શોધખોળ કરો
Advertisement
સરકારી બેન્કોના કર્મચારીઓના પગારમાં થશે 15 ટકાનો વધારો, જાણો ક્યારથી થશે લાગુ
સાર્વજનિક બેન્કો એટલે કે સરકારી બેન્કોના કર્મચારીઓની સેલેરી 15 ટકા વધારાનો રસ્તો સ્પષ્ટ થઇ ગયો છે. એટલે કે આ કર્મચારીઓને પગાર વધારો મળશે
નવી દિલ્હીઃ કોરોના અને લૉકડાઉના કારણે મોટાભાગના સેક્ટરોમાં નોકરીઓ છૂટી ગઇ છે, અને કેટલાક સેક્ટરો એવા છે જેમાં સેલેરીમાં કાપ મુકવામા આવ્યો છે. જોકે આ બધાની વચ્ચે હવે બેન્ક સેક્ટરમાંથી સારા સમાચાર મળ્યા છે. એક રિપોર્ટ પ્રમાણે સરકારી બેન્કોના કર્મચારીઓ માટે સારા સમાચાર છે, કેમકે આ કર્મચારીઓને પગાર વધારો મળવાનો છે.
સાર્વજનિક બેન્કો એટલે કે સરકારી બેન્કોના કર્મચારીઓની સેલેરી 15 ટકા વધારાનો રસ્તો સ્પષ્ટ થઇ ગયો છે. એટલે કે આ કર્મચારીઓને પગાર વધારો મળશે.
ખરેખરમાં, બેન્ક યુનિયન અને ઇન્ડિયન બેન્ક એસોસિએશન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી વાતચીત બુધવારે ખતમ થઇ ગઇ છે, આ વાતમાં બેન્ક કર્મચારીઓના પગાર વધારવા મુદ્દે સમાધાન થઇ ગયુ છે. કાલે બેન્ક યુનિયન અને ઇન્ડિયન બેન્ક એસોસિએશનની વચ્ચે 11માં તબક્કાની ચર્ચા પુરી થઇ ગઇ, આમા નક્કી કરવામાં આવ્યુ કે 31 માર્ચ 2017 સુધીના હિસાબે કર્મચારીઓના વેતનમાં 15 ટકાનો વધારો કરવામાં આવશે. સરકારી બેન્ક કર્મચારીઓના વેતનમાં આ વધારો કે સંશોધન 1 નવેમ્બર 2017થી લાગુ થઇ જશે. વેતન અને ભથ્થામાં વાર્ષિક વૃદ્ધિ 7898 કરોડ રૂપિયાના પેસ્લિપ તારણો પર કામ કરે છે.
આઇબીએ અને બેન્ક યુનિયનોમાં એ વાત પર પણ સહમતિ બની છે કે સરકારી બેન્કોમાં પણ પરફોર્મન્સ આધારિત ઇન્સેન્ટિવ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ખાનગી બેન્કો અને મલ્ટીનેશનલ બેન્કોમાં પીઆઇએલની જોગવાઇ પહેલાથી જ છે, પણ સરકારી બેન્કોમાં આ પ્રકારની વ્યવસ્થા ના હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
શિક્ષણ
બિઝનેસ
Advertisement