શોધખોળ કરો
રિલાયન્સ Jio યૂઝર્સ માટે ખુશખબર, કંપનીએ વધારી વેલિડિટી, જાણો વિગતે
એરટેલ અને વોડાફોન બાદ રિલાયન્સ જિયોએ પણ પ્લાનની વેલિડિટી વધારી દીધી છે.

નવી દિલ્હીઃ રિલાયન્સ જિયો યૂઝર્સ માટે ખુશખબર છે. એરટેલ અને વોડાફોન બાદ રિલાયન્સ જિયોએ પણ પ્લાનની વેલિડિટી વધારી દીધી છે. જિયો યુઝર્સની રિચાર્જ વેલિડિટી ખતમ થઈ ગઈ હશે તો પણ ઈનકમિંગ કોલની સુવિધા મળતી રહેશે. કંપનીએ સ્પષ્ટતા કરી છે કે આ સુવિધાનો લાભ માત્ર ઓછી આવકવાળા યુઝર્સને જ નહીં પરંતુ તમામ યુઝર્સને મળશે. આ પહેલા જિયોએ 17 એપ્રિલ સુધી યૂઝર્સને ફ્રી ઈનકમિંગ કોલની સુવિધા અને કોલિંગ માટે 100 મિનિટ તથા 100 એસએસએસની સુવિધા આપી હતી. જિયોના જણાવ્યા મુજબ, કંપનીના મોટાભાગના રિચાર્જ આઉટલેટ 20 એપ્રિલથી શરૂ થઈ જશે. આ ઉપરાંત યૂઝર્સ MyJio એપ અને Jio.com થી 24 કલાક રિચાર્જની સુવિધાનો ફાયદો ઉઠાવી શકે છે. જિયો પહેલા એરટેલ અને વોડાફોને 3 મે સુધી વેલિડિટી વધારવાની જાહેરાત કરી હતી. બંને કંપનીઓ તેમની આ સુવિધા ઓછી આવક ધરાવતાં યૂઝર્સને આપી હતી. આ પહેલા બંને કંપનીઓ પ્રીપેડ પ્લાન્સની વેલિડિટીને 17 એપ્રિલ સુધી વધારી દીધી હતી.
વધુ વાંચો





















