Surendranagar Demolition news: સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાના ગેરકાયદે બાંધકામ પર ફર્યું બુલડોઝર
સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાની ખનીજ માફિયા વિઠ્ઠલ જાગા અને રાહુલ જાગાની હોટલ ગોકુલ ગ્રાન્ટેજન પર પ્રશાસને ફેરવી દીધુ બુલડોઝર. છ હેક્ટરથી વધુ સરકારી જમીન પર દબાણ કરીને ખનીજ માફિયા વિઠ્ઠલ જાગા અને રાહુલ જાગાએ ખડકી દીધી હતી હોટલ.
ખનીજ માફિયાની હોટલ પર સુરેન્દ્રનગર જિલ્લા પ્રશાસને ફેરવી દીધુ બુલડોઝર. ખનીજ માફિયા વિઠ્ઠલ જાગા અને રાહુલ જાગાની હોટલ ગોકુલ ગ્રાન્ટેજને તોડી પડાઈ. છ હેક્ટરથી વધુ સરકારી જમીન પર દબાણ કરીને ખનીજ માફિયા વિઠ્ઠલ જાગા અને રાહુલ જાગાએ ખડકી દીધી હતી હોટલ. આજે ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી.મકવાણા, વન વિભાગ અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે હોટલ સહિત સરકારી જમીન પર ખડકી દીધેલ 11 દુકાન ધ્વસ્ત કરી દેવામાં આવી.. હોટલ ખાલી કરવા અગાઉ વનવિભાગે ફટકારી હતી નોટિસ.. જો કે નોટિસ બાદ પણ હોટલ ચાલુ રાખતા આખરે ખનીજ માફિયાના ગેરકાયદે દબાણોને તોડી સરકારી જમીન ખુલ્લી કરી.


















