારું છે. કોઈપણ પ્રકારના ટૂંકા ગાળાના રોકાણ માટે, અન્ય વિકલ્પો જોવાના રહેશે. તમે PPF ખાતામાં વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા જમા કરાવી શકો છો. છેલ્લા ઘણા સમયથી સરકારે આ મર્યાદામાં વધારો કર્યો નથી. 

તમે PPF ખાતામાં સમય પહેલા રોકાણ કરવાનું બંધ કરી શકતા નથી. પીપીએફના નિયમો અનુસાર, ખાતું ખોલાવ્યાના વર્ષથી પાંચ વર્ષ પછી જ સમય પહેલા ઉપાડ કરી શકાય છે. 

ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી માત્ર માહિતી માટે છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ એ બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે નાણાંનું રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. ABPLive.com વતી નાણાંનું રોકાણ કરવાની અહીંથી ક્યારેય સલાહ આપવામાં આવતી નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?

આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ

શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી

રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો

ABP Premium

વિડિઓઝ

Rajkot Game Zone Fire Case | સાગઠિયાના સાથી કોણ? | કયા દિગ્ગજ નેતાએ કરી જેલમાં મુલાકાત?હાથરસ દુર્ઘટનાની તપાસમાં થયો ચૌકાવનારો ખુલાસો, આ કારણે બની બેકાબૂ ભીડ અને આખરે 116 લોકોના ગયા જીવGujarat Rain Data | ગુજરાતમાં 24 કલાકમાં 178 તાલુકામાં વરસાદ, સૌથી વધુ લાખણીમાં 11 ઇંચ વરસાદ ખાબક્યોHu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર

સાયબર ક્રાઈમ કરનારા આરોપીઓમાં મોટાભાગે ગ્રેજ્યુએટ, ભણેલા ગણેલા યુવાનો આ દલદલમાં કેમ ફસાઈ રહ્યા છે?

Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ

દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત

Embed widget