શોધખોળ કરો

Rule Changes From January 2024: આજથી થવા જઈ રહ્યા છે આ મોટા ફેરફારો, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર

આ ફેરફારોની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર થાય છે. આવી સ્થિતિમાં, તમારા માટે આ ફેરફારો વિશે જાગૃત રહેવું મહત્વપૂર્ણ છે.

Rule Changes From January 2024: ડિસેમ્બર મહિનો પૂરો થયો. આજથી નવા વર્ષનો પ્રારંભ થયો છે. દર મહિનાની પહેલી તારીખે દેશમાં ઘણા ફેરફારો થાય છે. આ ફેરફારોની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર થાય છે. આવી સ્થિતિમાં, તમારા માટે આ ફેરફારો વિશે જાગૃત રહેવું મહત્વપૂર્ણ છે. 1લી જાન્યુઆરીથી ઘણા ફેરફારો થવા જઈ રહ્યા છે. આનો સીધો સંબંધ તમારા ખિસ્સા સાથે છે.

સિમ કાર્ડના નવા નિયમો લાગુ કરાયા

1 જાન્યુઆરી 2024થી સિમ કાર્ડ ખરીદવા અને રાખવાના નિયમોમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. હવે સિમ કાર્ડ ખરીદવા પર માત્ર ડિજિટલ કેવાયસી હશે. અગાઉ, દસ્તાવેજોની ભૌતિક ચકાસણી કરવામાં આવતી હતી.

નિષ્ક્રિય UPI ID નો ઉપયોગ કરી શકશે નહીં

નવા વર્ષથી નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એટલે કે NPCI નવી પોલિસી લાગુ કરી રહી છે. આ અંતર્ગત એક અથવા વધુ વર્ષોથી નિષ્ક્રિય રહેલા UPI ID ને બ્લોક કરી દેવામાં આવશે.

એલપીજીના દરો 1 જાન્યુઆરીએ અપડેટ કરવામાં આવશે

શું નવું વર્ષ 2024 સ્થાનિક એલપીજી ગ્રાહકો માટે રાહત લાવશે? એલપીજીના દર સામાન્ય રીતે દર મહિનાની પહેલી તારીખે બદલાય છે. આ શ્રેણીમાં, આજે (1 જાન્યુઆરી, 2024) એલપીજી સિલિન્ડરના નવા દરો જાહેર કરવામાં આવશે. નોંધનીય છે કે ચૂંટણી વર્ષ 2019માં પેટ્રોલિયમ કંપનીઓએ ગ્રાહકોને નવા વર્ષની ભેટ આપતા 14 કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 120.50 રૂપિયાનો ઘટાડો કર્યો હતો.

મ્યુચ્યુઅલ ફંડ અને ડીમેટ ખાતાધારકોને મોટી રાહત

માર્કેટ રેગ્યુલેટર સેબીએ મ્યુચ્યુઅલ ફંડ અને ડીમેટ એકાઉન્ટ્સમાં નોમિનેશનની છેલ્લી તારીખ લંબાવી છે. અગાઉ નોમિની જાહેર કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર હતી. હવે વધુ 6 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. હવે નોમિનેશનની છેલ્લી તારીખ લંબાવીને 30 જૂન, 2024 કરવામાં આવી છે.

Gmail એકાઉન્ટ બંધ થઈ શકે છે

જો તમે 1-2 વર્ષથી તમારા Gmail એકાઉન્ટનો ઉપયોગ કર્યો નથી, તો તમારું Google Gmail એકાઉન્ટ બંધ થઈ શકે છે. ગૂગલનો આ નિયમ ફક્ત પર્સનલ એકાઉન્ટ પર જ લાગુ થશે. આ નિયમ બિઝનેસ એકાઉન્ટ્સ પર લાગુ થશે નહીં.

જાન્યુઆરીમાં બેંકો 16 દિવસ બંધ રહેશે

જો તમે જાન્યુઆરી 2024 માં કોઈ કામ પતાવવા માટે બેંક જવાનો ઇરાદો ધરાવતા હો, તો તમારે બેંકની રજાઓ વિશે જાણ્યા પછી જ તમારું આયોજન કરવું જોઈએ. આ કરવું જરૂરી છે કારણ કે રજાઓ વિશે જાણ્યા વિના, તમે બેંકમાં જાઓ છો અને તે દિવસે બેંક બંધ હોય છે. જાન્યુઆરીમાં જુદા જુદા પ્રસંગોએ કુલ 16 દિવસ બેંકો બંધ રહેશે. તમે RBIની વેબસાઈટ પર જઈને બેંકની રજાઓની યાદી જોઈ શકો છો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત
ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત
Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ
Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ
Weekly Numerology: આજથી શરૂ થતું સપ્તાહ આપના બર્થ ડેટ મુજબ આ મુલાંકના લોકો માટે નથી શુભ
Weekly Numerology: આજથી શરૂ થતું સપ્તાહ આપના બર્થ ડેટ મુજબ આ મુલાંકના લોકો માટે નથી શુભ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Prantij News : વીજ લાઇન પર ફસાયેલ પતંગ કાઢવા જતાં લાગ્યો કરંટ, બાળકીનું મોતVadodara Murder Case : વડોદરામાં ભાજપ નેતાના પુત્રની હત્યાથી ખળભળાટSurat Murder Case : સુરતમાં યુવકની હત્યાના કેસમાં 3 આરોપીની ધરપકડ, જુઓ અહેવાલRajkot BJP : રાજકોટમાં ભાજપ નેતા પર કોણે અને કેમ કર્યો હુમલો ? જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત
ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત
Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ
Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ
Weekly Numerology: આજથી શરૂ થતું સપ્તાહ આપના બર્થ ડેટ મુજબ આ મુલાંકના લોકો માટે નથી શુભ
Weekly Numerology: આજથી શરૂ થતું સપ્તાહ આપના બર્થ ડેટ મુજબ આ મુલાંકના લોકો માટે નથી શુભ
ટોઇલેટ સીટ પર 10 મિનિટથી વધુ કેમ ના બેસવું જોઇએ?, નિષ્ણાંતોએ આપી ચેતવણી
ટોઇલેટ સીટ પર 10 મિનિટથી વધુ કેમ ના બેસવું જોઇએ?, નિષ્ણાંતોએ આપી ચેતવણી
રાજકોટના ડેપ્યુટી મેયર  અને તેના ભાઇ પર ચાકૂથી હુમલો, બંને સારવાર હેઠળ
રાજકોટના ડેપ્યુટી મેયર અને તેના ભાઇ પર ચાકૂથી હુમલો, બંને સારવાર હેઠળ
IPL 2025 Mega Auction: અત્યાર સુધી કઇ સીઝનમાં ખેલાડીઓ પર વરસ્યા સૌથી વધુ રૂપિયા? જાણો તમામ જાણકારી
IPL 2025 Mega Auction: અત્યાર સુધી કઇ સીઝનમાં ખેલાડીઓ પર વરસ્યા સૌથી વધુ રૂપિયા? જાણો તમામ જાણકારી
Gold Price: સાત દિવસમાં 3710 રૂપિયા સસ્તુ થયું સોનું, હવે ફક્ત આટલા રૂપિયામાં ખરીદી શકશો 10 ગ્રામ
Gold Price: સાત દિવસમાં 3710 રૂપિયા સસ્તુ થયું સોનું, હવે ફક્ત આટલા રૂપિયામાં ખરીદી શકશો 10 ગ્રામ
Embed widget