શોધખોળ કરો
Advertisement
RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યુ- વૈશ્વિક જોખમ વધવા છતાં ભારતીય અર્થવ્યવસ્થા મજબૂત
તેમણે કહ્યુ કે, વૈશ્વિક સ્તર પર હાલમાં કોઇ મંદીની સ્થિતિ નથી.
નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યુ કે, વૈશ્વિક જોખમ વધવા છતાં ભારતીય અર્થવ્યવસ્થા મજબૂત સ્થિતિમાં છે. તેમણે કહ્યું કે, આ પાછળનું એક મુખ્ય કારણ કુલ દેવામાં વિદેશી લોનનો હિસ્સો ફક્ત 19.7 ટકા છે. સબસિડી અને ફુગાવાના સ્તર ઓછો હોવાના કારણે સાઉદી અરબના વર્તમાન સંકટનો પણ ભારતીય નાણાકીય ખોટ પર અસર સિમિત રહેશે. તેમણે કહ્યુ કે, વૈશ્વિક સ્તર પર હાલમાં કોઇ મંદીની સ્થિતિ નથી.
બ્લૂમબર્ગના એક કાર્યક્રમમાં દાસે કહ્યું કે, વૈશ્વિક જોખમો વધતા છતાં ભારતીય અર્થવ્યવસ્થા મજબૂક સ્થિતિમાં છે કારણ કે તેનું મુખ્ય કારણ કુલ દેવામાં વિદેશી લોનનો હિસ્સો ફક્ત 19.7 ટકા છે. તેનો સામનો કરવા માટે સરકારે બજેટમાં નક્કી ખર્ચને શરૂઆતમાં જ કરવાની ભલામણ કરી હતી. દાસે કહ્યું કે આર્થિક વૃદ્ધિને ગતિ આપવા માટે મંદીના ચક્રનો સામનો કરવા માટે નાણાકીય અવકાશ ઓછો છે.
ફુગાવા અંગે તેમણે કહ્યું કે, આગામી એક વર્ષમાં ફુગાવો 4 ટકા નીચે રહેવાની આશા છે. ગવર્નરે વધતી વૈશ્વિક પડકારના આઘાતથી અર્થવ્યવસ્થાને બચાવવા માટે અને સંરચનાત્મક સુધારાઓની ભલામણ કરી હતી. તેમણે નિકાસ અને આયાત વ્યાપારમાં ઘટાડાને લઇને કહ્યુ કે આ ચિંતાનો વિષય છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે અમેરિકન ફેડરલ રિઝર્વના નીતિગત દરોમાં ઘટાડાથી દેશમાં ફંડ પ્રવાહને ગતિ મળશે પરંતુ આવા મૂડી પ્રવાહને લઇને સતર્ક રહેવાની જરૂર છે. સબસિડીની ઓછી માત્રાને જોતા સાઉદી સંકટનો ફુગાવો અને નાણાકીય ખોટ પર ફક્ત સીમિત પ્રભાવ પડશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
મનોરંજન
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion