શોધખોળ કરો
Advertisement
Jio ફાઈબરની બંપર ઓફર, આ પ્લાન સાથે મળશે ફ્રીમાં ટીવી અને સાથે ઘણુંબધું
જિઓ ફાઇબરએ 699 રુપિયાથી લઈને 8499 રુપિયા સુધીના પ્લાન લોન્ચ કર્યા છે.
નવી દિલ્હીઃ દુનિયાના સૌથી મોટા મોબાઇલ ડેટા નેટવર્ક જિઓએ આજે ભારતના 1600 શહેરોમાં ફાઇબર ટૂ ધ હોમ સર્વિસ જિઓ ફાઇબર શરુ કરવાની જાહેરાત કરી છે. ભારતમાં અત્યારે એવરેજ ફિક્સ્ડ લાઇન બ્રોડબેન્ડની સ્પીડ લગભગ 25 Mbps છે. અમેરિકા જેવી વિકસિત અર્થવ્યવસ્થામાં પણ લગભગ 90Mbps જ છે. જિઓ ફાઇબર ભારતની પહેલી 100 ટકા ઓલ-ફાઇબર બ્રોડબેન્ડ સર્વિસ છે. તેની સ્પીડ 100 Mbpsથી શરુ થઇને 1Gbps સુધી જશે. આ દેશની સૌથી વધુ ફાસ્ટ ચાલનારી ઇન્ટરનેટ સર્વિસ પણ છે.
જિઓ ફાઇબરએ 699 રુપિયાથી લઈને 8499 રુપિયા સુધીના પ્લાન લોન્ચ કર્યા છે. નોંધનીય છે કે, હાલમાં વેલકપ ઓફર અંતર્ગત દરેક પ્લાન સાથે કોઈને કોઈ વસ્તુ ફ્રીમાં આપવામાં આવી રહી છે. કંપનીએ કુલ 6 પ્લાન લોન્ચ કર્યાં છે જેમાંથી છ પ્લાન એવા છે જેમાં યૂઝરને વેકલમ ઓફર અંતર્ગત ટીવી ફ્રીમાં આપવામાં આવી રહ્યું છે.
કંપનીના ગોલ્ડ અને ડાયમંડ પ્લાન છે. ગોલ્ડ પ્લાનમાં 500Mbpsની સ્પીડ મળશે. જ્યારે ડાયમંડ પ્લાનમાં 500Mbpsની સ્પીડ મળશે. ગોલ્ડ પ્લાનમાં તમને 500gb+250gb એકસ્ટ્રા ડેટા મળશે. જ્યારે ડાયમંડમાં 1250gb+250gb ડેટા મળશે. ગોલ્ડ પ્લાનની કિંમત 1299 રુપિયા છે અને ડાયમંડ પ્લાનની કિંમત 2499 રુપિયા છે. ગોલ્ડ પ્લાનમાં પણ દેશભરમાં ફ્રી કોલિંગ, TV વીડિયો કોલિંગ અને કોન્ફ્રેંસિંગ, હોમ નેટવર્કિંગ અને ડિવાઇસ સિક્યોરિટી જેવી સુવિધા મળશે.
ગોલ્ડ પ્લાન અંતર્ગત જોતમે બે વર્ષ માટેનું સબ્સક્રિપ્શન લો તો કંપની 12990 રૂપિયાની કિંમતનું 24 ઈંચનું ટીવી ફ્રીમાં આવશે. ગોલ્ડ પ્લાનના બે વર્ષા સબ્સક્રિપ્શનની કિંમત 31176 રૂપિયા છે. જ્યારે ડાયમંડ પંકની વાત કરીએ તો તેમાં કંપની 12990 રૂપિયાનું ટીવી ફ્રીમાં આપી રહી છે. જોકે તેના માટે તમારે બે વર્ષ નહીં પણ એક વર્ષનું સબ્સક્રિપ્શન લેવું પડશે જેના માટે તમારે 29998 રૂપિયા ચૂકવવા પડશે.
આવી જ રીતે 1Gbpsની સ્પીડ વાળો પ્લેટિનમ પ્લાન 3999 રુપિયામાં લઈ શકો છો. તેમાં તમને 2500gb ડેટા મળશે. આ પ્લાનમાં દેશભરમાં ફ્રી કોલિંગ, TV વીડિયો કોલિંગ અને કોન્ફ્રેંસિંગ, હોમ નેટવર્કિંગ અને ડિવાઇસ સિક્યોરિટી જેવી સુવિધા મળશે. સાથે VR એક્સપિરિયન્સ અને પ્રીમિયમ કન્ટેટ સર્વિસ સપોર્ટ પણ મળશે. પ્લેટિન પ્લાનમાં કંપની વેલકપ ઓફર અંતર્ગત 22990 રૂપિયાની કિંમતનું 32 ઇંચનું ટીવી ફ્રીમાં આપી રહી છે. તેના માટે તમારે વાર્ષિક સબ્સક્રિપ્શન લેવું પડશે જેના માટે તમારે 47988 રૂપિયા ચૂકવવા પડશે.
તેનો સૌથી મોંઘો પ્લાન ‘ટાઇટેનિયમ’ છે. આ પ્લાનમાં તમને 1Gbps સ્પીડ અને 5000gb અનલિમિટેડ ડેટા મળશે. આ પ્લાનમાં પણ પ્લેટિનમ પ્લાન જેવા દેશભરમાં ફ્રી કોલિંગ, TV વીડિયો કોલિંગ અને કોન્ફ્રેંસિંગ, હોમ નેટવર્કિંગ અને ડિવાઇસ સિક્યોરિટી જેવી સુવિધા મળશે. સાથે VR એક્સપિરિયન્સ અને પ્રીમિયમ કન્ટેટ સર્વિસ સપોર્ટ પણ મળશે. ટાઈટેનિયમ પ્લાનમાં કંપની વેલકપ ઓફર અંતર્ગત 44,990 રૂપિયાની કિંમતનું 43 ઇંચનું ટીવી ફ્રીમાં આપી રહી છે. તેના માટે તમારે વાર્ષિક સબ્સક્રિપ્શન લેવું પડશે જેના માટે તમારે 1,01,988 રૂપિયા ચૂકવવા પડશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
દેશ
દેશ
Advertisement