શોધખોળ કરો

Ration Card Update: આ રાજ્યમાં રાશનકાર્ડ ધારકો માટે e-KYC સમય મર્યાદા ફરી વધી! હવે આ તારીખ સુધી કરી શકશો

ભારત સરકાર તેના નાગરિકોને આર્થિક રીતે સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે ઘણી યોજનાઓ ચલાવી રહી છે જેનો હેતુ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને જરૂરી સહાય પૂરી પાડવાનો છે.

ભારત સરકાર તેના નાગરિકોને આર્થિક રીતે સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે ઘણી યોજનાઓ ચલાવી રહી છે જેનો હેતુ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને જરૂરી સહાય પૂરી પાડવાનો છે. મોટી યોજનાઓમાંની એક રાશન કાર્ડ સિસ્ટમ છે જેના દ્વારા કરોડો લોકો ખાદ્ય સુરક્ષાનો લાભ લઈ રહ્યા છે. આ પ્રક્રિયાને વધુ સરળ અને ડિજિટલ બનાવવા માટે સરકારે e-KYCની સુવિધા શરૂ કરી છે. ખાસ વાત એ છે કે ઉત્તરપ્રદેશ સરકારે રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસી કરાવવાની સમયમર્યાદા ફરી એકવાર લંબાવી છે.

રેશનકાર્ડ ધારકો માટે e-KYC કરાવવું ફરજિયાત છે. e-KYC વગર રાશન કાર્ડ રદ થઈ શકે છે જેના કારણે આ યોજનાનો લાભ મળશે નહીં. અહીં પહેલા  ઇ-કેવાયસી માટેની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2024 હતી પરંતુ હવે તેને વધારીને ફેબ્રુઆરી 2025 કરવામાં આવી છે. ઉત્તરપ્રદેશમાં ઈકેવાયસી ડેડલાઈન લંબાવવામાં આવી છે. 

સરકારે રેશનકાર્ડ ધારકોની ચકાસણી માટે આ વર્ષે જૂનથી ઇ-કેવાયસી પ્રક્રિયા શરૂ કરી છે. આ અંતર્ગત જે લોકોના નામ રેશનકાર્ડમાં નોંધાયેલા છે તેમણે  ઈ-પોશ મશીન પર પોતાની ફિંગર પ્રિન્ટ આપવાની રહેશે. જે લોકોએ ઈ-કેવાયસી કરાવ્યું નથી, તેમના નામ રેશન કાર્ડમાંથી કાઢી નાખવામાં આવશે.

જિલ્લા પુરવઠા અધિકારી રાકેશ કુમારે જણાવ્યું હતું કે રેશનકાર્ડ ધારકો ઇ-કેવાયસી અંગે બેદરકાર છે. કાર્ડધારકોને રાશનની દુકાને જઈ ઈ-કેવાયસી કરાવવા વિનંતી કરવામાં આવી છે. હવે રાશન વિતરણની સાથે ઈ-કેવાયસી પ્રક્રિયા પણ ચાલુ રહેશે. રાશન દુકારદારોને વૃદ્ધો અને વિકલાંગોના ઘરે જઈને તેમનું ઈ-કેવાયસી કરવા સૂચના આપવામાં આવી છે.

સમયમર્યાદા લંબાયા બાદ રેશનકાર્ડ ધારકો પાસે પૂરતો સમય છે. આવી સ્થિતિમાં, અગાઉથી સારી રીતે ઇ-કેવાયસી કરી શકશે. જો ઈકેવાયસી નહીં કરાવવામાં આવે તો મફતમાં મળતા ચોખા અને ઘઉં બંધ થઈ જશે.

e-KYC કરાવવાની રીત

તમારા નજીકના રાશન ડીલર પાસે જાઓ અને રેશન ડીલર દ્વારા તમામ જરૂરી દસ્તાવેજો સબમિટ કરો. જેમાં રેશન કાર્ડ, આધાર કાર્ડ, મોબાઈલ નંબર અને પરિવારના સભ્યોનું ઓળખ પ્રમાણપત્ર સામેલ છે.

પુરવઠા વિભાગે તમામ રાશનકાર્ડ ધારકોને વહેલી તકે ઈ-કેવાયસી પૂર્ણ કરવા અને વૃદ્ધો અને અપંગોના ઘરે જઈને તેમનું ઈ-કેવાયસી કરવા સૂચના આપી છે.

તમે તમારા રેશનકાર્ડનું સ્ટેટસ ઓનલાઈન અથવા રાશન શોપ પર જઈને ચેક કરી શકો છો. જો તમને KYC પ્રક્રિયામાં કોઈ સમસ્યા આવી રહી હોય, તો તમે સંબંધિત અધિકારીઓનો સંપર્ક કરી શકો છો.

