Russia Ukraine war: રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદીને લઈ અમેરિકાનું બેવડું વલણ, ભારતને ચેતવણી, જર્મનીને લઈ મૌન કેમ ?
Russia Ukraine War: આ દરમિયાન ક્રૂડ ઓઇલ પણ ચર્ચામાં છે. બંને દેશો વચ્ચે ચાલતાં જંગના કારણે રશિયા પાસેથી સસ્તું ઓઇલ ખરીદવાને લઈ ભારત અને અમેરિકાના સંબંધમાં મતભેદ ઉભા થઈ શકે છે.
Russia Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધનો આજે 21મો દિવસ છે. અમેરિકા અને તેના સહયોગી દેશોએ લગાવેલા તમામ પ્રતિબંધો બાદ પણ રશિયા યુદ્ધ રોકવા તૈયાર નથી. આ દરમિયાન ક્રૂડ ઓઇલ પણ ચર્ચામાં છે. બંને દેશો વચ્ચે ચાલતાં જંગના કારણે રશિયા પાસેથી સસ્તું ઓઇલ ખરીદવાને લઈ ભારત અને અમેરિકાના સંબંધમાં મતભેદ ઉભા થઈ શકે છે.
અમેરિકાએ ચેતવણીના સૂરમાં ભારતને શું કહ્યું
રશિયા દ્વારા ભારતને સસ્તું ક્રૂડ ઓઈલ ઓફર કરવામાં આવ્યા બાદ અમેરિકાએ કહ્યું કે, રશિયાએ પાસેથી ઓઇલ ખરીદીને બારતે અમેરિકાના પ્રતિબંધોનું ઉલ્લંઘન કરવું ન જોઈએ. અમેરિકાએ ચેતવણીના સૂરમાં કહ્યું છે કે, રશિયન નેતૃત્વનું સમર્થન વિનાશકારી પ્રભાવવાળા યુદ્ધનું સમર્થન કરે છે. ભારતનું આ પગલું યોગ્ય નહીં હોય અને વિશ્વના સૌતી મોટા લોકતંત્રને ઈતિહાસને ખોટા પક્ષના સમર્થન કરવા તરફ લઈ જશે.
જર્મની પર કેમ મૌન
રશિયા અને યુક્રેન વચ્ચે જંગના કારણે વિશ્વમાં ક્રૂડ ઓઈલના ભાવ ઘણા વધી ગયા છે. ઓઈલના ભાવમાં ઉછાળો આવ્યો છે અને જર્મની સહિત અનેક યુરોપિયન દેશ હજુ પણ ઓઈલ તથા ગેસ રશિયા પાસેથી ખરીદી રહ્યા છે તેવા સમયે અમેરિકાનું આ નિવેદન આવ્યું છે. અમેરિકન રાષ્ટ્રપતિ કાર્યાલય વ્હાઇટ હાઉસના પ્રવક્તા જેન પાસ્કીએ કહ્યું કે, જો બાઈડન સરકારને વિશ્વના તમામ દેશો માટે મેસેજ છે કે તેઓ અમેરિકન પ્રતિબંધોનો યોગ્ય પાલન કરે. ભારતના સંબંધમાં તેમણે કહ્યું, તમે કોના સમર્થનમાં ઉભા છો તે વિચારવું જરૂરી છે. તેમણે આગળ કહ્યું, ઈતિહાસના પુસ્તકોમાં હાલ લખવામાં આવી રહ્યું છે કે રશિયન નેતૃત્વનું સમર્થન કરવું એક પ્રકારના હુમલાનું સમર્થન કરવું છે અને તેના વિપરીત તથા વિનાશકારી પ્રભાવ પડી શકે છે.
ભારત તેની જરૂરિયાતનું આશરે 80 ટકો આઈલ આયાત કરે છે. જેમાંથી 3 ટકા તેલ રશિયાથી આ છે. અમેરિકાના પ્રતિબંધો છતાં અનેક યુરોપિયન દેશો રશિયા પાસેથી તેલ અને ગેસ ખરીદી રહ્યા છે. ભારતે રશિયા તરફથી મળેલી ક્રૂડ ઓઈલની ઓફરનો સ્વીકાર કર્યો નથી પરંતુ માનવામાં આવે છે કે ઓઈલની કિંમત પર નિયંત્રણ માટે ભારત સરકાર રશિયા પાસેથી સસ્તા ભાવે તેલ આયાતને લીલી ઝંડી આપી શકે છે. જોકે આમ થવાથી અમેરિકા સાથે સંબંધ બગડવાની સંભાવના છે. થોડા દિવસ પહેલા રશિયાએ ધમકી આપી હતી કે જો પશ્ચિમી દેશો રશિયન તેલની આયાત પર પ્રતિબંધ લગાવશે તો જર્મનીની મુખ્ય ગેસ પાઇપ લાઇન બંધ કરી દેશે.