Reliance Disney Deal: રિલાયન્સ અને વોલ્ટ ડિઝની થયા એક, આ જંગી ડીલથી એન્ટરટેનમેન્ટ સેક્ટરમાં જોવા મળશે ઉથલપાથલ
Mukesh Ambani: મુકેશ અંબાણીની માલિકીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને વોલ્ટ ડિઝની હવે ભારતમાં સાથે કામ કરશે. મીડિયા કામગીરીને મર્જ કરવા માટે બંને કંપનીઓ વચ્ચે સમજૂતી થઈ છે. આ ડીલ પર લાંબા સમયથી ચર્ચા ચાલી રહી હતી.
Mukesh Ambani: મુકેશ અંબાણીની માલિકીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને વોલ્ટ ડિઝની હવે ભારતમાં સાથે કામ કરશે. મીડિયા કામગીરીને મર્જ કરવા માટે બંને કંપનીઓ વચ્ચે સમજૂતી થઈ છે. આ ડીલ પર લાંબા સમયથી ચર્ચા ચાલી રહી હતી. RIL અને ડિઝનીના આ સંયુક્ત સાહસમાં રિલાયન્સનો 61 ટકા હિસ્સો હશે. ભારતમાં મજબૂત સ્પર્ધાને કારણે ડિઝનીએ આ નિર્ણય લીધો છે.
રિલાયન્સ અને વોલ્ટ ડિઝની વચ્ચે ડીલ ફાઈનલ થઈ
બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર રિલાયન્સ અને વોલ્ટ ડિઝની વચ્ચે ડીલ ફાઈનલ થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ટૂંક સમયમાં તેની જાહેરાત કરવામાં આવશે. હાલમાં બંને કંપનીઓએ આ ડીલ અંગે કંઈપણ જણાવવાનો ઈન્કાર કર્યો છે. ડીલને અંતિમ સ્વરૂપ આપતી વખતે, ડિઝનીની સ્થાનિક સંપત્તિના આધારે શેરના વિતરણમાં થોડો ફેરફાર કરવામાં આવી શકે છે.
ટાટા પ્લે ખરીદવાની તૈયારી કરી રહી છે રિલાયન્સ
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ટાટા પ્લે લિમિટેડને પણ ખરીદવા પર વિચાર કરી રહી છે. આ બ્રોડકાસ્ટ સર્વિસ પ્રોવાઈડરમાં ડિઝનીનો પણ હિસ્સો છે. હાલમાં, ટાટા પ્લેની માલિકી ટાટા સન્સ પાસે છે. કંપનીમાં ટાટા સન્સનો 50.2 ટકા હિસ્સો છે. આ સિવાય બાકીના શેર ડિઝની અને સિંગાપોરની ઇન્વેસ્ટમેન્ટ કંપની ટેમાસેક (Temasek) પાસે છે.
ડીલને કારણે મોટી મીડિયા કંપનીનો જન્મ થશે
ડિઝની અને રિલાયન્સ વચ્ચેની ડીલ બાદ ભારતના મનોરંજન ક્ષેત્રમાં એક વિશાળ મીડિયા કંપનીનો જન્મ થશે. રિપોર્ટ અનુસાર, રિલાયન્સ આ ડીલમાં 61 ટકા હિસ્સા માટે 1.5 અરબ ડોલરનું જંગી રકમનું રોકાણ કરશે. ઓટીટી સેગમેન્ટમાં રિલાયન્સની આકરી સ્પર્ધાને કારણે અમેરિકન જાયન્ટ ડિઝની ચિંતિત હતી. 2022માં ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના અધિકારોને લઈને બંને વચ્ચે જોરદાર લડાઈ થઈ હતી. પરંતુ આમાં રિલાયન્સનો વિજય થયો હતો. પછી રિલાયન્સે ડિઝની પાસેથી HBO શોના પ્રસારણના અધિકારો પણ છીનવી લીધા. ભારે દબાણને કારણે ડિઝનીએ ભારતના ક્રિકેટ વર્લ્ડ કપનું પ્રસારણ મોબાઈલ પર મફત કરવું પડ્યું.
આ ઉપરાંત જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસ અને બ્લેકરોક ફાઇનાન્સિયલ મેનેજમેન્ટે દેશમાં મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસ શરૂ કરવા માટે લાયસન્સ મેળવવા માટે શેરબજારના નિયમનકાર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાને અરજી કરી છે. સેબી હાલમાં અરજી પર વિચાર કરી રહી છે અને એવી અપેક્ષા છે કે તે ટૂંક સમયમાં સૈદ્ધાંતિક મંજૂરી આપશે.