RBI Action: રિઝર્વ બેન્કે Paytm Payments Bank ને આપ્યો ઝટકો, ફટકાર્યો આટલા કરોડનો દંડ
RBI Action on Paytm Payments Bank: Paytm પેમેન્ટ્સ બેન્ક લિમિટેડમાં સાયબર સેફ્ટી ફ્રેમવર્ક સંબંધિત કેટલીક ખામીઓ જોવા મળી હતી.
RBI Action on Paytm Payments Bank: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) એ કેવાયસી નિયમો સહિતની કેટલીક જોગવાઈઓનું પાલન ન કરવા બદલ Paytm પેમેન્ટ્સ બેન્ક લિમિટેડને 5.39 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. દેશની સેન્ટ્રલ બેન્કે આજે આ માહિતી આપી હતી.
બેન્કોમાં સાયબર સેફ્ટી ફ્રેમવર્ક સંબંધિત કેટલીક ખામીઓ જોવા મળી
રિઝર્વ બેન્કને જાણવા મળ્યું હતું કે પેમેન્ટ બેન્કોને લાયસન્સ આપવા, બેન્કોમાં સાયબર સલામતી માળખું અને UPI ઇકોસિસ્ટમ સહિત મોબાઇલ બેન્કિંગ એપ્લિકેશનને સુરક્ષિત કરવા સંબંધિત કેટલીક જોગવાઈઓ માટે RBI માર્ગદર્શિકાનું સંપૂર્ણ પાલન કરવામાં કેટલીક ખામીઓ હતી.
ઓડિટર્સ પેટીએમ પેમેન્ટ્સ બેન્કનું વ્યાપક ઓડિટ કર્યું
સત્તાવાર નિવેદન અનુસાર, બેન્કના KYC/એન્ટી મની લોન્ડરિંગ પરિપ્રેક્ષ્યથી વિશેષ તપાસ હાથ ધરવામાં આવી હતી અને RBI દ્વારા પસંદ કરાયેલા ઓડિટર દ્વારા બેન્કનું વ્યાપક ઓડિટ કરવામાં આવ્યું હતું. આરબીઆઈના નિવેદન અનુસાર, રિપોર્ટનું નિરીક્ષણ કર્યા પછી એવું જાણવા મળ્યું કે Paytm પેમેન્ટ્સ બેન્ક સર્વિસિસ આપવામાં સામેલ સંસ્થાઓ અંગે બેનિફિશયરીઝની ઓળખ કરી શકી નથી.
RBIએ Paytm પેમેન્ટ્સ બેન્કને કારણ બતાવો નોટિસ જાહેર કરી
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બેન્કે પેમેન્ટ ટ્રાન્ઝેક્શન પર નજર રાખી નથી અને પેમેન્ટ સેવાઓનો લાભ લેતી સંસ્થાઓના જોખમોનું મૂલ્યાંકન કર્યું નથી. સેન્ટ્રલ બેન્કે કહ્યું કે "Paytm પેમેન્ટ્સ બેન્કે પેમેન્ટ સેવાઓનો લાભ લેતા કેટલાક ગ્રાહકોના એડવાન્સ એકાઉન્ટમાં દિવસના અંતે બેલેન્સની નિયમનકારી મર્યાદાનું ઉલ્લંઘન કર્યું છે." આ પછી બેન્કને કારણ બતાવો નોટિસ આપવામાં આવી હતી.
આરબીઆઈએ બેન્ક પર દંડ ફટકાર્યો
પેટીએમ પેમેન્ટ્સ બેન્કનો જવાબ મળ્યા પછી આરબીઆઈ એવા નિષ્કર્ષ પર આવી કે બેન્ક પર આરબીઆઈની માર્ગદર્શિકાનું પાલન ન કરવાનો આરોપ સાબિત થયો છે. આ પછી Paytm પેમેન્ટ્સ બેન્ક પર નાણાકીય દંડ લાદવામાં આવ્યો હતો.