Household Savings: 50 વર્ષના તળીયે આવી ભારતીયોની બચત, ખરગેએ કહ્યું, અચ્છે દિન મે....
Household Savings At 50 Year Low: આરબીઆઈના ડેટા અનુસાર, વર્ષ 2022-23 દરમિયાન ચોખ્ખી નાણાકીય બચત ઘટીને 5.1 ટકા થઈ ગઈ છે. દેશના જીડીપીના સંદર્ભમાં, ભારતની ચોખ્ખી બચત 2022-23માં ઘટીને 13.77 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે, જે 50 વર્ષમાં સૌથી ઓછી છે.
Household Savings At 50 Year Low: ભલે કેન્દ્રની મોદી સરકાર પીઠ પર થપથપાવે છે કે તેના કાર્યકાળ દરમિયાન ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે અને દેશની માથાદીઠ આવક 2014-15ની સરખામણીમાં 2022-23માં બમણી થઈને 1,72,000 રુપિયા થઈ ગઈ છે, પરંતુ RBIના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર ભારતીયોની ઘરેલુ બચત સતત ઘટી રહી છે અને તે 50 વર્ષમાં સૌથી નીચા સ્તરે પહોંચી ગઈ છે. સપ્ટેમ્બર મહિના માટે આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલા માસિક બુલેટિનમાં, રિઝર્વ બેંકનો હાઉસહોલ્ડ એસેટ્સ એન્ડ લાયબિલિટીઝ (RBI data on Household Assets and Liabilities)નો લેટેસ્ટ રિપોર્ટ બહાર આવ્યો છે, જે મુજબ લોકોની ઘરેલું બચત 2020-21માં જીડીપીના 11.5 ટકા. તે નાણાકીય વર્ષ 2022-23માં ઘટીને 5.1 ટકા પર આવી ગઈ છે, જે ચિંતાનું કારણ છે.
બચત પર લાગ્યું ગ્રહણ!
આરબીઆઈના ડેટા અનુસાર, વર્ષ 2022-23 દરમિયાન ચોખ્ખી નાણાકીય બચત ઘટીને 5.1 ટકા થઈ ગઈ છે. દેશના જીડીપીના સંદર્ભમાં, ભારતની ચોખ્ખી બચત 2022-23માં ઘટીને 13.77 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે, જે 50 વર્ષમાં સૌથી ઓછી છે. બરાબર એક વર્ષ પહેલા 2021-22માં નેટ સેવિંગ જીડીપીના 7.2 ટકા હતી. સ્વાભાવિક છે કે લોકોની આવક ઘટી રહી છે તેથી લોકો બચત કરતાં વધુ ખર્ચ કરી રહ્યા છે. આરબીઆઈના રિપોર્ટ અનુસાર, ભારતના નાગરિકો પર દેવાનો બોજ ઝડપથી વધ્યો છે. વર્ષ 2022-23માં તે જીડીપીના 5.8 ટકા સુધી પહોંચી જશે. એક વર્ષ પહેલા તે 3.8 ટકા હતો. તેનો અર્થ એ છે કે તેઓ તેમની જરુરિયાતને પહોંચી વળવા માટે વધુ ઉધાર લઈ રહ્યા છે.
50 सालों में सबसे कम हुई जनता की बचत,
— Mallikarjun Kharge (@kharge) September 20, 2023
मोदी सरकार में “अच्छे दिनों” की ऐसी लगी चपत !
महँगाई द्वारा महालूट, गिरती आमदनी व बढ़ती उधारी, इसका मुख्य कारण हैं।
मोदी सरकार ने न सिर्फ़ एक आम परिवार के घर का बजट बिगाड़ा है, घरेलू बचत कम होना भारत की अर्थव्यवस्था के लिए भी बेहद… pic.twitter.com/vPcp8wUa2w
સરકાર પર વિપક્ષના પ્રહારો
આરબીઆઈનો આ રિપોર્ટ સામે આવ્યા બાદ આ પર રાજકારણ પણ શરૂ થઈ ગયું છે. આ ડેટા સામે આવ્યા બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેએ મોદી સરકાર પર નિશાન સાધતા ટ્વીટ કર્યું કે જનતાની બચત 50 વર્ષમાં સૌથી ઓછી થઈ ગઈ છે. તેમણે કહ્યું કે મોદી સરકારના અચ્છે દિનમાં લોકોની બચતને ગ્રહણ આગી ગયું છે. મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસના ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને પણ સરકાર પર નિશાન સાધવામાં આવ્યું છે.
મોંઘવારીના કારણે બચત ઘટી
RBI અનુસાર, વર્ષ 2020-21ની સરખામણીમાં 2022-23 દરમિયાન ચોખ્ખી ઘરગથ્થુ સંપત્તિમાં મોટો ઘટાડો થયો છે. વર્ષ 2020-21 દરમિયાન ઘરગથ્થુ સંપત્તિ રૂ. 22.8 લાખ કરોડ હતી, જે 2021-22માં ઘટીને રૂ. 16.96 લાખ કરોડ થઈ હતી અને વર્ષ 2022-23માં રૂ. 13.76 લાખ કરોડ થઈ હતી. રિપોર્ટ પરથી સ્પષ્ટ થાય છે કે કમરતોડ મોંઘવારી લોકોની બચત છીનવી રહી છે.