(Source: ECI/ABP News/ABP Majha)
Inflation: દેશમાં મોંઘવારી અંગે રાહતના મોટા સમાચાર, RBI ગવર્નરે કહ્યું દેશમાં ઘટશે મોંઘવારી
RBI Governor On Inflation: RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે દેશમાં ઓક્ટોબર 2022થી મોંઘવારી ઘટી શકે છે.
Relief From Inflation Likely: દેશમાં મોંઘવારી અંગે રાહતના મોટા સમાચાર સામે આવ્યાં છે. ઓક્ટોબર 2022થી સામાન્ય લોકોને મોંઘવારીમાંથી રાહત મળવાની આશા છે. આ વિશ્વાસ ભારતીય રિઝર્વ બેંક (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે વ્યક્ત કર્યો છે.
દેશમાં ઘટશે મોંઘવારી
નાણાકીય વર્ષ 2022-23ના બીજા ભાગમાં મોંઘવારી ઘટવાની અપેક્ષા છે, જે અર્થતંત્રની સમસ્યાઓને હળવી કરશે. તેમણે સંકેત આપ્યો હતો કે જ્યારે મોંઘવારી ઘટશે ત્યારે RBIને આકરા નાણાકીય નીતિના નિર્ણયો લેવાની જરૂર રહેશે નહીં.
RBI ગવર્નરે જણાવ્યું હતું કે હાલમાં, પુરવઠાનો અંદાજ સારો દેખાઈ રહ્યો છે અને તમામ સૂચકાંકો નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં એપ્રિલ અને જૂન વચ્ચે અર્થતંત્રની વધુ સારી રિકવરીનો સંકેત આપી રહ્યા છે. અને અમે 2022-23 ના બીજા ભાગમાં મોંઘવારી મધ્યમ થવાની અપેક્ષા રાખીએ છીએ.
રશિયા-યુક્રેન યુદ્ધના કારણે મોંઘવારી વધી
વિશ્વભરની સેન્ટ્રલ બેંકો સપ્લાય ચેઇનની સમસ્યાઓ, કોમોડિટીના વધતા ભાવ અને એક્રેમ પર રશિયાના હુમલાથી પીડાઈ રહી છે. આ કારણોસર, ભારતમાં મોંઘવારીનો દર આ વર્ષની શરૂઆતથી RBIના 6 ટકાના સ્તરથી ઉપર છે, જેના કારણે RBIએ રેપો રેટમાં 90 બેસિસ પોઈન્ટ્સનો વધારો કરવો પડ્યો છે. RBIએ તેના ફુગાવાના દરનું અનુમાન 5.7 ટકાથી વધારીને 6.7 ટકા કર્યું છે.
RBI ગવર્નરના નિવેદનથી ઘણીં રાહત
RBI ગવર્નર શક્તિકાંત દાસના આ નિવેદનથી તે લોકોને રાહત મળી હશે જેઓ મોંઘી લોનના કારણે મોંઘા EMIથી પરેશાન છે. તેમજ આ નિવેદન બાદ આગામી દિવસોમાં વ્યાજ દરો મોંઘા થવાની શક્યતાઓ પર પાણી ફરી વળે છે. RBIની મોનેટરી પોલિસીની બેઠક ઓગસ્ટમાં યોજાવા જઈ રહી છે, જેમાં ઘણા નિષ્ણાતો RBI દ્વારા રેપો રેટમાં ફરી વધારો કરે તેવી શક્યતા વ્યક્ત કરી રહ્યા છે. પરંતુ RBI ગવર્નરના તાજેતરના નિવેદનથી આવી આશંકાઓ દૂર થઈ શકે છે.