સરકારે સ્પષ્ટ નિર્દેશો આપ્યા છે કે જે રેશનકાર્ડ ધારકો પાસે ઈ-કેવાયસી નથી તેમને રાશન મળતું બંધ થઈ જશે. આવી સ્થિતિમાં, તમામ લાભાર્થીઓએ આ પ્રક્રિયા સમયસર પૂર્ણ કરવી જોઈએ. રાશન કાર્ડ ઈકેવાયસી કરવા માટે ગુજરાતમાં અંતિમ તારીખ 31 ડિસેમ્બર છે. આ તારીખ પહેલા તમારી કેવાયસી કરી લેવું જોઈએ. 

ઈ-કેવાયસી માટે my Ration app ડાઉનલોડ કરો 
 
Google Play Store માંથી my Ration app ડાઉનલોડ કરો. રેશનકાર્ડ ધારકનો મોબાઇલ નંબર દાખલ કરો અને ઓટીપી દાખલ કરીને વેરીફાઈ કરો. પ્રોફાઈલમાં જઈને પાસવર્ડ સેટ કરો અને રેશનકાર્ડ સાથે લિંક કરો.
 
હોમ પેજ પર જાઓ અને આધાર E KYC ઓપ્શન પસંદ કરો. એક નવી વિન્ડો ખુલશે જેમાં આધાર ફેસ રીડર એપ્લિકેશનની લિંક મળશે. Google Play Store માંથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરો. ચેકબોક્સ પર ક્લિક કરો અને કાર્ડની વિગતો મેળવો.
 
નવી વિન્ડો ખુલશે, જેમાં કોડ દાખલ કરો. પછી રાશનકાર્ડ અને તેના સભ્યોની વિગત દર્શાવશે. એક નાનું વિન્ડો ખૂલી જશે, જેમાં દર્શાવશે કે E KYC થયેલું છે કે નહીં. જે નામ સામે "NO" દેખાય, તે નામને E KYC માટે પસંદ કરો.  
 
નવી વિન્ડો ખૂલી જશે, ત્યાં ચેકબોક્સ પર ક્લિક કરીને OTP જનરેટ કરો અને વેરીફાઈ કરો. આધાર ફેસ રીડર એપ્લિકેશન ઓપન થશે, જે વ્યક્તિનું વેરીફાઈ કરવાનું છે તેની સેલ્ફી લો. આંખ ખૂલી રાખવી જરૂરી છે.
 
ટોપ સ્ટોરી

શેરબજારના રોકાણકારો માટે મોટી તક: આગામી સપ્તાહે 15 શેરો આપશે ડિવિડન્ડ અને બોનસ, જુઓ યાદી
શેરબજારના રોકાણકારો માટે મોટી તક: આગામી સપ્તાહે 15 શેરો આપશે ડિવિડન્ડ અને બોનસ, જુઓ યાદી
UPI ફ્રોડ પર મોટો ચુકાદો: ખાતામાંથી 11 વાર પૈસા કપાયા, હવે બેંક ચૂકવશે વ્યાજ સહિત વળતર
UPI ફ્રોડ પર મોટો ચુકાદો: ખાતામાંથી 11 વાર પૈસા કપાયા, હવે બેંક ચૂકવશે વ્યાજ સહિત વળતર
JPL IPO: બ્રોકરેજ હાઉસિસ કેમ છે ઉત્સાહિત? જાણો જિયોના ગ્રોથના 4 મુખ્ય પરિબળો
JPL IPO: બ્રોકરેજ હાઉસિસ કેમ છે ઉત્સાહિત? જાણો જિયોના ગ્રોથના 4 મુખ્ય પરિબળો
મોદી સરકાર આપશે પૂરા 15000 રૂપિયા! બસ EPFO પોર્ટલ પર કરવું પડશે આ કામ, જાણો ડિટેલ
મોદી સરકાર આપશે પૂરા 15000 રૂપિયા! બસ EPFO પોર્ટલ પર કરવું પડશે આ કામ, જાણો ડિટેલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભીડનું જીવલેણ જોખમ!
Hun To Bolish : હું તો બોલીશ : દારૂ બંધ ના થાય, કંટ્રોલ થાય!
Ahmedabad Crime: અમદાવાદના અમરાઈવાડી અંગત અદાવતમાં યુવકની હત્યા
Botad PSI's Controversial Statement: દારૂબંધીની અમલવારી મુદ્દે PSIના વિવાદિત નિવેદન બાદ કાર્યવાહી
Gujarat Rain Forecast: ગરબા ખેલૈયાઓને નિરાશ કરતા સમાચાર, વરસાદને લઈ હવામાન વિભાગની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...
મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...
ભાવનગરના યુવાનનો ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરીયાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
ભાવનગરના યુવાનનો ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરીયાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 143 વર્ષ જૂની ધરોહર રાખમાં ફેરવાઈ, 8,00,000 થી વધુ લોકો રસ્તા પર
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 143 વર્ષ જૂની ધરોહર રાખમાં ફેરવાઈ, 8,00,000 થી વધુ લોકો રસ્તા પર
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે
IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે
Embed widget