શોધખોળ કરો
Advertisement
RBI એ આ જાણીતી બેંક પર મુક્યો પ્રતિબંધ, 1000 રૂપિયાથી વધુ નહીં ઉપાડી શકે ગ્રાહકો, ખાતાધારકોમાં ફફડાટ
આરબીઆઇએ કહ્યું કે તેણે બેંકના સીઈઓને ગુરુવાર 18 ફેબ્રુઆરીએ માહિતગાર કર્યા હતા. આ પ્રતિબંધ 19 ફેબ્રુઆરી 2021ની સાંજથી આગામી છ મહિના માટે અમલમાં રહેશે.
મુંબઈઃ ભારતીય રિઝર્વ બેંકે શુક્રવારે કહ્યું હતું કે તેણે કર્ણાટકની ડેક્કન અર્બન કો-ઓપરેટિવ બેંક લિ.ને નવી લોન આપવા અથવા થાપણો સ્વીકારવા પર પ્રતિબંધ મૂક્યો છે. ઉપરાંત, ગ્રાહકો તેમના બચત ખાતામાંથી 1000 થી વધુ રૂપિયા ઉપાડી નહીં શકે. આ પ્રતિબંધ 6 મહિના માટે છે.
સહકારી બેંક પૂર્વ મંજૂરી વિના કોઈપણ નવું રોકાણ અથવા નવી જવાબદારી પણ નહીં લઇ શકે. આરબીઆઇએ કહ્યું કે તેણે બેંકના સીઈઓને ગુરુવાર 18 ફેબ્રુઆરીએ માહિતગાર કર્યા હતા. આ પ્રતિબંધ 19 ફેબ્રુઆરી 2021ની સાંજથી આગામી છ મહિના માટે અમલમાં રહેશે.
સેન્ટ્રલ બેંકે એક નિવેદનાં કહ્યું, "બેંકની વર્તમાન રોકડ સ્થિતિને ધ્યાનમાં રાખીને ડિપોઝિટર્સને તમામ બચત ખાતા અથવા ચાલુ ખાતામાંથી 1000 રૂપિયાથી વધુ ઉપાડવાની મંજૂરી આપી શકાતી નથી." આરબીઆઈના જણાવ્યા અનુસાર ગ્રાહકો તેમના દેવાની પતાવટ જમા રકમના આધારે કરી શકે છે. જે અમુક શરતોને આધિન છે.
નિયામકે કહ્યું, "જોકે 99..58 ટકા થાપણદારો ડિપોઝિટ ઇન્સ્યુરન્સ અને ક્રેડિટ ગેરેંટી કોર્પોરેશન ઇન્સ્યુરન્સ કોર્પોરેશન (ડીસીજીસી) ની યોજના હેઠળ છે. આરબીઆઇએ કહ્યું કે બેંક પર પ્રતિબંધનો અર્થ તેમનું લાયસન્સ રદ્દ કરવામાં આવ્યું છે તેમ ન લેવો જોઈએ. બેંકની આર્થિક સ્થિતિમાં સુધારો નહીં થાય ત્યાં સુધી નિયમો લાગુ રહેશે.
રાશિફળ 20 ફેબ્રુઆરીઃ આ 5 રાશિના જાતકોએ રાખવું પડશે વિશેષ ધ્યાન, જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion